eligibility criteria for ration card : તમને બધાને ખબર જ હશે કે રેશનકાર્ડના ઉપયોગ થી ઘણી બધી સરકારી યોજનાનો લાભ મેળવી શકાય છે ઉપરાંત રાશન પણ વ્યાજબી ભાવે કે વિનામૂલ્યે મળે છે. તેથી ઘણા નાગરિકો આ રાશન તેમજ યોજનાનો લાભ લેવા માટે ગેર કાયદેસર રાશનકાર્ડ કઢાવી લે છે તેથી સરકારે ફરી રાશન કાર્ડ ધારકોની ફરી ચકાસણી કરવાનું નક્કી કર્યું છે જેથી ફક્ત યોગ્યતા ધરાવતા નાગરિકોને જ રાશનકાર્ડ નો ફાયદા મળે અને બાકીના નાગરિકોને ગેરકાયદેસર રાશનકાર્ડ બનાવવાના માટે સજા, તો ચાલો જાણીએ કે રાશનકાર્ડ ધારક કઈ કઈ યોગ્યતા ધરાવતો હોવો જોઈએ.
રાશન કાર્ડ માટે યોગ્યતા | eligibility criteria for ration card
- જો તમારી પાસે વાહનો જેવા કે કાર, ટ્રેક્ટર જેવા ફોર વ્હીલર વાહનો છે તો તમે રાશન કાર્ડ માટે યોગ્ય નથી.
- જો તમારા ઘરમાં ફ્રીઝ, એસી વગેરે જેવી ભૌતિક સુવિધાઓ છે તો તમે રાશનકાર્ડ માટે યોગ્યતા ધરાવતા નથી.
- જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય અને તમારી વાર્ષિક આવક બે લાખ કે તેથી વધારે છે તો તમે રાશનકાર્ડ માટે લાયકાત ધરાવતા નથી.
- જો તમે શહેરી વિસ્તારના રહેવાસી છો અને તમારી વાર્ષિક આવક ત્રણ લાખ કે તેથી વધારે છે તો તમે રાશન કાર્ડ માટે લાયકાત ધરાવતા નથી.
- જો તમારી પાસે 100 યાર્ડ કરતા વધારે જમીન છે તો પણ તમે રાશન કાર્ડ માટે યોગ્યતા ધરાવતા નથી.
- તમારા પરિવારમાં કોઈ સભ્ય સરકારી નોકરી કરી રહ્યું છે તો તમારો પરિવાર રાશનકાર્ડ માટે યોગ્યતા ધરાવતો નથી.
જો તમે ઉપર મુજબની યોગ્યતા ધરાવતા નથી છતાં તમે રાશન કાર્ડનો લાભ મેળવો છો તો જલ્દી થી તમે તમારું રાશનકાર્ડ સરેન્ડર કરાવી દો કારણ કે આ બાબતે તમને સજા પણ થઈ શકે છે.
આ કાર્યવાહી થઈ શકે છે
હાલ સરકાર રાશનકાર્ડ ધારકોની ફરી ચકાસણી કરી રહી છે જેથી ખબર પડે કે કોણ રાશનકાર્ડ માટે યોગ્યતા ધરાવે છે અને કોણ નહીં, જે લોકો યોગ્યતા નથી ધરાવતા તો પણ રાશનકાર્ડ નો લાભ મેળવે છે તેઓને જેલ પણ થઈ શકે છે અથવા કોઈ કાનૂની સજા પણ થઈ શકે છે.
આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે, જો માહિતી ઉપયોગી લાગી હોય તો આ માહિતી તમારા દરેક રાશનકાર્ડ ધારક મિત્ર ને જરૂર શેર કરજો જેથી તેઓ સમય પહેલા ચેતી જાય અને સજા થી બચી જાય અને આવી જ રીતે કામના સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.