ગરીબ કલ્યાણ મેળો 2024 માં તમે કેવી રીતે લાભ મેળવી શકો અને ક્યારે યોજાશે તે જાણો

WhatsApp Group Join Now

ગરીબ કલ્યાણ મેળો 2024: ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે રાજ્યની અંદર ગરીબ કલ્યાણ મેળા નું આયોજન કરવામાં આવે છે. જે મેળાની અંદર અલગ અલગ પ્રકારની વિવિધ સહકારી યોજનાઓ છે જેવી કે માનવ કલ્યાણ યોજના, માનવ ગરીમા યોજના, કુંવરબાઈનું મામેરુ, આવાસ યોજના તથા ઉજ્વલા યોજના છે તેવા પ્રકારની યોજનાઓ લાભ આ મેળાની અંદર આપવામાં આવતો હોય છે. આ મેળાની અંદર આ બધી પ્રકારના યોજનાઓની કીટોનું પણ વિતરણ કરવામાં આવતું હોય છે.

ગરીબ કલ્યાણ મેળો 2024 ક્યારે યોજવામાં આવશે અને તે વિશેની આપણે માહિતી આ લેખની અંદર મેળવવાના છીએ.

ગરીબ કલ્યાણ મેળો 2024

આ વર્ષની અંદર ગરીબ કલ્યાણ મેળા ની અંદર લાભાર્થીઓને 125 કરોડની સહાય મળશે સરકાર દ્વારા આવી જાહેરાત કરવામાં આવેલી છે કે આ મેળાનું આયોજન સપ્ટેમ્બર મહિનાની અંદર થઈ શકે છે તથા ગરીબ કલ્યાણ મેળા ના આયોજન ની અંદર દરેક જિલ્લાઓમાં મેળો યોજી અને કીટોનનું વિતરણ કરવામાં આવશે.

ગરીબ કલ્યાણ મેળો આયોજન

ગરીબ કલ્યાણ મેળા નું આજ સુધી 13 વખત આયોજન થઈ ચૂક્યું છે સરકાર દ્વારા અને આ વખતે 14 મી વખત ગરીબ કલ્યાણ મેળા નું 2024 ની અંદર આયોજન થશે. સપ્ટેમ્બર મહિનાની અંદર આ ગરીબ કલ્યાણ મેળા નું આયોજન કરવામાં આવશે તેવી આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે.

આ ગરીબ કલ્યાણ મેળા નું આયોજન એ આપણા ગુજરાત રાજ્યના દરેક જિલ્લા ની અંદર કરવામાં આવશે. 33 જિલ્લાઓની અંદર આ મેળાનું આયોજન કરી અને 125 કરોડની સહાય લાભાર્થીઓને આપવામાં આવવાની છે.

ગરીબ કલ્યાણ મેળા ની શરૂઆત

મિત્રો ગરીબ કલ્યાણ મેળા ની શરૂઆત એ 2009 ની અંદર જ્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા તે સમયે કરવામાં આવેલી હતી. આ વર્ષે 2024 ની અંદર જે ગરીબ કલ્યાણ મેળા નું આયોજન કરવામાં આવવાનું છે તેની અંદર 90,000 થી પણ વધુ લાભાર્થીઓને લાભ આપવાનો છે. 

ગરીબ કલ્યાણ મેળા માં આ યોજનામાં લાભ મળશે

  • વ્યક્તિલક્ષી તમામ યોજનાઓ
  • માનવ ગરીમા યોજના
  • કુવરબાઈનુ મામેરુ
  • આવાસ યોજના
  • ઉજ્વલા યોજના
  • દિવ્યાંગ યોજના
  • ખેતીવાડીઓની યોજના
  • પશુપાલન ની યોજના

ઉપર દર્શાવેલ તમામ પ્રકારની યોજનાઓ ની અંદર ગરીબ કલ્યાણ મેળો યોજના 2024 માં લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.

Read More: Post Office Monthly Income Scheme: દર મહિને મળશે 9250 રૂપિયા, જાણો પોસ્ટ ઓફિસની આ યોજના વિશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment