Tadpatri Sahay Yojana 2024: ખેડૂતો માટે સરસ યોજના બહાર પાડવામાં આવેલી છે કે જે યોજના નું નામ છે. તાડપત્રી સહાય યોજના કે જેની અંદર ખેડૂતોને રૂપિયા 1875 ની સહાય મળવા પાત્ર છે, તાડપત્રીના બે નંગ સુધીની ખરીદી ખાતા દિન ખેડૂત કરી શકે છે.
તો તાડપત્રી સહાય યોજના અંગેની આપણે કઈ રીતે અરજી કરવી અને અરજી કરવા માટે શું લાયકાત અને ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તે વિશે વિગતવાર ચર્ચા આપણે આ લેખની અંદર કરીશું.
તાડપત્રી સહાય યોજના 2024 Tadpatri Sahay Yojana 2024
મિત્રો ઉપર આપણે વાત કરી તે પ્રમાણે વધુમાં વધુ 1875 રૂપિયા સુધીની સહાય ખેડૂતોને ખાતા દીઠ આપવામાં આવે છે અનુસૂચિત જાતિ અને સામાન્ય ખેડૂતો માટે અલગ અલગ સહાયનો દર રાખવામાં આવેલો છે જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.
સામાન્ય ખેડૂત: સામાન્ય ખેડૂતોને જે તાડપત્રીની ખરીદી કરવામાં આવશે તેની કિંમતની 50% અથવા 1250 રૂપિયા જે બંનેમાંથી ઓછું હશે તે ખેડૂતને સહાયરૂપે મળવા પાત્ર થશે.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો: આ પ્રકારના ખેડૂતો માટે તાડપત્રીની જે કિંમત રહેલી છે ખરીદ તેના ઉપર 75% સુધી સહાય આપવામાં આવશે ૭૫ ટકા અથવા રૂપિયા 1875 જે બંનેમાંથી ઓછું હોય છે તે ખેડૂતને મળવા પાત્ર થાય છે.
તાડપત્રી યોજના ની અગત્યની તારીખો
યોજનાની અંદર અરજી કરવાની શરૂઆત 21 સપ્ટેમ્બર 2024 થી કરી દેવામાં આવેલી છે જે અલગ અલગ જિલ્લાઓમાં 21 સપ્ટેમ્બર થી 24 સપ્ટેમ્બર સુધી અરજીઓ ખુલ્લી મુકવામાં આવશે. તો તમે વહેલા તે પહેલાના ધોરણમાં અરજી કરી અને યોજનાનો લાભ મેળવી શકો છો આ યોજનાની અંદર અરજી ફોર્મ 30 સપ્ટેમ્બર 2024 સુધી ચાલુ રહેશે.
તાડપત્રી સહાય યોજના પાત્રતા
- ગુજરાતનો કોઈપણ ખેડૂત આ યોજનાનો લાભ મેળવી શકે છે.
- અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે 75% ની સહાય અને સામાન્ય ખેડૂત માટે 50% ની સહાય આપવામાં આવશે
- ત્રણ વર્ષ પછી તમે યોજનાનો ફરી લાભ મેળવી શકો છો
- યોજનામાં અરજી કર્યા બાદ ખેડૂતે અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે
- યોજનામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે
તાડપત્રી સહાય યોજનામાં અરજી કેવી રીતે કરશો?
તાડપત્રી સહાય યોજના ની અંદર તમારે લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહે છે. ઓનલાઇન અરજી તમારે આઈ ખેડુત પોર્ટલ ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને અરજી ફોર્મ ભરવાનું રહેશે. ખેતીવાડી વિભાગની અંદર તાડપત્રી સહાય યોજના મા તમે ઓનલાઇન અરજી ફોર્મ ભર્યા બાદ તેને કન્ફર્મ કરો.
ખેડુત મિત્રો હાલમાં આ યોજના ફોર્મ ભરવાનું ચાલુ નથી પરંતુ જ્યારે પણ આ યોજનામાં ફોર્મ ભરવાનું ચાલુ થશે ત્યારે અમે અહીં તમામ અપડેટ તમારી સાથે સેર કરીશું.
આ યોજના પણ જુઓ:- PVC Pipe Line Subsidy: ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે રૂપિયા 22,500 સુધીની સહાય આપવામાં આવશે.