GSEB Exam Pattern 2025: ધોરણ 9-11 ની પરીક્ષા પદ્ધતિમાં થયો મોટો ફેરફાર, હવે પરીક્ષા પાસ કરવી સરળ

WhatsApp Group Join Now

GSEB Exam Pattern 2025: ધોરણ 9-11 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે, કારણ કે હવે તમારે પરીક્ષા પાસ કરવી વધુ સહેલી બની છે. ગુજરાતી શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે, આ ફેરફારથી વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવી વધુ સરળ બની છે. તો ચાલો જાણીએ ગુજરાતી શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં શું ફેરફારો કરવામાં આવ્યા.

નવી શિક્ષણ નીતિ અંતર્ગત ફેરફારો કરવામાં આવ્યા |GSEB Exam Pattern 2025

ધોરણ નવ અને ધોરણ 11 ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 04/09/2024 ના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો, આ પરિપત્રમાં જણાવ્યું છે કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ નવ અને ધોરણ 11 માં પરીક્ષાની એક સૂત્રતા જળવાઈ રહે તે માટે પરીક્ષા પદ્ધતિ સરળ બનાવવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને ધોરણ 11ના તમામ પ્રવાહ માટે આ નવી પરીક્ષા પદ્ધતિ અમલમાં મૂકવાની રહેશે. તો ચાલો પહેલા જોઈ લઈએ કે હાલ સુધી ચાલતી પરીક્ષા પદ્ધતિ અને પછી સુધારેલ પરીક્ષા પદ્ધતિ.

હાલ સુધીની પરીક્ષા પદ્ધતિ અને સુધારેલ પરીક્ષા પદ્ધતિ

હાલ સુધી ચાલી આવતી પરીક્ષા પદ્ધતિમાં ધોરણ 9 અને ધોરણ 11 ના તમામ પ્રવાહમાં 20% હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવતા હતા અને 80% વર્ણનાત્મક પ્રશ્નો પૂછવામાં આવતા હતા તેમજ વર્ણનાત્મક પ્રશ્ન માં આંતરિક વિકલ્પ આપવામાં આવતા હતા (જેમ કે પહેલા પ્રશ્નના અથવા મ પહેલો પ્રશ્ન)

પરંતુ હવે નવી સુધારેલી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ધોરણ 9 અને ધોરણ 11ના તમામ પ્રવાહમાં 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે અને 70% વર્ણનાત્મક પ્રશ્નો પૂછવામાં આવશે તેમજ વર્ણનાત્મક પ્રશ્નોમાં હવે જનરલ વિકલ્પ આપવામાં આવશે (આપેલા સાત પ્રશ્નોમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના જવાબ લખો)

પરીક્ષા પાસ કરવી સરળ થઈ

નવી પરીક્ષા પદ્ધતિમાં વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવા માટે રાહત મળશે કારણ કે નવી પરીક્ષા પદ્ધતિમાં હેતુલક્ષી પ્રશ્નો નો ગુણભાર વધ્યો છે આ ઉપરાંત વર્ણનાત્મક પ્રશ્નમાં પણ જનરલ વિકલ્પો આપવામાં આવશે જેથી જૂની પરીક્ષા પદ્ધતિ કરતા નવી પરીક્ષા પદ્ધતિ દ્વારા પરીક્ષા પાસ કરવામાં સરળતા પડે છે.

સપ્ટેમ્બર મહિનામાં રેશનકાર્ડ ધારકો માટે મફત અનાજ મળશે, જાણો આ અપડેટ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment