PMKVY 2024: પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના કે જે યોજના થકી સરકાર દ્વારા 8000 રૂપિયા સુધી તમને મળવા પાત્ર થાય છે અને આ યોજનાના થકી તમને એક સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. જે તમને ભવિષ્યની અંદર કામ આવી શકે છે. આ યોજનાના થકી રોજગાર લક્ષી તાલીમું પૂરી પાડવામાં આવતી હોય છે.
Pradhanmantri Kaushal Vikas Yojana 2024
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત જે પ્રકારની તમને તાલીમો આપવામાં આવતી હોય છે તે તાલીમોના માટેનું જે સર્ટીફીકેટ આપવામાં આવે છે તે તમને ઉપયોગી બની શકે છે.
આ પી એમ કે વી વાય યોજનાની અંદર કઈ રીતે ભાગ લઈ શકો છો અને યોજના વિશેની બીજી માહિતી આપણે વિગતવાર આ લેખની અંદર મેળવી.
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 2024
આ યોજનાએ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂઆત કરવામાં આવેલી યોજના છે. જે યોજના થકી અત્યાર સુધીમાં ઘણા બધા તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવેલી છે અને રોજગાર પૂરો પાડવામાં આવેલો છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે તાલીમ આપી અને બેરોજગાર વ્યક્તિઓને રોજગાર પૂરો પડી રહે અને તે અંગેની તાલીમ આપી અને તે અલગ અલગ રોજગાર મેળવી શકે. આ યોજનામાં તાલીમ મેળવવા માટે શું પાત્રતાઓ જરૂરી છે તે નીચે જણાવેલી છે.
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના માટેની પાત્રતા
આ યોજનાની અંગે આપણે વાત કરી તે પ્રમાણે યોજનામાં તમારે લાભ મેળવવા માટે જે બેરોજગાર યુવાનો છે તે લાભ મેળવી શકે છે જેના માટે યુવાન 10 અથવા 12 પાસ કરેલો જોઈએ. આ તાલીમ એ બિલકુલ ફ્રી માં રહેલી છે. યુવાન ઓછામાં ઓછું 10 પાસ હોવો જરૂરી. આ યોજના તમે ઓનલાઈન અને ઓફલાઈન એ બંને રીતે તાલીમ મેળવી શકો છો.
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- અરજદાર નો આધારકાડ
- પાનકાર્ડ
- ઓળખાણ કાર્ડ એટલે કે સરકાર માન્ય ફોટા વાળો કોઈ પણ ઓળખ પત્ર
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- શાળાનું પ્રમાણપત્ર
- બેંક ખાતાની ઝેરોક્ષ
- મોબાઈલ નંબર
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના માટે અરજી
આ યોજનાની અંદર તમારે અરજી કરવા માટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ની ઓફિશિયલ વેબસાઈટ pmkvy official.org પર જઈ અને તમે અરજી કરી શકો છો. આ વેબસાઈટ ઉપર જઈ અને તમે સ્કિલ ઈન્ડિયા માં જઈ અને જરૂરી માહિતી સંપૂર્ણ રીતે ભરી અને યોજના માટે અરજી કરી શકો છો. અરજી કર્યા બાદ તમારા નજીકના પીએમ કેવી વાય સેન્ટર માં જઈ અને તમે તાલીમ મેળવી શકો છો.
પ્રવિણ જી
Very good