Sadhan toolkit yojana: સરકાર જુના વિશે આપણે જાણીએ જેની અંદર સાધન ટૂલકિટ ખરીદવા માટે સરકાર દ્વારા ₹16,000 સુધીની સહાય આપવામાં આવે છે. વિગતવાર આપણે આ યોજનાની માહિતી મેળવીશું.
સાધન ટૂલકિટ સહાય યોજના 2024
સાધન ટૂલકિટ સહાય યોજના એ માનવ કલ્યાણ યોજના દ્વારા મળવા પાત્ર છે. જે કમિશનર શ્રી કુટિર અને ગ્રામ ઉદ્યોગ કચેરી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજના છે. ગાંધીનગર દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના તમામ લોકોને કે જે પાદરતા ધરાવે છે અને જેની આવક મર્યાદા ઓછી છે તેવા કુટુંબોને આ સહાય આપવામાં આવતી હોય છે.
યોજનાની પાત્રતાઓ
યોજનામાં લાભ મેળવવા માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના જે કુટુંબો છે તેમની વાર્ષિક આવક મર્યાદા એ રૂપિયા 6 લાખ સુધી હોવી જોઈએ આ અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા તો મહાનગરોમાં જે મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીઓ છે તેમનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો હોય છે.
યોજના ની અંદર અરજદાર જે અરજી કરે છે તેમની ઉંમર 18 થી 60 વર્ષની હોવી જોઈએ.
જે ગ્રામ્ય વિસ્તાર છે તે વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખા ની યાદીમાં સમાવેશ થયેલા હોય તે લોકોને યોજનામાં લાભ મળી શકે છે.
સાધન ટૂલકિટ સહાય ના લાભ
આ યોજનામાં તમને કયા પ્રકારના સાધનો મળવા પાત્ર છે તો આ વાહન સર્વિસિંગ અને રીપેરીંગ ટુલ કીટમાં. યોજના થકી સંપૂર્ણ ટુલકીટ આપવામાં આવતી હોય છે જેની અંદર ઈલેક્ટ્રીક પ્રેશર પંપ આપવામાં આવતું હોય છે જે 5500 રૂપિયાનું આવતું હોય છે. ત્યારબાદ નાનો હાઇડ્રોલિક જેક આપવામાં આવતો હોય છે જેની કિંમત રૂપિયા 4500 હોય છે. તથા તેની અંદર બીજું મલ્ટીપલ ટુલકીટ આપવામાં આવશે જેની અંદર અલગ અલગ પ્રકારના સાધનો હોય છે અને ટુલકીટ હોય છે જે ₹6,000 નું હોય છે. આ રીતે આમ કુલ મળી અને વાહન સર્વિસિંગ અને રીપેરીંગ માટે ની રૂપિયા 16,000 ની મળવા પાત્ર રહે છે.
યોજનામાં અરજી
યોજનાની અંદર અરજી તમારે માનવ કલ્યાણ યોજના દ્વારા કરવાની રહે છે જે અરજી ઓનલાઇન કરવાની હોય છે આ યોજનાની અંદર ફોર્મ ભરવાની છેલ્લી તારીખે 31 ઓગસ્ટ 2024 છે. ગુજરાતી અંદર ફોર્મ ભરવા માટે તમે એ કુટીર ગુજરાત ગવર્મેન્ટની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને તમારું ઓનલાઈન અરજી કરી શકો છો.