Government Job In Kheda District : જે ઉમેદવારો સરકારી નોકરીની શોધમાં છે તેઓ માટે ખેડા જિલ્લામાં સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક મળી રહી છે, ખેડા જિલ્લાની કઠલાલ નગરપાલિકા દ્વારા સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, તો જો તમે આ ભરતીમાં રસ ધરાવો છો તો આ લેખ છેલ્લે સુધી વાંચજો કેમ કે આ લેખ માં તમને આ ભરતી વિષેની તમામ જરૂરી માહિતી આપવામાં આવી છે તો ચાલુ શરૂ કરીએ…
Government Job In Kheda District
સ્વચ્છ ભારત મિશન-અર્બન, ગુજરાત હેઠળ ખેડા જિલ્લાના કઠલાલ નગરપાલિકા દ્વારા સિટી મેનેજર-SWM પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ સિટી મેનેજર-SWM પદ માટે ખાલી જગ્યાની વાત કરીએ તો… એક જગ્યા પર ભરતી થશે, હવે જાણીએ કે આ ભરતીમાં કોણ કોણ ફોર્મ ભરી શકે.
કોણ કોણ ફોર્મ ભરી શકે ?
કોઈ પણ સરકારી ભરતીમાં ફોર્મ ભરવા માટે મોટાભાગે બે બાબતો ધ્યાને લેવામાં આવે છે, શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા, તો ચાલો સૌ પ્રથમ શૈક્ષણિક લાયકાત વિશે માહિતી મેળવી લઈએ.
જે ઉમેદવારોએ સરકાર માન્ય સંસ્થા માંથી B.E/B.Tech- Enviroment, B.E/B.Tech- Civil, M.E/M.Tech Enviroment, M.E/M.Tech Civil કરેલું છે તે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે.
ઉપર દર્શાવેલ ફિલ્ડમા અભ્યાસ પૂર્ણ થઈ ગયા બાદ સંબધિત ક્ષેત્રમાં એક વર્ષનો અનુભવ પણ જોઈએ.
ઉમર મર્યાદા વિશે ન્યુઝ પેપેરની જાહેરાતમાં કોઈ પણ પ્રકારની માહિતી જણાવેલી નથી.
પગાર ધોરણ
પગારની વાત કરીએ તો જે ઉમેદવારની આ ભરતીમાં પસંદગી થાય છે તે ઉમેદવારને મહિને રૂપિયા ત્રીસ હજાર રૂપિયાનો પગાર આપવામાં આવશે, આ ઉપરાંત તમને વધારામાં જણાવી દઈએ કે આ ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવશે.
અગત્યની તારીખો અને અરજી પ્રક્રિયા
સૌ પ્રથમ અરજી પ્રક્રિયાની વાત કરીએ તો જે ઉમેદવારો આ ભરતીમાં રસ ધરાવે છે તે ઉમેદવારોએ તારીખ 16/10/2024 સુધીમાં અરજી કરવાની રહેશે અને ખાસ નોંધવા જેવી બાબત કે અરજી પ્રક્રિયા ઓફલાઈન મોડમાં જ થશે.
અરજી ચીફ ઓફિસરશ્રી કઠલાલ, કઠલાલ નગરપાલિકા, કાપડબજાર મુ.પો-કઠલાલ જિ.ખેડા, પીન કોડ નંબર – 387670 ના નામ સરનામે સમય મર્યાદા પહેલા મોકલી આપવાની રહેશે.
ધ્યાન રાખવા જેવી બાબતો
- ઉમેદવારોએ જરૂરી પુરાવા સાથે અરજી ફક્ત R.P.A.D/Speed post દ્વારા જ મોકલવાની રહેશે.
- અધૂરી વિગત વાળી અરજીને રદ કરવામાં આવશે.
- છેલ્લી તારીખ પહેલાં અરજી પહોંચી જાય તે રીતે અરજી કરવી.
- કવર ઉપર સીટી મેનેજર – SWM જગ્યા માટેની અરજી લખવું ફરજિયાત રહેશે.
- સૌથી જરૂરી બાબત કે આ ભરતી વિષેની સતાવાર માહિતી મેળવ્યા બાદ જ અરજી કરવી.
તમારા મિત્રને સરકારી નોકરીની જરૂર હોય તો તેને આ લેખ શેર કરી દે જો. તેમજ આવી રીતે સરકારી નોકરીની સમયસર માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.