રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના 2024: મિત્રો આપણે જે યોજના વિશે આજે વાત કરવા જઈ રહ્યા છે તે યોજના નું નામ છે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના 2024 આ યોજનાને સંકટમોચન સહાય યોજના પણ કહેવામાં આવતી હોય છે. આ યોજના થકી લાભાર્થી કુટુંબને 20 હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવતી હોય છે.
Rashtriy kutumb Sahay Yojana 2024 સંકટ મોચન સહાય યોજના 2024
સંકટ મોચન સહાય યોજના એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી યોજના છે જેના થકી અચાનક આવેલી આવેલી મુશ્કેલી ની અંદર સરકાર દ્વારા સહાય આપવામાં આવતી હોય છે તેના કારણે આ યોજનાનું નામ સંકટ મોચન સહાય યોજના પણ કહે છે.
આ યોજના થકી લાભાર્થીઓને કઈ રીતે લાભ મળે છે અને એ આ યોજનાની અંદર શું શું લાભ મળતો હોય છે તે અંગેની વિગતવાર માહિતી આ લેખની અંદર તમને આપવાના છીએ.
રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના 2024 National family benefit scheme 2024
જે કોઈપણ કુટુંબની અંદર મુખ્ય વ્યક્તિ હોય અને જે કમાવનાર એક જ વ્યક્તિ હોય અને તેમનું આકસ્મિક કે કુદરતી રીતે જો મૃત્યુ થાય છે તો તેવા સમયની અંદર સરકાર દ્વારા આ યોજના થકી તેમના વારસદારને કુટુંબને 20 હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવતી હોય છે.
રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના એ નિયામક સમાજ સુરક્ષા ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ યોજના છે જેને નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ તરીકે પણ ઓળખવામાં આવે છે.
રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનામાં લાભ કોને મળી શકે છે ?
- ગરીબી રેખાની અંદર જેનો 0 થી 20 ના વચ્ચેનો સ્કોર ધરાવતા હોય તેવા કુટુંબના આ યોજનાની અંદર સમાવેશ થતો હોય છે જે ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ધોરણ છે.
- કુટુંબનો મુખ્ય જે કમાવનાર વ્યક્તિ હોય તેમનું મૃત્યુ થયેલું હોય તેવા સંજોગોમાં આ યોજના નો લાભ મળે છે
- જે મુખ્ય કમાનનાર વ્યક્તિની મૃત્યુ થાય તેની ઉંમર 18 વર્ષથી નાનીના હોવી જોઈએ અને 60 વર્ષથી વધુની પણ હોવી જોઈએ નહીં.
- મૃત્યુ પામ્યા ના બે વર્ષની અંદર આ યોજનાની અંદર લાભ મેળવવા માટે અરજી કરી શકો છો
અરજી સાથે જોડવા માટેના જરૂરી દસ્તાવેજ અને લાભ
- મૃત્યુ પામનાર વ્યક્તિનું મરણ પ્રમાણપત્ર
- વ્યક્તિનું મૃત્યુ થયું છે તેનો ઉંમર અંગેનો પુરાવો
- ગરીબી રેખાની યાદીની ઉપર નામ હોવાનો પુરાવો જરૂરી
- રેશનકાર્ડ ની ઝેરોક્ષ
- બેંક ખાતાના પાસબુક ની નકલ
યોજનાની અંદર અરજી કર્યા બાદ પાત્રતા ધરાવતા કુટુંબને રૂપિયા 20,000 ની સહાય એક વખત મળવા પાત્ર રહેશે.
Read More: ગરીબ કલ્યાણ મેળો 2024 માં તમે કેવી રીતે લાભ મેળવી શકો અને ક્યારે યોજાશે તે જાણો
રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનામાં અરજી પ્રક્રિયા
રાષ્ટ્રીય કુટુંબ સહાય ની આ યોજાની અંદર તમે તમારા નજીકના સંબંધિત જિલ્લા કે તાલુકાના જનસેવા કેન્દ્રની અંદર તમે મામલતદાર કચેરી કે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી અરજી કરાવી શકો છો. અથવા તમે ઓનલાઈન અરજી પણ તમારી રીતે કરી શકો છો ઓનલાઇન અરજી કરવા માટેની વેબસાઈટ www.digitalgujarat.gov.in છે.