સરગવાની ખેતી માટે સહાય યોજના: ખેડુત મિત્રો માટે એક સરસ મજાની યોજના વિશે આપણે આજે વાત કરવાના છીએ કે જેની અંદર સરગવાની ખેતી કરવા માટે સરકાર દ્વારા ખેડૂતોને 12500 રૂપિયા જેટલી સહાય આપવામાં આવી રહી છે. અને આ યોજનાની અંદર હાલમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે જે કોઈપણ ખેડૂત મિત્રો આ યોજનાની પાત્રતા ધરાવતા હોય અને યોજનાની અંદર લાભ લેવા માંગતા હોય તે આ યોજનાની અંદર ફોર્મ ભરી અને તે લાભ મેળવી શકે છે. તો આપણે આ પોસ્ટની અંદર આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીશું અને પાત્રતા વિશે જાણીશું.
સરગવાની ખેતી માટે સહાય યોજના
ખેડૂત મિત્રો આ યોજનાની અરજી કરી અને લાભ મેળવી શકે છે આ યોજનાનું નામ છે સરગવાની ખેતી માટે સહાય જેની અંદર કેટેગરી વાઈઝ ખેડૂતોને સહાય આપવામાં આવે છે અને આ યોજનાની અંદર ખેડૂતોને 75% સુધીની સહાય આપવામાં આવતી હોય છે.
જેની અંદર સરગવાની ખેતી માટે પ્લાન્ટિંગ મટીરીયલ યુનિટ કોસ્ટ નક્કી કરી અને તેની અંદર આ સહાય આપવામાં આવે છે તો આ ખેતી કરવા માટે જે ખેડૂતો ઉત્સુક હોય તેમના માટે આ બહુ જ સારો તક છે અને તે ખેતી માટે મેળવી શકાય છે.
સરગવાની ખેતી કરતાં ખેડુતોને મળતી સહાય
સરગવાની ખેતી માટે જે તેનો પ્લાનિંગ મટીરીયલ હોય છે તેને આ યોજનાની અંદર યુનિટ કોસ્ટ રૂપિયા 8000 અત્યારે રાખવામાં આવેલી છે તેને અનુરૂપે આ સહાયની અંદર ખર્ચના 75% મુજબ મહત્તમ રૂપિયા 6000 પ્રતિ હેક્ટર મર્યાદા ની અંદર આ સહાય આપવામાં આવે છે.
ખેતીમાં થતા વાવેતરના ખર્ચ માટે ની યુનિટ કોસ્ટને રૂપિયા 17000 હેક્ટર દીઠ રાખવામાં આવેલ છે. જેની અંદર પણ 75% મુજેબ 12,750 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે જે 1 હેક્ટરની મર્યાદા ની અંદર આજીવન એક જ વારંવાર આપવામાં આવે છે.
સરગવાની ખેતીની સહાયમાં જરૂરી ડોક્યુમેન્ટ
- જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો રજૂ કરવાનો રહેશે
- શિક્ષણ અધિકારીશ્રીનું દિવ્યાંગ અન્યનું પ્રમાણપત્ર એ પણ લાગુ પડતું હોય તો
- આધાર કાર્ડ ની નકલ
- જમીનના વિગત સાતબાર અને આઠ અના ઉતારા
- બેંક પાસબુક ની પ્રથમ પાનાની ઝેરોક્ષ
- વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ
- સંમતિ પત્રક
ઉપર પ્રમાણે દર્શાવેલા ડોક્યુમેન્ટ એ તમારે સરગવાની ખેતીની સહાય માં અરજી કરવા માટે જરૂર પડશે.
સરગવાની ખેતીની સહાયમાં અરજી કેવી રીતે કરવી?
આ યોજનાની અંદર તમારે અરજી કરવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ ઓનલાઈન ફોર્મ ભરવાના 16 જુલાઈ 2024 ના રોજ થી ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 ઓગસ્ટ 2024 છે તો ત્યાં સુધીની અંદર તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાના રહેશે
ખેડુત મિત્રો, ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે આઈ ખેડુત પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને બગાયતની યોજનાઓમાં આ સરગવાની ખેતી માટે સહાય યોજના પર જઈ અને તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે યોજનાની સંપૂર્ણ માહિતી આવી જશે અને તેની અંદર અરજી કરવા ના વિકલ્પ પસંદ કરી અને તમારે અરજી કરવાની રહેશે.
સરગવાની ખેતી માટે સહાય યોજનામાં અરજી કર્યા બાદ તમારે તેની પ્રિન્ટ આઉટ નીકાળી લેવાની રહેશે જો પ્રિન્ટ આઉટમાં જણાવેલું હોય તો તમારે જે તે અરજીની અંદર જરૂરી દસ્તાવેજો જોડી અને સંબધીત કચેરી ખાતે રજૂ કરવાના રહેશે.