Atal pension Yojana 2024: આજે સરસ યોજના વિશે વાત કરવાની છે કે જે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે જેની અંદર ભારતના કોઈપણ નાગરિકને 5000 રૂપિયા સુધીનું મહિને પેન્શન મળી શકે છે. 60 વર્ષની ઉંમર પછી જે કોઈપણ આ યોજનાની અંદર જોડાયેલા છે તે નાગરિકને 5000 રૂપિયા સુધીનું પેન્શન મળે છે.
અટલ પેન્શન યોજના 2024
આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જે યોજના થકી તમે કોઈપણ નોકરી સિવાય પણ બચત કરી અને આ પેન્શનની અંદર લાભ મેળવી શકો છો. આ યોજના થકી તમને પેન્શન દ્વારા વૃદ્ધાવસ્થામાં આર્થિક રીતે લાભ મળી રહે છે.
અટલ પેન્શન યોજના ની અંદર કઈ રીતે તમે અરજી કરી શકો છો અને આ યોજનાની અંદર કઈ રીતે લાભ મેળવી શકો છો. યોજના ની અંદર લાભ મેળવવા માટે સુપાત્રતાઓ જરૂરી છે. તે અંગેની માહિતી વિગતવાર આપણે આલેખની અંદર મેળવી.
અટલ પેન્શન યોજના ના લાભો
અટલ પેન્શન યોજના એ એક વૃદ્ધ રસ્તામાં મળતી પેન્શનની સહાય માટેની યોજના છે જેની તમે 18 વર્ષની ઉંમરથી બચત કરેલા પૈસાથી ટેન્શન મેળવી શકો છો.
- વૃદ્ધાવસ્થા દરમિયાન આવકની સલામતી
- આ યોજનાના થકી સ્વૈચ્છિક રીતે નિવૃત્ત સમય માટેનું રોકાણ
- આ અટલ પેન્શન યોજના એ વૃદ્ધિ થઈ રહેલા આજે ભારતીય નાગરિકો છે તેમના માટે સુરક્ષા છત્રી ને સમાન યોજના છે.
- યોજનાથી દેશના ગરીબ નાગરિકો સુધી કાયદો પહોંચી શકે છે.
અટલ પેન્શન યોજના માં અરજી માટેની પાત્રતા
- યોજનામાં અરજી કરવા માટે ભારતીય નાગરિક હોવા જરૂરી.
- અરજદારની ઉંમર 18 થી 40 વર્ષની હોવી જોઈએ.
- બેંક માં ખાતું ખોલેલ હોવું જરૂરી અથવા પોસ્ટ ઓફિસ ની અંદર
- અરજી કરવા માટે તમારે આ પ્રમાણેની પાત્રતાની જરૂર રહેશે.
અટલ પેન્શન યોજનામાં મળવા પાત્ર પેન્શન
આ યોજનાની અંદર વૈકલ્પિક પેન્શન આવે છે જેની અંદર તમને પાંચ પ્રકારના વિકલ્પ આપવામાં આવે છે કે તમે કયા પ્રકારના પેન્શન માટે બચત કરવા માંગો છો. જે પાંચ વિકલ્પ નીચે પ્રમાણેના છે.
- 1000₹
- 2000₹
- 3000₹
- 4000₹
- 5000₹
યોજનાની અંદર આ પાંચ પ્રકારના માસિક પેન્શન પસંદ કરવાના હોય છે. આ પેન્શન માટે તમારે 18 વર્ષની ઉંમરથી લઈ અને તમે તેના માટે ફાળો કરી શકો છો આ ફાળો કુલ ૨૦ વર્ષ તમારે ભરવાનો હોય છે જેની અંદર અલગ અલગ પ્રમાણેના પ્લાન દર્શાવવામાં આવેલા છે જે તમને નીચે પ્રમાણે બતાવેલ છે.
અટલ પેન્શન યોજના માટે પ્રીમિયમ ભરવાનું મોડ
યોજનામાં તમારે પ્રીમિયમ ભરવા માટે અલગ અલગ પ્રકારના મોડ આપવામાં આવે છે. જેના દ્વારા તમે કેટલા સમય માં તમે પ્રીમિયમ ભરવા માંગો છો તે તમારે પસંદ કરવાનો હોય છે. તમે જે પ્રમાણે નક્કી કરશો તે સમય પ્રમાણે તમારા બેંક ખાતાની અંદરથી પૈસા ઓટોમેટિક કપાઈ જશે. ચાર પ્રકારની અંદર તમે આ પ્રીમિયમ સમયે કરી શકો છો જે નીચે દર્શાવેલ છે.
- દર મહિને
- ત્રણ મહિને
- છ મહિને
- વાર્ષિક
અટલ પેન્શન યોજનામાં પેન્શન ક્યારે મળવા પાત્ર થશે
યોજનામાં વ્યક્તિ ની ઉંમર 60 વર્ષ ની થતા સુધીમાં પૈસા ભરવાના હોય છે. ત્યારબાદ વ્યક્તિની ઉંમર 60 વર્ષ પછી દર મહિને પેન્શન બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. વ્યક્તિનું જો 60 વર્ષની પહેલા નિધન થાય છે તો તે યોજનાને તેમના નોમીની ને પૈસા મળવા પાત્ર થશે અથવા તો તે આ યોજનાને ચાલુ પણ રાખી શકે છે તેમના નામથી. અને જો યોજના ત્યાં સુધી જ રાખવા માંગે છે તો તે મને વ્યાજ સહિત તેમની કુલ રકમ મળી જશે.
અટલ પેન્શન યોજના ની અંદર અરજી પ્રક્રિયા
આ યોજનામાં તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપ્લાય કરી શકો છો અરજી કરવા માટે તમારે જે તે બેંકના વેબસાઈટ કે એપ્લિકેશન દ્વારા યોજનામાં અરજી કરી શકો છો. તમારી બેંકની શાખામાં જઈને પણ તમે ત્યાં ફોર્મ ફિલપ કરી અને તેની સાથે આધારકાર્ડ બેંક પાસબુક અને નોમીની નું આધારકાર્ડ ની ઝેરોક્ષ જોડી અને અરજી કરી શકો છો.