Ganga Swarupa Pension Scheme: મિત્રો આજે ગુજરાત સરકાર દ્વારા જે યોજના કાર્યરત છે કે જેનું નામ છે ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના જે આ યોજના છે ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના ની અંદર મહિલાઓને વાર્ષિક 15000 રૂપિયા જેટલી સહાય આપવામાં આવે છે. મિત્રો આ યોજના વિશેની આપણે અગત્યની માહિતી આ લેખની અંદર જાણીશું. અને આ યોજનાની અંદર કોને કોને લાભ મળવા પાત્ર છે અને આ યોજનામાં કઈ રીતે અરજી કરવી તે વિશે જાણકારી મેળવીએ.
Ganga Swarupa Pension Scheme
ગંગા સ્વરૂપમાં આર્થિક સહાય યોજનાને બીજા નામ કે જે વિધવા સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજના છે તે ગુજરાત સરકારનો મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમના તરફથી આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. તો આ યોજનાના ની અંદર વિધવા મહિલાઓને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે આ યોજના વિશે લાભ મેળવવાની પાત્રતા નીચે પ્રમાણે દર્શાવેલ છે.
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના પાત્રતા
આ યોજનાની અંદર લાભ એવી મહિલાઓ કે જે ગુજરાત રાજ્યની કે જે નિરાધાર વિધવા મહિલાઓ છે તે તમામ મહિલાઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાની અંદર લાભ લેવા માટે મહિલાઓની ઉંમર નક્કી કરવામાં આવેલી છે જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.
- મહિલા ની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જરૂરી છે.
- મહિલા જો ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતી હોય તો તેમના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા એક લાખની 20000 થી વધુ હોવી જોઈએ નહીં.
- જો શહેરી વિસ્તારની અંદર રહેતા હોય તો કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 150000 થી વધુ હોવી જોઈએ નહીં.
- ઉપર દર્શાવેલ વાર્ષિક આવકથી બધું આવક ધરાવતા મહિલાને યોજનામાં લાભ મળવા પાત્ર રહેશે નહીં.
Read More:- માનવ કલ્યાણ યોજના 2024: 3 જુલાઈ થી માનવ કલ્યાણ યોજનામાં અરજી કરી શકાશે, આ રીતે અરજી કરો
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના લાભ
આ યોજન ની અંદર કઈ રીતે આર્થિક સહાય અને લાભ મળે તે મુજબ દર્શાવેલ છે.
- આ યોજનાની અંતર્ગત દર મહિને ₹1250 ની સહાય મહિલાને આપવામાં આવશે.
- વાર્ષિક ₹15,000 સુધીની સહાય આપવામાં આવે છે.
- દર મહિને મહિલાના ખાતાની અંદર 1,250 જમા કરાવવામાં આવશે.
ગંગા સ્વરૂપા સહાય યોજનામાં અરજી અને ડોક્યુમેન્ટ
ગંગા સ્વરૂપમાં સહાય યોજના ની અંદર અરજી ફોર્મ તમારે ઓફલાઈન ભરવાનું રહેશે. મહિલાએ પોતાના ગામમાં જે ગ્રામ પંચાયત આવેલી છે તેમાં જઈ અને વીસીઈ ઓપરેટર જોડેથી ઓફલાઈન ફોર્મ ભરાવી શકે છે અથવા તાલુકા માં મામલતદાર શ્રી ની કચેરીમાં થી પણ ફોર્મ ભરાવી શકે છે. યોજનાની અંદર અરજી કરવા માટે કેટલાક ડોક્યુમેન્ટ ની જરૂર પડશે જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.
- આવક ના દાખલાની નકલ
- રહેઠાણના પુરાવા માટેનું કોઈપણ એક ડોક્યુમેન્ટ
- ઉમરના પુરાવા માટેનું ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ ની નકલ
- રેશનકાર્ડ ની નકલ
- બેંક ખાતાની પાસબુક અથવા તો કેન્સલ ચેક ની નકલ
- પુના લગ્ન નથી કરેલ તે અંગેનું પ્રમાણપત્ર
- પતિના મરણ નો દાખલો
Read More:- મહિલા વૃતિકા યોજના 2024: યોજનામાં તાલીમ લઈ અને મેળવો સહાય
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની અંદર આ પ્રમાણે જરૂરી દસ્તાવેજો થી તમે નજીકના મામલતદાર કચેરી અથવા ગ્રામ પંચાયતમાં અરજી ફોર્મ ભરી શકો છો.