CBSE Board Exam 2024 : આ વર્ષે આવનારી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓને બેસવા ન દેવા માટે શાળાઓના આચાર્ય શ્રી ને સતાવાર રીતે નોટિસ આપવામાં આવી છે, આ નોટીસ વિશે જે વિદ્યાર્થીઓ આ વર્ષે ધોરણ દસ અથવા ધોરણ બારની બોર્ડની પરીક્ષા આપવાના છે તે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ માટે ખાસ છે. તો ચાલો આ નોટીસમાં શું કહેવામાં આવ્યું છે તેના વિશે વિગતવાર વાત કરીએ
નોટીસમાં જણાવેલ માહિતી | CBSE Board Exam 2024
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા જાહેર કરાયેલ સતાવાર જાહેરાતમાં જણાવવામાં આવ્યું કે શાળા માત્ર શિક્ષણ માટેનું કેન્દ્ર નથી, શાળામાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે જેમાં વિદ્યાર્થીઓને માનસિક વિકાસ, ચરિત્ર નિર્માણ, વિવિધતામાં એકતા વગેરે જેવા ગુણોનો પણ વિકાસ થાય છે તેથી વિદ્યાર્થીઓની શાળામાં હાજરી હોવી ખૂબ જ જરૂરી છે.
આ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા નહીં દે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થીની શાળામાં 75% હાજરી હોવી ખૂબ જ જરૂરી છે, જે વિદ્યાર્થીઓની શાળામાં 75% હાજરી નહીં થાય તે વિદ્યાર્થીઓને સીબીએસસીની બોર્ડની પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે, બોર્ડે તમામ શાળાઓને ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની હાજરી અંગે CBSE પરીક્ષા પેટા-નિયમો 13 અને 14નું સખતપણે પાલન કરવાનો આદેશ કર્યો છે.
શાળાઓને સૂચના આપવામાં આવી
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા હાજરી પૂરી ન કરનાર વિદ્યાર્થીઓને અને તેના વાલીઓને સૂચના આપી કે આ માટે તેઓએ યોગ્ય કારણ દર્શાવવા પડશે તેમજ શાળાઓને જણાવ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન કોઈ પણ સમયે અચાનક તપાસ કરશે અને ત્યારે કોઈ વિદ્યાર્થી યોગ્ય કારણ દર્શાવ્યા વગર ગેરહાજર હશે તો એવું માની લેવામાં આવશે કે તે વિદ્યાર્થી નિયમિતપણે શાળાએ હાજર રહેતો નથી.
25% રજા ની છૂટ છે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં બેસવા માટે ફરજિયાત વિદ્યાર્થીની 75% હાજરી હોવી જોઈએ અને બાકીના 25% રજાની છૂટ કોઈ ગંભીર કારણો, મેડિકલ કે રાષ્ટ્રીય કે આંતરાષ્ટ્રીય રમત ગમત કે કાર્યક્રમમાં ભાગ લેનાર માટે આપવામાં આવે છે અને તેના માટે પણ યોગ્ય પુરાવા રજૂ કરવા પડશે.
તો જે પણ વાલીઓના બાળકો CBSE Boardની પરીક્ષા આપવાના છે તેઓ માટે આ ખાસ સમાચાર છે, જો તમારા મિત્ર વર્તુળમાં કોઈ વિદ્યાર્થી CBSE Boardની પરીક્ષા આપવાના છે તો તેઓને આ સમાચાર જરૂર શેર કરજો અને આવી જ રીતે સમયસર કામના સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.