CRS app registration 2024-25 : CRS એટલે કે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એપ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવી છે, આ એપની મદદથી દેશના નાગરિકો જન્મ અને મૃત્યુ નું સર્ટિફિકેટ ઓનલાઇન જ મેળવી શકશે, ચાલો જાણીએ કે આ એપના કેવી રીતે નોંધણી કરી શકાય અને જન્મ અને મૃત્યુ નું સર્ટિફિકેટ માટે જરૂરી દસ્તાવેજ તેમજ કેટલીક અતિ મહત્વપૂર્ણ બાબતો.
આવી રીતે નોંધણી કરો | CRS app registration 2024-25
- જે નાગરિકો નોંધણી કરવા ઈચ્છે છે તેઓએ https://crsorgi.gov.in/web/index.php/auth/signUp આ લીંક ઓપન કરવાની રહેશે.
- અહી તમને કેટલીક માહિતી પૂછવામાં આવશે જેમ કે નામ, મોબાઈલ નંબર, એડ્રેસ વગેરે વગેરે
- આ માહિતી દાખલ કરી નોંધણી કરી શકો છો.
ક્યાં ક્યાં દસ્તાવેજોની જરૂર પડશે
જન્મની નોંધણી માટે મમ્મી પપ્પાએ નિયત પ્રોફોર્મામાં એક ઘોષણાપત્ર આપવાનું થશે તેમજ કોઈ એક સરનામાનો પુરાવો આપવાનો રહેશે જેમકે ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ, પાન કાર્ડ વગેરે માંથી કોઈ એક.
પરંતુ જો બાળકનો જન્મ દવાખાને થાય છે તો જન્મની જાણકારી આપવાની જવાબદારી કુટુંબની રહેતી નથી પરંતુ આ જવાબદારી સંસ્થાના ડ્યુટી ઈન્ચાર્જને જન્મની જાણકારી સબંધિત રજિસ્ટ્રારને આપવાની રહેશે.
આ વિશે તમને ખાસ જણાવી દઈએ કે જન્મ થયાના 21 દિવસની અંદર જન્મ અંગેની નોંધણી કરવાની રહેશે, જો આ માટે તમે મોડું કરો છો તો તમારી મુશ્કેલી વધી શકે છે.
- જો તમે જન્મ ની નોધણી માટે 21 દિવસથી મોડું કરો છો પણ જન્મના 30 દિવસ પહેલા નોંધણી કરાવવા જાવ છો તો લેટ ફી અને નિયત પ્રોફોર્મામાં માહિતી એટલે કે ફોર્મ 1 આપવું પડશે.
- જો તમે જન્મ ની નોધણી માટે 30 દિવસથી પણ મોડું કરો છો પણ જન્મના એક વર્ષ પહેલા નોંધણી કરાવવા જાવ છો તો ફોર્મ 1, નોન અવેલેબિલિટી સર્ટિફિકેટ એટલે કે ફોર્મ 10, લેટ ફી, એફિડેવિટ અને સંબંધિત સત્તાધિકારીની મંજૂરી સબમિટ કરવાની રહેશે.
- જો જન્મના એક વર્ષ સુધી નોંધણી નથી કરાવતા અને એક વર્ષ પછી નોંધણી કરાવો છો તો ફોર્મ 1, ફોર્મ 10, લેટ ફી, એફિડેવિટ અને વર્ગ એક મેજિસ્ટ્રેટ પાસેથી આદેશ મેળવવાનો રહેશે.
મૃત્યુ સર્ટિફિકેટ માટે
જો પરિવારમાં કોઈ સભ્યનું મૃત્યુ થાય છે તો તે અંગેની જાણકારી 21 દિવસની અંદર આપવાની હોય છે. તે માટે પરિવારના સભ્યોએ ઘોષણાપત્ર, ફોર્મ 2 દ્વારા જાણકારી અને મૃત્યુ પામેલ વ્યક્તિનું રહેઠાણનો પુરાવો રજૂ કરવાનો રહેશે, પરંતુ જો હોસ્પિટલમાં મૃત્યુ થાય તો તેની જવાબદારી ડ્યૂટી ઈન્ચાર્જને આપવાની રહેશે.
સૌથી જરૂરી બાબત એ છે કે મૃત્યુ અંગેની માહિતી 21 દિવસની અંદર આપવાની હોય છે જો મોડું થાય તો…
- જો તમે મરણ ની નોધણી માટે 21 દિવસથી મોડું કરો છો પણ મરણના 30 દિવસ પહેલા નોંધણી કરાવવા જાવ છો તો લેટ ફી અને નિયત પ્રોફોર્મામાં માહિતી એટલે કે ફોર્મ 2 આપવું પડશે.
- જો તમે મરણ ની નોધણી માટે 30 દિવસથી પણ મોડું કરો છો પણ મરણના એક વર્ષ પહેલા નોંધણી કરાવવા જાવ છો તો ફોર્મ 2, નોન અવેલેબિલિટી સર્ટિફિકેટ એટલે કે ફોર્મ 10, લેટ ફી, એફિડેવિટ અને સંબંધિત સત્તાધિકારીની મંજૂરી સબમિટ કરવાની રહેશે.
- જો મરણના એક વર્ષ સુધી નોંધણી નથી કરાવતા અને એક વર્ષ પછી નોંધણી કરાવો છો તો ફોર્મ 2, ફોર્મ 10, લેટ ફી, એફિડેવિટ અને વર્ગ એક મેજિસ્ટ્રેટ પાસેથી આદેશ મેળવવાનો રહેશે.