gujarat government holiday list 2025 : રજાઓ કોને પસંદ નથી હોતી, કર્મચારી હોય કે વિદ્યાર્થી દરેક વ્યક્તિ રજાની રાહ જોઈને બેઠા હોય છે. એવામાં ગુજરાત સરકાર દ્વારા જાહેર રાજનું લીસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તેથી જો તમે તમારી ફેમિલી સાથે કોઈ મીની ટ્રીપ પ્લાન કરવાનું વિચારી રહ્યા છો તો નીચે દર્શાવેલા રજાના લીસ્ટ મુજબ પ્લાન કરજો જેથી નોકરી પર કામના દિવસો અથવા તો દીકરા કે દીકરીના ભણવાના દિવસો ના કપાય, તો ચાલો જાણીએ કે 2025 માં ક્યાં કયા દિવસે જાહેર રજા જાહેર થઈ છે.
2025 ની જાહેર રજાઓ | gujarat government holiday list 2025
- 14 જાન્યુઆરી 2025 ના રોજ મકરસંક્રાંતિ નો તહેવાર હોવાથી
- 26 ફેબ્રુઆરી 2025 ના રોજ મહાશિવરાત્રીનો તહેવાર હોવાથી
- 14 માર્ચ 2025 ના રોજ ધુળેટી નો તહેવાર હોવાથી
- 31 માર્ચ 2025 ના રોજ રમજાન ઈદ હોવાથી
- 10 એપ્રિલ 2025 ના રોજ મહાવીર જન્મ કલ્યાણ હોવાથી
- 14 એપ્રિલ 2025 ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી હોવાથી
- 18 એપ્રિલ 2025 ના રોજ ગુડ ફ્રાઇડે ની રજા
- 29 એપ્રિલ 2025 ના રોજ ભગવાન શ્રી પરશુરામ ની જન્મ જયંતી હોવાથી
- 07 જૂન 2025 ના રોજ બકરી ઈદની રજા
- 15 ઓગસ્ટ 2025 ના રોજ સ્વતંત્ર દિવસની રજા
- 16 ઓગસ્ટ 2025 ના રોજ જન્માષ્ટમી હોવાથી રજા
- 27 ઓગસ્ટ 2025 ના રોજ સવંતસરી હોવાથી રજા
- 5 સપ્ટેમ્બર 2025 ના રોજ મહમદ સાહેબનો જન્મદિવસ હોવાથી જાહેર રજા
- 2 ઓક્ટોબર 2025 ના રોજ મહાત્મા ગાંધી નો જન્મ જયંતિ ની જાહેર રજા
- 20 ઓક્ટોબર 2025 ના રોજ દિવાળીની જાહેર રજા
- 22 ઓક્ટોબર 2025 ના રોજ નવા વર્ષની જાહેર રજા
- 23 ઓક્ટોબર 2025 ના રોજ ભાઈ બીજું તહેવારની જાહેર રજા
- 31 ઓક્ટોબર 2025 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી હોવાથી જાહેર રજા
- 5 નવેમ્બર 2025 ના રોજ ગુરુનાનક જયંતિ હોવાથી જાહેર રજા
- 25 ડિસેમ્બર 2025 ના રોજ નાતાલ તહેવારની જાહેર રજા
રવિવાર અને તહેવાર બંને સાથે
- 26 જાન્યુઆરી 2025 ના રોજ પ્રજાસત્તાક દિન અને રવિવાર બંને સાથે હોવાથી પ્રજાસત્તાક દિનની જાહેર રજા નો લાભ નહીં મળે.
- 30 માર્ચ 2025 ના રોજ ચેતીચંદ અને રવિવાર બંને સાથે હોવાથી ચેટીચંદ ની જાહેર રજા નો લાભ નહીં મળે.
- 6 એપ્રિલ 2025 ના રોજ રામનવમી અને રવિવાર બંને સાથે હોવાથી રામનવમી તહેવારની જાહેર રજા નો લાભ નહીં મળે.
- 06 જુલાઈ 2025 ના રોજ આશૂરા અને રવિવાર બંને સાથે હોવાથી આશૂરાની રજા નહીં મળે.
- 9 ઓગસ્ટ 2025 ના રોજ રક્ષાબંધન અને રવિવાર બંને સાથે હોવાથી રક્ષાબંધનની જાહેર રજા નો લાભ નહીં મળે
જો આ પાંચ તહેવારો રવિવાર ન જગ્યાએ કોઈ અન્ય વારમાં આવતા હોત તો લોકો ને વધુ પાંચ રજાનો લાભ મળત.
આ ઉપરાંત મરજિયાત રજાઓની પણ જોગવાઈ હોય છે જેની વિગતવાર માહિતી માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ પીડીએફ માંથી મેળવી શકો છો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા સરકારી કર્મચારી મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રોને આ લેખ જરૂર શેર કરજો જેથી તેઓને પણ 2025 મા આવનારી જાહેર રજા વિશે માહિતી મળે તેમજ આવી રીતે સરકારી સમાચારની સમયસર માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.