HAL Recruitment 2024 : હાલ બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે એવામાં મોટા ભાગના યુવાનો જોબની શોધ કરી રહ્યા હોય છે. તો જે ઉમેદવારો નોકરીની શોધ કરી રહ્યા છે તેઓ માટે સારા સમાચાર છે કેમ કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે HAL દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને એ પણ કોઈ પણ પ્રકારની લેખીત પરીક્ષા વગર, તો જો તમે આ ભરતીમાં રસ ધરાવો છો તો આ લેખ છેલ્લે સુધી વાંચજો કેમ કે અહી તમને આ ભરતી વિષેની મહત્વપૂર્ણ જાણકારી મળી જશે.
ટોટલ 44 જગ્યાઓ પર ભરતી | HAL Recruitment 2024
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સંસ્થા દ્વારા અલગ અલગ પદો પર ટોટલ 44 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, ક્યાં પદ પર કેટલી જગ્યાઓ છે તેની માહિતી નીચે પ્રમાણે છે.
- ડીપ્ટી જનરલ મેનેજર માટે એક જગ્યા
- મેનેજર માટે ચાર જગ્યા
- ડીપ્ટી મેનેજર (IMM) માટે આઠ જગ્યા
- ડીપ્ટી મેનેજર (ફાઇનાન્સ) માટે છ જગ્યા
- ફાઇનાન્સ ઓફિસર માટે નવ જગ્યા
- ડીપ્ટી મેનેજર (HR) માટે આઠ જગ્યા
- ડીપ્ટી મેનેજર (PR/મીડિયા કોમ્યુનિકેશન) માટે ત્રણ જગ્યા
- ઓફિસર (PR/મીડિયા કોમ્યુનિકેશન) માટે બે જગ્યા
- ઓફિસર(CS) માટે એક જગ્યા
- ફાયર ઓફિસર માટે બે જગ્યા
ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ અને અરજી ફી
જે ઉમેદવારો આ ભરતીમાં રસ ધરાવે છે અને આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છે છે તે ઉમેદવારોએ 30/10/2024 સુધીમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સતાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકશે.
જનરલ કેટેગરીના ઉમેદવારને ફોર્મ ભરવા માટે અરજી ફી તરીકે ₹500 ભરવા પડશે જ્યારે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને ફોર્મ ભરવા માટે કોઈ પણ પ્રકારની અરજી ફી ભરાવાની રહેતી નથી
પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ
આ ભરતીમાં યોગ્ય લાયકાત ધરાવતા અને અરજી કરનાર ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને આ ઇન્ટરવ્યૂના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
હવે પગાર ધોરણની વાત કરીએ તો અલગ અલગ પદ માટે અલગ અલગ પગાર ધોરણ છે, ટૂંકમાં પસંદગી પામનાર ઉમેદવારને રૂપિયા 40,000 થી રૂપિયા 1,20,000 સુધીનો પગાર આપવામાં આવશે.
ઉમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત
કોઈ પણ સરકારી ભરતીમાં નોકરી મેળવવા માટે ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાતની લાયકાત નક્કી હોય છે તો ચાલો તેના વિશે પણ માહિતી મેળવી લઈએ.
જે પણ ઉમેદવારની ઉંમર 30 વર્ષથી 47 વર્ષ સુધીની છે તે ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે, હવે શૈક્ષણીક લાયકાત દરેક પદ માટે અલગ અલગ છે તેથી તે વિશેની માહિતી સતાવાર જાહેરાત માંથી મેળવી શકો. સતાવાર જાહેરાત હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સતાવાર વેબસાઈટ પરથી મળી જશે.
આવી જ રીતે સમયસર સરકારી ભરતીની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો અને જો કોઈ તમારો મિત્ર સરકારી નોકરીની તૈયારી કરી રહ્યો છે તો તેને આ ભરતી વિષેની માહિતી આપવા માટે આ લેખ તેને જરૂર શેર કરજો, ધન્યવાદ.