સનેડો ટ્રેક્ટર સહાય યોજના: આ સાધનની ખરીદી કરવા ઉપર તમને રૂપિયા 25,000 ની સહાય મળવા પાત્ર રહેશે

WhatsApp Group Join Now

રાજ્યના ખેડૂતો માટે એક સરસ મજાની યોજના સરકાર દ્વારા ખુલ્લી મુકવામાં આવેલી છે જેની અંદર ખેડૂત ને સનેડો ટ્રેક્ટર ખરીદવા માટે રૂપિયા 25,000 સુધીની સહાય આપવામાં આવે છે. 

સનેડો ટ્રેક્ટર એ બાઈક અને ટ્રેક્ટર નું મિશ્રણ છે જેના થકી ખેડૂતોએ તેમના ખેતરનું ઘણું બધું કામ એ ઓછા ખર્ચે અને સારી રીતે કરી શકે છે. તો આ પ્રકારનું સાધન ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને આ સાધનની ખરીદી ઉપર રાજ્ય સરકાર ના કૃષિ વિભાગ દ્વારા સહાય આપવામાં આવી રહી છે. આ યોજનાની વિગતવાર માહિતી આપણે આ લેખની અંદર મેળવીશું અને આ યોજનાની અંદર તમે લાભ કઈ રીતે મેળવી શકો છો તે જાણએ.

સનેડો ટ્રેક્ટર સહાય યોજના 

આ યોજનાની અંદર તમે અરજી કરી અને રૂપિયા 25,000 સુધીની સહાય સનેડો પ્રકાર ના ટ્રેક્ટર ખરીદવા માટે મેળવી શકો છો. આ યોજનાના ઘટકનું નામ છે રાઈટ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટી પર્પઝ ટૂલબાર, સનેડો. જેના દ્વારા તમારે ખેત ની અંદર અલગ અલગ પ્રકારના કામો સરળતાથી થઈ શકતા હોય છે. 

સનેડો મલ્ટી પર્પઝ ટૂલબાર નો લાભ કોને મળવા પાત્ર છે 

આ યોજનાની લાભ એ ગુજરાતના કોઈપણ ખેડૂતને કે જે જમીન રેકોર્ડ ધરાવે છે તેમને મળવા પાત્ર છે. આ યોજનાની અંદર લાભ મેળવવા માટે તમારે સાધન ખરીદી અને બિલ દ્વારા અરજી કર્યા બાદ તમે લાભ મેળવી શકો છો. આ યોજનાની અંદર સ્પર્શ 2024/25 નો અંદાજિત લક્ષ એ 2000 રાખેલ છે. જે કોઈ પણ ખેડૂત મિત્ર અરજી કરવા માગતા હોય તે અરજી વહેલા ધોરણે કરી શકે છે. 

યોજનામાં અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ 

  • આધારકાર્ડ 
  • રેશનકાર્ડ 
  • સાતબાર અને આઠ અ ના ઉતારા 
  • બેંક ની પાસબુક ની ઝેરોક્ષ 
  • સાધન ખરીદી નું બિલ અરજી સાથે જોડવાનું રહેશે 

યોજના માં અરજી 

સનેડો સાધનની આ યોજનામાં તમારે લાભ મેળવવા ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવા માટે તમારે આઈ પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને ખેતીવાડી વિભાગમાં આ યોજના કે જે તેમાં છે તેના પર જઈ અને અરજી કરવાની રહે છે. યોજનાની અંદર અરજી કરી અને તમારે અરજીની કન્ફર્મ કરવાની રહેશે. 

આ યોજનાની અંદર હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે તો તમે અરજી કરી શકો છો અરજી ઓનલાઇન કરવાની રહેશે અરજીની તારીખ 21 સપ્ટેમ્બર 2024 થી 30 સપ્ટેમ્બર 2024 સુધી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment