Job For 12th Pass Candidates : 12 પાસ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત, લેખિત પરિક્ષા વગર સીધી ભરતી

WhatsApp Group Join Now

Job For 12th Pass Candidates : જે ઉમેદવારો ઓછામાં ઓછું ધોરણ 12 પાસ કરેલ છે અને નોકરીની તલાશમાં છે તો તમારી તલાશ અહીં પૂરી થઈ શકે છે કેમ કે માહી દૂધ ઉત્પાદક સંસ્થા દ્વારા 12 પાસ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જો તમે 12 પાસ પર નોકરી મેળવવા ઈચ્છતા હોય અને એ પણ લેખિત પરીક્ષા વગર જ તો આ તમારા માટે સુવર્ણ તક છે, ચાલો આ ભરતી વિષેની કેટલીક મહત્વપૂર્ણ માહિતી મેળવીએ.

માહી દૂધ ઉત્પાદક સંસ્થા દ્વારા ભરતીની જાહેરાત | Job For 12th Pass Candidates

માહી દૂધ ઉત્પાદક સંસ્થા દ્વારા 12 પાસ ઉમેદવારો માટે કૃત્રિમ બીજદાન કાર્યકર્તાની ખાલી જગ્યા ભરવા માટે ભરતીની જાહેરાત કરી છે, આ ભરતીમાં લેખિત પરિક્ષા લેવામાં નહિ આવે પરંતુ ઉમેદવારની પસંદગી માટે ઇન્ટરવ્યૂ આયોજન કરવામાં આવશે, ઉમેદવારે આપેલ ઇન્ટરવ્યૂના આધારે તેની પસંદગી કરવામાં આવશે.

ઇન્ટરવ્યૂ માટેની તારીખ અને સ્થળ

જે પણ ઉમેદવારો આ ભરતીમાં રસ ધરાવે છે તે ઉમેદવારોને સૌ પ્રથમ ઇન્ટરવ્યૂ આપવા જવા માટેના સ્થળ વિશે જણાવી દઈએ…
એનિમલ ફીડ એન્ડ ન્યુટ્રિશન યુનિટ, માહી દૂધ ઉત્પાદક સંસ્થા, રાજકોટ-જામનગર હાઇવે, ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં, રાજકોટ.

તારીખ 22/10/2024 એ સવારે દસ વાગ્યે ઇન્ટરવ્યૂ માટેના સ્થળ પર જરૂરી દસ્તાવેજ સાથે હજાર થવાનું રહેશે,

શૈક્ષણિક લાયકાત

માહી દૂધ ઉત્પાદક સંસ્થા જાહેર કરાયેલ જાહેરાત મુજબ ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ 12 પાસ હોવો જોઈએ, આ ઉપરાંત ઉંમર વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી તેમજ કેટલી ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે તે વિશે પણ જાહેરાતમાં માહિતી આપેલ નથી.

જરૂરી દસ્તાવેજોની યાદી

  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
  • કૃત્રિમ બીજદાનની તાલીમ લીધેલ હોય તો તેનું સર્ટિફિકેટ
  • અનુભવના સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઇઝના બે ફોટા

ઉપરના તમામ ડોક્યુમેન્ટના અસલ પ્રમાણપત્રો સાથે તેની નકલો પણ સાથે લઈ જવાની રહેશે.

જો આ ભરતી વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે હેલ્પ લાઈન નંબર 8980010087 પર કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો.

જો તમારા મિત્રને આ પ્રકારની નોકરીની જરૂરિયાત હોય તો તેને આ પોસ્ટ જરૂર શેર કરજો તથા તમારા વોટ્સ એપ ગ્રુપમાં પણ આ લેખ શેર કરજો જેથી જરૂરિયાતમંદ ઉમેદવારોને નોકરી મળી રહે અને આવી જ રીતે નવી નવી ભરતી વિષેની સમયસર માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

Read More: HAL Recruitment 2024: કાયમી સરકારી ભરતીની જાહેરાત, છેલ્લી તારીખ પહેલાં આ રીતે ઓનલાઇન અરજી કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment