Har Ghar Tiranga Certificate: હર ઘર તિરંગા અભિયાન સર્ટિફિકેટ ડાઉનલોડ 2024

WhatsApp Group Join Now

Har Ghar Tiranga Certificate: ઓગસ્ટ મહિનો આવી ચૂક્યો છે અને ઓગસ્ટ મહિનાની અંદર હવે 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ એ બહુ જ નજીક આવી રહ્યો છે. ત્યારે લોકો દેશ પ્રત્યેની ભાવનાઓને ઉજાગર કરી રહ્યા છે અને તે સ્વતંત્રતાના રંગમાં રંગાઈ રહ્યા છે. એવામાં મોદી સરકાર દ્વારા પણ દરેક ઘરે તિરંગો લહેરાવવા માટેની અભિયાન શરૂ કરવામાં આવેલું છે જેની અંદર દરેક વ્યક્તિ તેમના ઘર પર તિરંગો લગાવી અને આ અભિયાન ની અંદર જોડાઈ શકે છે. આ અભિયાન એ ઓગસ્ટ મહિનાની 9 તારીખથી લઈ અને 15 ઓગસ્ટ સુધી યોજવામાં આવેલું છે.

હર ઘર તિરંગા અભિયાન 2024 Har Ghar Tiranga Certificate

આ અભિયાન ની અંદર ભારતનો દરેક વ્યક્તિ ભાગ લઈ શકે છે અને તેની અંદર સ્વતંત્ર દિવસની ઉજવણી કરી શકે છે. આ અભિયાનને આપણા કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી દ્વારા શરૂ કરવા માટેની જાહેરાત કરવામાં આવેલી છે. અને આ યોજનાની આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા પણ તેમની મન કી બાત કાર્યક્રમની અંદર આ અભિયાન અંગેની ચર્ચાઓ કરેલી છે.

આ અભિયાન ની ચર્ચા ની અંદર પ્રધાનમંત્રી શ્રી દ્વારા દરેક લોકોને વધુમાં વધુ આ અભિયાન સાથે જોડાવા માટેની વાત કરવામાં આવેલી છે. તથા દરેક ઘરે તિરંગો લહેરાવી અને આ અભિયાનમાં જોડાવાની વાત કરવામાં આવેલી છે. તેની સાથે સાથે જ અત્યારે સોશિયલ મીડિયા નો બહુ જ ઉપયોગ થઈ રહ્યો છે તેની અંદર પણ સોશિયલ મીડિયા ની અંદર દરેક વ્યક્તિઓ તિરંગા સાથેની સેલ્ફીઓ અપલોડ કરી અને આ અભિયાનમાં જોડાઈ શકે છે.

હર ઘર તિરંગા સર્ટિફિકેટ 2024

આ અભિયાનમાં દરેક ઘરે તિરંગો લહેરાવવાની સાથે સાથે સર્ટિફિકેટ આપવાનું પણ કેન્દ્ર સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલું છે. આ સર્ટિફિકેટ એ તમે તમારા મોબાઈલ દ્વારા ડાઉનલોડ કરી શકો છો અને દેશભક્તિને તમે લાગણીઓ વ્યક્ત કરી શકો છો. આ અભિયાન માટે સર્ટિફિકેટ મેળવવા કેન્દ્ર સરકાર દ્વારા એક વેબસાઈટ લોન્ચ કરવામાં આવેલી છે જેની અંદર તમે તિરંગાની સાથે સેલ્ફી અપલોડ કરી અને તેનો સર્ટિફિકેટ એટલે કે પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો. તો આ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની વિગતવાર માહિતી પણ અમે નીચે દર્શાવેલી છે.

હરઘર તિરંગા સર્ટિફિકેટ ડાઉનલોડ

સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સરસ એવી વેબસાઈટ ખુલ્લી મુકવામાં આવેલી છે જે વેબસાઈટનું નામ છે હર ઘર તિરંગા ડોટ કોમ harghartiranga.com જે વેબસાઈટ ઉપરથી તમે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.

  • સૌપ્રથમ તમારે harghartiranga.com વેબસાઈટ પર જવાનું રહેશે વેબસાઈટનું હોમ પેજ ખુલશે એટલે તમને બહુ જ સરસ મજાનો ઇન્ટરફેસ દેખાશે.
  • હું પેજ ની અંદર તારીખ દર્શાવવામાં આવેલી છે 9 થી 15 ઓગસ્ટ અને ત્યાં સામે જ તમને અપલોડ સેલ્ફી નો ઓપ્શન પણ દેખાશે.
  • તમારે તિરંગા સાથેની સેલ્ફી ત્યાં અપલોડ કરવાની રહેશે.
  • સેલ્ફી અપલોડ કર્યા બાદ તમને મોબાઈલ નંબર દાખલ કરવાનું કહે છે તેની અંદર મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ તમારે કન્ટ્રી સિલેક્ટ કરી અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • સેલ્ફી અપલોડ કર્યા બાદ તમારી સામે હર ઘર તિરંગા 2024 નું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવી જશે અને તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરી અને તે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.

દેશના તમામ નાગરિકને આ અભિયાન ની અંદર ભાગ લઈ અને સર્ટીફીકેટ ડાઉનલોડ કરી શકે છે અને અભિયાન ની અંદર દરેકને ભાગ લેવો જોઈએ.

Read More:

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment