SBI Credit Card New Rules : સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ક્રેડિટ કાર્ડ ને લઈને કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, આમાંથી અમુક નિયમો એક ડિસેમ્બરથી લાગુ થશે જ્યારે અમુક નિયમ એક નવેમ્બરથી જ લાગુ થઈ જશે. તો જો તમે sbi ક્રેડિટ કાર્ડ નો ઉપયોગ કરો છો તો તમારા માટે આ સમાચાર મહત્વના છે, તો ચાલો આ વિશે વિગતવાર વાત કરીએ.
સૌ પ્રથમ એક નવેમ્બર થી લાગુ થનારા નિયમ વિશે જણાવી દઈએ.
એક નવેમ્બર થી આ નિયમ લાગુ થશે | SBI Credit Card New Rules
- સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પહેલા જ જાહેરાત કરી ગ્રાહકોને જાણ કરવામાં આવી હતી કે જેઓ ક્રેડિટ કાર્ડ ન ઉપયોગ કરી લાઈટ બિલ, પાણી, ગેસ વગેરે જેવા યુટીલીટી બિલ ચૂકવે છે અને પેમેન્ટનો કુલ રકમ એક સ્ટેટમેન્ટ સાયકલમાં ₹50,000 થી વધુ થાય છે, તો તેના પર 1% વધારાનો ચાર્જ લાગશે.
- અહી નોંધવા જેવી બાબત છે કે જો આ રકમ ₹50,000 કરતા ઓછી હશે તો તેના પર કોઈ વધારાનો ચાર્જ નહીં લાગે.
- જે લોકો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું અનસિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ વાપરે છે તેઓ માટે આ નિયમ છે, જો તમે સમયસર પૂરેપૂરું પેમેન્ટ નહીં કરો તો બાકી બેલેન્સ પર 3.75% દરે ફાયનાન્સ ચાર્જ લાગશે જ્યારે જે લોકો ડિફેન્સ પ્રકારના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે તેઓ માટે આ ચાર્જ નથી.
આમ એક નવેમ્બરથી યુટીલીટી બિલ અને અનસિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ પર ઉપરના બે નિયમો લાગુ થશે. ચાલો હવે એક ડિસેમ્બરથી લાગુ થનારા નિયમ વિશે વાત કરીએ.
એક ડિસેમ્બરે લાગુ થશે આ નિયમ
- પેલી ડિસેમ્બરથી લાગુ થનારા નિયમ વિશે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એ કહ્યું કે 1/12/2024 થી એસબીઆઈના 48 જેટલા ક્રેડિટ કાર્ડ પર ગેમિંગ અને મર્ચન્ટ ટ્રાન્જેક્શન પર હવે કોઈ રીવર્ડ પોઈન્ટ નહીં મળે.
આમ એક ડિસેમ્બરે અને પેલી નવેમ્બરથી ક્રેડિટ કાર્ડ પર લાગૂ થનાર નિયમની માહિતી છે. જો તમેં આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે આ મહત્વનો નિયમ છે, જો તમારા મિત્રો પણ state bank of india ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે તો તેઓ ને પણ આ લેખ જરૂર શેર કરજો.
આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે, જો માહિતી પસંદ આવી હોય અને આવા જ કામના સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.