Aadhar Card Link With Family : આધાર કાર્ડ ખૂબ જ મહત્વનું દસ્તાવેજ છે, અત્યારે આધારકાર્ડ વગર નાનામાં નાનું કામ પણ મુશ્કેલ બને છે. કોઈ પણ નાનું મોટું કામ હોય તો ઘણીવાર પરિવાર જનોના આધાર કાર્ડની પણ જરૂર પડે છે અને એ માટે આપણે કોલ કરીને ફોટા મંગાવતા હોય છે, પરંતુ હવે તમને જ્યાં પણ તમારા પરિવારના સભ્યોના આધારકાર્ડની જરૂર પડશે તો તે માટે ફોટા મંગાવવાની જરૂર નહીં પડે. ફેમિલીનું આધાર કાર્ડ લિંક કરી સરળતાથી જે તે સભ્યનું આધારકાર્ડ મેળવી શકો છો, તો ચાલો જાણીએ કે આ કેવી રીતે થશે…
Aadhar Card Link With Family
- આ માટે તમારે સૌ પ્રથમ પ્લે સ્ટોર કે એપ સ્ટોર માંથી માય આધાર નામની એપ ડાઉનલોડ કરવાની રહેશે.
- અહી તમારે લોગીન કરવા માટેની જરૂરી વિગતો દાખલ કરી લોગીન કરવાનું છે અને તમારું એકાઉન્ટ બનાવી લેવાનું રહેશે.
- હવે આ એપમાં તમને એડ ફેમિલી મેમ્બરનું ઓપ્શન જોવા મળશે, આ વિકલ્પની મદદથી તમે તમારા ફેમિલી મેમ્બરનું આધારકાર્ડ લિંક કરી શકશો.
- આ એડ ફેમિલી મેમ્બરનું ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે જે પણ સભ્યનું આધાર કાર્ડ લિંક કરવા ઈચ્છો છો તેની વિગતો દાખલ કરવાનું થશે, જેમ કે… આધાર નંબર, નામ, જન્મ તારીખ, તે સભ્ય સાથે તમારો સબંધ વગેરે
- આ વિગતો દાખલ કર્યા બાદ તમારા ફેમિલી મેમ્બરના આધાર કાર્ડ સાથે લિંક નંબરમાં ઓટીપી આવશે.
- આ ઓટીપી દાખલ કરો.
- આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમારા મોબાઈલમાં તમારા ફેમિલી મેમ્બરનું આધાર કાર્ડ લિંક થઈ જશે અને તમે ગમે ત્યારે તેનું આધારકાર્ડ ડાઉનલોડ કરી નકલ પણ કાઢી શકો છો.
શું આ પ્રક્રિયા સુરક્ષિત છે ?
આધારકાર્ડ એક નાજુક દસ્તાવેજ છે એટલે આ સવાલ દરેકના મનમા થાય જ કેમ કે જો કોઈ પણ તમારા મોબાઈલ માંથી આધારકાર્ડની માહિતી લઈ લે તો તેનો દૂર ઉપયોગ કરી શકે છે, પરંતુ તમારે ગભરાવવાની જરૂર નથી કેમ કે તમે આ ડિજિટલ આધાર કાર્ડ પર બાયોમેટ્રિક લોક જેમ કે ફિંગર પ્રિન્ટ અથવા પીન લોક લગાવી શકો છો.
શું ફાયદો થશે ?
ઉપર જણાવેલી રીતથી તમે તમારું અને તમારા પરિવાર સભ્યોના આધાર કાર્ડ ડિજિટલ રીતે તમારા મોબાઈલમાં રાખી શકો છો જેથી તમારે દરેક જગ્યાએ આધારકાર્ડ સાથે લઈને ફરવું પડતું નથી તેમજ કોઈ પણ સ્થતિમા તાત્કાલિક રીતે તમે તમારું આધારકાર્ડ મેળવી શકો છો.
આ ઉપરાંત ક્યારેક ફેમિલીના આધારકાર્ડની જરૂર પડે તો ફોટા મંગાવવાની જરૂર નહીં પડે, તમારા મોબાઈલ દ્વારા જ જે તે ફેમિલી મેમ્બરનું આધારકાર્ડ મેળવી શકશો.
આશા રાખું છું કે તમને આજની આ માહિતી પસંદ આવી હશે અને ઉપયોગી લાગી હશે. જો માહિતી ગમી હોય તો આ લેખ તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો અને તમારા વોટસએપ ગ્રુપમાં પણ આ લેખ શેર કરવા વિનંતી, ધન્યવાદ.