Borsad Nagarpalika Recruitment : આણંદ જિલ્લાની બોરસદ નગરપાલિકા દ્વારા સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, આ ભરતીને લગતી તમામ માહિતી જેમ કે ફોર્મ ભરવા માટેની તારીખ, પોસ્ટનું નામ અને જગ્યાઓ તેમજ શૈક્ષણિક લાયકાત વગેરે જેવી જરૂરી માહિતીની વાત કરવાના છીએ તો આ ભરતીમાં તમે રસ ધરાવો છો તો આ લેખ છેલ્લે સુધી વાંચજો.
બોરસદ નગપાલિકામા ભરતી | Borsad Nagarpalika Recruitment
આણંદ જિલ્લાની બોરસદ નગરપાલિકા દ્વારા સીટી મેજનર (SWM)ની ખાલી જગ્યાભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, આ પદ પર જગ્યાની વાત કરીએ તો ટોટલ એક પદની જગ્યા ભરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોનું ઇન્ટરવ્યુનું આયોજન કરેલું છે.
પગાર ધોરણ
જે પણ ઉમેદવારની આણંદ જિલ્લાની બોરસદ નગરપાલિકામાં સીટી મેજનર (SWM) તરીકે નિમણૂક થાય છે તે ઉમેદવારને મહિને ₹30,000 પગાર આપવામાં આવશે, પરંતુ તમને જણાવી દઈએ કે આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારને કાયમી સરકારી નોકરી નહીં મળે પણ 11 મહિનાના કરાર આધારીત નોકરી મળવાપાત્ર થાય છે.
ઇન્ટરવ્યૂ આપવા માટેની તારીખ
જે ઉમેદવારો આ ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવે છે અને આ સરકારી નોકરી મેળવવા ઈચ્છે છે તેઓએ તારીખ 24/10/2024 ના રોજ સવારે 11:00 વાગે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે હજાર રહેવાનું છે.
શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા
સીટી મેજનર (SWM) ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવેલ છે, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો…
જે ઉમેદવારે સરકાર માન્ય સંસ્થા માંથી B.E/B.Tech- Enviroment, B.E/B.Tech- Civil, M.E/M.Tech Enviroment, M.E/M.Tech Civil કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત ઉમેદવારે ડિગ્રી મળ્યા બાદ એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.
હવે ઉંમર મર્યાદાની વાત કરીએ તો, જે ઉમેદવારની ઉમર 35 વર્ષથી ઓછી હોય તે ઉમેદવાર આ ભરતી માટે લાયક છે.
સાથે લઈ જવાના દસ્તાવેજોની યાદી
જ્યારે ઉમેદવાર ઇન્ટરવ્યૂ માટે હજાર થાય ત્યારે તેઓએ નીચે મુજબના ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે.
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
- શૈક્ષણિક લાયકાતના પુરાવા
- અનુભવ અંગેનો પુરાવો
- આધારકાર્ડ
- ચૂંટણીકાર્ડ
- મોબાઈલ નંબર
- ઇ મેઇલ એડ્રેસ
જો તમારો કોઈ મિત્ર આવી સરકારી નોકરીની શોધમાં હોય તો તેને આ લેખ શેર કરજો તેમજ આવી રીતે નવી નવી સરકારી ભરતીની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.