Shri Vajpayee Bankable Yojana 2024: શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનામાં મેળવો 8 લાખ સુધીની લોન તે પણ સસ્તા વ્યાજ દરે

WhatsApp Group Join Now

Shri Vajpayee Bankable Yojana 2024: શ્રી વાજપાઈ બેંકેબલ યોજનાએ એક ધિરાણ લોન યોજના છે. આ યોજના ની અંદર આઠ લાખ રૂપિયા સુધીની ધિરાણ અને 40% જેટલી સબસીડી આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ એવો છે કે ગુજરાતના રોજગાર વ્યક્તિઓ છે તેમને સ્વરોજગારી પૂરી પાડવાનો આ યોજનામાં આશરે રહેલો છે તથા આ યોજનાની અંદર અપંગ કે અંધ વ્યક્તિ પણ લાભ લઈ શકે છે.

શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના Shri Vajpayee Bankable Yojana 2024

શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના વિશેની આપણે આ લેખની અંદર સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. આ યોજના ની અંદર લાભ લેવા માટે શું શું પાત્રતાઓ છે, યોજનાની અંદર લાભ લેવા માટે ક્યાં અરજી કરવી, માહિતી આપણે મેળવીશું.

યોજનામાં આપણે વાત કરી તે પ્રમાણે જે કોઈપણ બેરોજગાર વ્યક્તિઓ છે. તે વ્યક્તિઓને ધંધો અને રોજગાર માટે આ યોજના થકી લોન આપવામાં આવે છે.

યોજના માટે લાયકાત અને ઉંમર મર્યાદા

  • માટે તમારી ઉંમર મર્યાદા 18 વર્ષ થી 65 વર્ષની હોવી જરૂરી છે.
  • ઓછામાં ઓછું ધોરણ ચાર પાસ હોવા જોઈએ અથવા 
  • તાલીમનો અનુભવ જેની અંદર વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થાઓ ની અંદર તમારે ત્રણ મહિનાની ઓછામાં ઓછી તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થાઓમાંથી ઓછામાં ઓછી એક માસની તાલીમ અથવા એક વર્ષનો જે ધંધો કરવાનો હોય તે ધંધા ને લગતો અનુભવ અથવા કારીગર હોવા જરૂરી છે.

યોજના થકી કેટલી ધિરાણ મળશે અને કઈ બેન્કોમાં

આ યોજનાની થકી તમને ત્રણ ક્ષેત્રોની અંદર કે જે ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને વેપાર ક્ષેત્રની અંદર મહત્તમ લોન તમને ₹8 લાખ મળવા પાત્ર રહેશે. તથા યોજનાની અંદર નીચે પ્રમાણેની બેંકો નો સમાવેશ થશે.

  • રાષ્ટ્રીય બેંકો
  • સહકારી બેંકો
  • પબ્લિક સહકારી બેંકો
  • ખાનગી બેંકો

સબસીડી ધિરાણની રકમ ઉપર

આ યોજના થકી તમને ધિરાણ મળશે તેની ઉપર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવશે સબસીડી નો દર એ ગ્રામ્ય વિસ્તાર માટે ૨૫ ટકા અને શહેરી વિસ્તાર માટે ૨૦ ટકાનો રહેશે.

તે સિવાય કેટેગરી પ્રમાણે અલગ અલગ સબસીડી પણ મળવા પાત્ર રહે છે જેની અંદર 40% ગ્રામ્ય વિસ્તારની અંદર અને શહેરી વિસ્તારની દ્રષ્ટિ ટકા નીચે પ્રમાણેના કેટેગરી માં મળવા પાત્ર રહેશે

  • અનુસૂચિત જાતિ
  • અનુસૂચિત જનજાતિ
  • માજી સૈનિક
  • મહિલા
  • ૪૦ ટકા કે તેથી વધુ અંધ કે અપંગ

યોજનામાં લાભ માટે અરજી પ્રક્રિયા

આ યોજનાની અંદર તમારે અરજી કરવા માટે તમારા જિલ્લાના જે તે ઉદ્યોગ કેન્દ્રની અંદર તમારે સંપર્ક કરવાનો રહેશે. ત્યાં તમારે સંપર્ક કરી અને ત્યાં ફોર્મ ભરવાનું રહેશે. આ યોજનાની અંદર આ પ્રકારે તમે અરજી કરી શકો છો.

Read More:

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment