SBI Stree Shakti Yojana 2024: SBI બેંક મહિલાઓને આપી રહી છે 25 લાખ સુધીની લોન, જાણો અરજીની રીત

WhatsApp Group Join Now

SBI Stree Shakti Yojana 2024: ભારતની અંદર મહિલાઓ જો તેમનો ખુદનો રોજગાર કરવા માંગે છે પણ તેમની પાસે પૈસાનો અભાવ છે અને રોકાણ નથી તો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એમની મદદ કરી રહ્યું છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સ્ત્રી શક્તિ યોજના બહાર પાડવામાં આવેલી છે અને તેના ઉપર કામ થઈ રહ્યું છે. આ યોજનાના માધ્યમથી મહિલાઓ બહુ જ ઓછા વ્યાજ દર ની ઉપર લોન મેળવી શકે છે. આ લોન નો ઉપયોગ મહિલાઓ તેમના પોતાના રોજગાર શરૂ કરવા માટે તેનો ઉપયોગ કરી શકે છે આ યોજનાના માધ્યમથી મહિલાઓ રૂપિયા 25 લાખ સુધી લોન મેળવી શકે છે અને એ પણ બહુ જ ઓછા વ્યાજ દર થી. તો મિત્રો આ યોજના વિશે આપણે વધુ જાણીએ અને કઈ રીતે લાભ લઈ શકે તે વિશે ચર્ચા કરીએ.

SBI Stree Shakti Yojana 2024

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શ્રી શક્તિ યોજના ચલાવવામાં આવી રહી છે કે જેની અંદર મહિલાઓ રૂપિયા 25 લાખ સુધીની લોન ઓછા વ્યાજ દરે મેળવી શકે છે. આલોને તમે કયા પ્રકારનો રોજગાર બિઝનેસ કરવા માંગો છો અને તમે કઈ કેટેગરીમાંથી આવો છો તેના આધારે લોનની રાશિ નક્કી કરવામાં આવે છે અને અલગ અલગ વ્યાજદર પ્રમાણે મળે છે. જો તમે સ્ત્રી શક્તિ યોજનાના અંતર્ગત પાંચ લાખ રૂપિયા સુધીની લોન મેળવવા માંગો છો તો કોઈપણ પ્રકારનો વ્યાજ દર આપવાનો રહેશે નહીં. અને જો તમે તેનાથી મોટો રકમો ની લોન લેવા માંગતા હો તો તમને બહુ જ ઓછા વ્યાજ દરની ઉપર લોન મળશે પરંતુ તેના માટે તમારે કાંઈક ગેરંટી અથવા તો લેટર આપવાનું રહેશે.

સ્ત્રી શક્તિ યોજનાના લાભ

આ યોજનાના માધ્યમથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા મહિલાઓને લોન આપે છે અને તેનો ઉપયોગ બિઝનેસ શરૂ કરવા માટે કરવાનો રહેશે.

  • યોજના ની અંદર લોનની રકમ ઉપરનું વ્યાજ દર બહુ જ ઓછું રહેશે.
  • આ યોજનાની હેઠળ જો તમે પાંચ લાખ સુધીની લોન લો છો તો તેની અંદર તમારે કોઈપણ પ્રકારની ગેરંટી કે લેટર આપવાનું રહેશે નહીં.
  • યોજનાની અંતર્ગત 25 લાખ રૂપિયા સુધીની મહત્તમ રકમ તમે મેળવી શકો છો.
  • આ યોજનાની અંતર્ગત વ્યાજ દર એ 4% ની આસપાસ રાખેલો છે.
  • જો તમારી કંપની માઈક્રો સ્મોલ કે મીડીયમ એન્ટરપ્રાઇઝમાં રજીસ્ટ્રેશન હશે તો તમે 50,000 થી લઈ અને 25 લાખ રૂપિયા સુધીની લોન નો લાભ મેળવી શકો છો.

સ્ત્રી શક્તિ યોજના માટે જરૂરી દસ્તાવેજો

સ્ત્રી શક્તિ યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજો ની જરૂર પડશે જે નીચે પ્રમાણે દર્શાવેલા છે

  • યોજના ની અરજી માટેનું ફોર્મ
  • આધારકાર્ડ
  • પાછળના બે વર્ષોની itr
  • રહેઠાણ નું પ્રમાણપત્ર
  • ઓળખાણ કાર્ડ
  • કંપનીના માલિકનું પ્રમાણપત્ર
  • ઉંમરનું પ્રમાણપત્ર
  • બેંકનું સ્ટેટમેન્ટ
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઈઝ ના ફોટો
  • બિઝનેસનો પ્લાન
  • લાભ અને નુકસાન નો વિવરણ

Read More:-Cattle shed Sahay Yojana 2024: પશુઓ માટે કેટલ શેડ બનાવવા માટે 30000 સહાય મેળવો

સ્ત્રી શક્તિ યોજના માટેની પાત્રતા

  • આ યોજનાનો લાભ માત્રા મહિલાઓને જ મળવા પાત્ર છે.
  • યોજના નો લાભ મેળવવા માટે મહિલાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે.
  • યોજના ના અંતર્ગત ભારતની મહિલા જ અરજી કરી શકે છે.
  • જે કોઈપણ કંપનીની અંદર મહિલાને પાર્ટનરશીપ હોય તે 50% કે તેથી વધુ હોવી જરૂરી છે.
  • સર્વિસ સેક્ટર ની અંદર આ યોજનાના અંતર્ગત લોન મેળવી શકાય છે.

સ્ત્રી શક્તિ યોજના માટે આ રીતે અરજી કરો

આ યોજનાની અંદર તમારે અરજી કરવી હોય તો નીચે પ્રમાણે દર્શાવેલ માહિતી પ્રમાણે તમે અરજી કરી શકો છો.

  • આ યોજનાની અંદર લોન માત્ર state bank of india જ આપે છે તેના માટે તમારે સૌ પ્રથમ નજીકની બ્રાન્ચમાં જવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે ત્યાંથી આ યોજના માટેનું અરજી ફોર્મ મેળવી લેવાનું છે અને તેના અંદર માંગેલી માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ તમારે જરૂરી દસ્તાવેજો ને ઝેરોક્ષ કોપી ફોર્મની સાથે જોડાણ કરવાની રહેશે.
  • તેના પછી તમારે અરજી ફોર્મ એ બેન્ક અધિકારીની પાસે જમા કરાવી દેવાનું રહેશે
  • બેંક અધિકારીએ તમારા અરજી ફોર્મ ની તપાસ કરશે અને ત્યારબાદ 24 થી 48 કલાકની અંદર તમારી લોન અપરુવ થઈ જશે.

Read More:- પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના: હવે સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓને 11000 રૂપિયા ની સહાય આપવામાં આવશે

તો આ રીતે મહિલાઓ સ્ત્રી શક્તિ યોજનાની હેઠળ રોજગાર માટે લોન મેળવી શકે છે જો તમે પણ આયોજન નો લાભ લેવા માગતા હું તો ઉપર આપેલી માહિતી અનુસાર તમે લાભ મેળવી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment