Vidhyasahayak bharati 2024: હાલ ગુજરાતના શિક્ષણ વિભાગમાં પૂરા જોશમાં શિક્ષકોની ભરતીની કામગીરી ચાલી રહી છે, જો તમે શિક્ષણ જગતની માહિતી સાથે જોડાયેલો છો તો તમે ખબર જ હશે કે હાલ શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા શરૂ છે, ચાલો તો હાલ ચાલુ શિક્ષકોની કેટલીક મહત્વપૂર્ણ માહિતી વિશે વાત કરીએ…
ક્રમિક ભરતી થશે કે નહીં ?
હાલ ચાલુ શિક્ષક ભરતી સાથે જોડાયેલા ઉમેદવારોના મનમાં એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે ક્રમિક ભરતી થશે કે નહીં ? ઉમેદવારોના મનમાં આ પ્રશ્ન એટલે સતાવી રહ્યો છે કારણ કે જો ક્રમિક ભરતી નહીં થાય તો વિદ્યાસહાયકમાં મેરીટ ખૂબ ઊંચું રહી શકે છે અને નીચું કે માધ્યમ મેરીટ ધરાવતા ઉમેદવારોને આ ભરતીનો લાભ નહીં મળી શકે ઉપરાંત વળી શિક્ષકની ભરતી પણ ભાગ્યેજ જોવા મળે છે.
ક્રમિક ભરતીમાં આવતી અડચણો
શિક્ષક ભરતીની ક્રમિક ભરતીની સૌથી મોટી અડચણ હાઈ કોર્ટમાં દાખલ થતી પિટિશન છે. મળતી માહિતી મુજબ આ ભરતીના અલગ અલગ ગ્રુપના ઉમેદવારો અલગ અલગ પિટીશનો દાખલ કરી રહ્યા છે, જેમાં હાલ ત્રણ પિટીશનો એક્ટિવ છે.
- શિક્ષણ સહાયકની ભરતીમાં 70:30 નો રેશિયો માટે પિટીશન
- શિક્ષણ સહાયકની ભરતીમાં 2018-19 માં પાસ કરેલ ઉમેદવારોને સામેલ બાબત પિટીશન
- શિક્ષણ સહાયકની ભરતીમાં પાસિંગ માર્ક માટે અનામત માટે પિટિશન
તમને જણાવી દઈએ કે મળતી માહિતી મુજબ શિક્ષણ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો શિક્ષણ સહાયકની ભરતી અટકી જશે તો આગળની વિદ્યાસહાયકની ભરતી ચાલુ જ રહેશે, આ વાત થી ઉમેદવારો ભયમાં છે કે જો પિટીશન પર પિટીશન કરવામાં આવશે તો શિક્ષણ સહાયકની ભરતી અટકી શકે છે અને ક્રમિક ભરતી થવાની સંભાવનાઓ નહિવત થઇ જશે.
વિદ્યાસહાયકો માટે દિવાળી ભેટ | Vidhyasahayak bharati 2024-2025
ગુજરાત સરકાર દ્વારા વિદ્યાસહાયકોને દિવાળી ભેટ સ્વરુપ આધારે 13800 જેટલા વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત તારીખ 01/11/2024 ના રોજ કરવામાં આવશે તેવું એક પરિપત્ર અને સોશ્યલ મીડિયા દ્વારા જાણ કરવામાં આવ્યું છે.
આ 13800 જગ્યામાં ધોરણ 1 થી 5 ના શિક્ષકો માટે આશરે આશરે 6,800 જગ્યાઓ અને ધોરણ 6 થી 8 ના શિક્ષકો માટે આશરે 7600 જગ્યાઓ માટે શિક્ષકોની ભરતી થશે, આ જગ્યાઓમાં ગુજરાતી સાથે અન્ય માધ્યમની જગ્યાઓ પણ સામેલ છે.
જિલ્લા ફેરબદલી કેમ્પ
આ સાથે જે લોકો હાલ વિદ્યાસહાયકની ફરજ બજાવી રહ્યા છે તેઓની માંગ હતી કે વિદ્યાસહાયકની ભરતી પહેલા તેઓની જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં આવે તો આ માંગ માટે સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે વિદ્યાસહાયકની ભરતી અને જિલ્લા ફેરબદલી કેમ્પ બંને સાથે સમાંતર ચાલશે અને પહેલા જિલ્લા ફેરબદલી કર્યા બાદ નવા વિદ્યાસહાયકોને નિમણૂક આપવામાં આવશે.
આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે, આ માહિતી શિક્ષણ જગત સાથે જોડાયેલા દરેક ઉમેદવાર કે કર્મચારીઓને શેર કરવા વિનંતી, જેથી વધુમાં વધુ લોકો આ માહિતીથી માહિતગાર થાય, ધન્યવાદ.