શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક યોજના: ધોરણ 11 અને 12 ના વિધાર્થીઓને ટ્યુશન માટે મળશે 12000 ની સહાય

WhatsApp Group Join Now

શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક યોજના: મિત્રો આજે આપણે વિદ્યાર્થી મિત્રો માટે સરસ મજાની યોજના વિશે વાત કરવાના છીએ તો જે ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ છે તેમના માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા વિધાર્થીઓ માટે સહાય યોજના કે જે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક યોજના છે. આ યોજનાની અંદર ધોરણ 11 અને 12 ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમના ટ્યુશન માટે રૂપિયા 12000 સુધીની સહાય આપવામાં આવે છે. જેના લીધે ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે મળી રહે. તો આ યોજના વિશે આપણે સવિસ્તાર ચર્ચા આ લેખની અંદર કરીશું.

શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક યોજના

અત્યારે જે કોઈ પણ વિદ્યાર્થીઓ સ્કૂલની અંદર જઈ અને ફરતા હોય છે તે વિદ્યાર્થીઓ તેના સિવાય અલગ ટ્યુશન રાખતા હોય છે કારણ કે અત્યારે કોમ્પિટિશન વધવાના કારણે વિદ્યાર્થીઓ સ્કૂલો સિવાય અલગથી પણ ટ્યુશન લેતા હોય છે અને સારી રીતે અભ્યાસક્રમને પૂર્ણ કરતા હોય છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા જે ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ છે તેમના માટે આ યોજના બહાર પાડવામાં આવેલી છે જેના કારણે વિદ્યાર્થીઓ સારી રીતે ટ્યુશન મેળવી શકે આ યોજનાની અંદર અત્યારે અરજીઓ ઓનલાઈન બરાબર ચાલુ છે. જે યોજના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવેલી છે.

શિક્ષણ ગુણવત્તા પોશાક સહાય યોજના નો લાભ કોણ મેળવી શકે છે

આ યોજનાની અંદર અનુસૂચિત જાતિના સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ સિવાયના અભ્યાસક્રમમાં ધોરણ 11 અને ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ પાસે શિક્ષણ ગુણવત્તા સહાય યોજના હેઠળ ઓનલાઈન અરજીઓ કરી અને સહાય આપવામાં આવશે. તો આ રીતે ધોરણ 11 અને 12 માં જે વિના પ્રવાહની અંદર નથી તે અનુસૂચિત જાતિના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને આ યોજનાની અંદર લાભ મળશે.

Read : પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળશે હવે હેક્ટર દીઠ ₹20,000 રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે નવી યોજના

અગત્યની તારીખો

શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહન યોજનાની અંદર અરજી કરવાનો ચાલુ થઈ ગયું છે ઈ સમાજ કલ્યાણના પોર્ટલની અંદર તમે ઓનલાઈન અરજી કરી શકો છો અરજી કરવાની તારીખ 05/07/2024 થી 31/08/2024 સુધીની અંદર તમે અરજી કરી શકો છો. તો તમારે ઓગસ્ટ મહિનાની 31 તારીખ સુધીની અંદર આ યોજનાની અંદર ફોર્મ ભરવાના રહેશે.

શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક યોજનાની શરતો

આ યોજના એ 2024 ને વર્ષમાં જે ધોરણ 10 ની અંદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડની પરીક્ષાની અંદર જે પ્રથમ વખતે જ પાસ થઈ ગયેલા વિદ્યાર્થીઓ છે જે અનુસૂચિત જાતિના અને સામાન્ય પ્રવાહ સિવાયના વિદ્યાર્થીઓ માટે છે.

ઉપર બતાવેલ માહિતી અનુસાર જે કોઈપણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ અનુસુચિત જાતિના હશે અને ધોરણ 10 ની અંદર પ્રથમ વખતે પાસ થયેલ છે તેમને જ આ યોજના ની અંદર લાભ મળશે.

આ યોજનાની અંદર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે જે ઈ સમાજ કલ્યાણ ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ અને ઉપર દર્શાવેલા તારીખ પહેલા અરજી કરવાની રહેશે. મિત્રો જે પણ યોજનાની અંદર અરજી કરવા માંગતા હોય તે કરી શકે છે અને કોઈપણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ ની અંદર જણાવી શકે છે અને એક સારો લાગ્યો હોય તો મિત્રો સાથે અને પરિવારજનો સાથે શેર કરવા વિનંતી.

Read More: રેશનકાર્ડની સેવાઓ રહેશે બંધ, જાણો કેટલા દિવસ રેશનકાર્ડ ની સબંધિત સેવાઓ બંધ રહેશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment