ખેડૂતો માટેની સરસ યોજના વિશેની આજે આપણે વાત કરવાના છીએ કે જેની અંદર સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજના ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજનાની અંદર સેન્દ્રીય ખેતીને કરવા માટે અને જે સેન્દ્રીય ખેતી કરતા હોય છે. તેમના માટે ની આ યોજના બહુ જ લાભદાયક છે. સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાના ફોર્મ ભરવાના હાલમાં ચાલુ છે.
સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન 2024
ખેડૂત મિત્રો જે કોઈપણ સેન્દ્રીય ખાતરનો વપરાશ કરતા હોય અને ખેતી કરતા હોય છે તેમના માટે આ યોજના નો લાભ મળવા પાત્ર છે તેના માટે કઈ રીતે અરજી કરવી અને યોજનાની અંદર શું શું લાભ મળવા પાત્ર છે તે અંગેની વાત આપણે આ લેખ ની અંદર કરીશું.
સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજના
આ યોજનાની અંદર અલગ અલગ પ્રકારની ત્રણ યોજનાઓ છે જેની અંદર તમે અરજી કરી શકો છો અને લાભ મેળવી શકો છો. પ્રથમ યોજના કે જેનું નામ છે રેસીડ્યુ ટેસ્ટિંગ જેની અંદર તમે 10,000 સુધીનો નમુનો રેસીડ્યુ ટેસ્ટિંગ માટે લેબોરેટરી ની અંદર આપી શકો છો અને તે ટેસ્ટીંગ એનએબીએલ લેબોટરીમાં કરાવવાનું રહેશે.
- સેન્દ્રીય ખેતી માટે ઇનપુટ સહાય કન્વર્ઝન સમય ની યોજનામાં તમને પ્રતિ હેક્ટર 5000 રૂપિયા મળવાપાત્ર રહેશે જેની અંદર તમે બે હેક્ટરની મર્યાદામાં આ યોજનાનો લાભ મેળવી શકો છો.
- સેન્દ્રીય ખેતી માટે રજીસ્ટ્રેશન ઇન્સ્પેક્શન અને સર્ટિફિકેટના વળતર જેની અંદર તમને ફી ની અંદર સહાય આપવામાં આવે છે જેમાં ફી માં 50% અથવા તો 2000 રૂપિયા પ્રતિ હેક્ટરની મર્યાદા ની અંદર તમને લાભ મળવા પાત્ર રહે છે.
સેન્દ્રીય ખેતી માટેની યોજનાની વિશેષતા
યોજના ની અંદર ત્રણ પ્રકારની યોજના ઉપર પ્રમાણે દર્શાવેલી છે તેની અંદર રાજ્યનો વર્ષનો અમુક અમુક યોજનાઓ પ્રમાણે સંભવિત લક્ષ્યાંક આપેલો છે અને તે લક્ષ્યાંક પ્રમાણે યોજનાની અંદર લાભ મળવા પાત્ર રહેશે તો તમે જો આ યોજનાની અંદર લાભ મેળવવા માંગતા હોય તો તમે અરજી કરી અને લાભ મેળવી શકો છો.
Read More:
- ફાર્મ સુધારણા યોજના 2024: આઈ ખેડુતની આ યોજનામાં ખેડુતોને ફાર્મ માટે મળશે 20000 ની સહાય
- Ration card E KYC: રેશનકાર્ડનું ઈ કેવાયસી સ્ટેટસ મોબાઈલ દ્વારા આ રીતે તપાસો
સેન્દ્રીય ખેતી માટે યોજનામાં અરજી કેવી રીતે કરશો
સેન્દ્રીય ખેતી માટે યોજનાની અંદર અરજી કરવા ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તમે આઈ ખેડુત પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.
ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે આઈ પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરવાની રહેશે. ત્યારબાદ વિવિધ યોજનાઓમાં અરજી કરો પર ક્લિક કરો અને તેની અંદર અન્ય યોજનાઓ પર ક્લિક કરશો એટલે તમારી સામે અલગ અલગ યોજનાઓનો ઓપ્શન આવશે. ત્યાં સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજના પર ક્લિક કરો. ત્યારબાદ સેન્દ્રીય ખેતી ના પ્રોત્સાહન માટેની તમામ યોજનાઓ આવશે તેની અંદર અરજી કરો પર ક્લિક કરો અને તમારી સામે ફોર્મ આવશે તે તમારે સંપૂર્ણ વિગતવાર કરવાનું રહેશે અને અરજી કન્ફર્મ કરી અને અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.