રાશનકાર્ડ ધારકો માટે હવે થોડાક જ દિવસ બાકી, નહીંતર આ બે વસ્તુ મળતી બંધ થઈ જશે – Ration Card e-KYC Process

WhatsApp Group Join Now

Ration Card e-KYC Process : તમારા માંથી મોટા ભાગના લોકો પાસે રાશન કાર્ડ હશે જ, જો તમારી પાસે રાશન કાર્ડ છે અને સરકાર તરફથી મળતા રાશનનો લાભ મેળવો છો તો આજના આ સમાચાર ફક્ત તમારા માટે જ છે.

સામાન્ય રીતે ભારત સરકાર ભારતના નાગરિકો માટે ઘણી બધી યોજનાનો અમલમાં મુકતી હોય છે, ખાસ કરીને ગરીબ વર્ગ અને જરૂરિયાત મંદ લોકો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં છે, એવામાં ભારત સરકાર રાશનકાર્ડ ધારકોને રાશન કાર્ડ દ્વારા પૂરતું રાશન પૂરું પાડે છે. એવામાં જો રાશન કાર્ડ ધારકોએ નિયત સમય પહેલા કેન્દ્ર સરકાર દ્વારા જણાવેલી પ્રક્રિયા ના કરી તો બે વસ્તુ મળતી બંધ થઈ જશે, આ વિશેની માહિતી નીચે મુજબ આપેલી છે.

આ બે વસ્તુ મળતી બંધ થઈ જશે

છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા નાગરિકોને સૂચના આપવામાં આવી રહી છે કે રાશનકાર્ડ ધારકો પોતાના રાશન કાર્ડ નું ઈ કેવાયસી કરાવી લે, ઘણા નાગરિકોએ સરકારની સુચનાનું પાલન કરીને રાશન કાર્ડનું ઈ કેવાયસી કરાવી લીધું છે પરંતુ હજુ ઘણા નાગરિકોએ રાશન કાર્ડનું ઈ કેવાયસી કરાવ્યું નથી, એટલે જે નાગરિકો નિયત સમયમાં રાશન કાર્ડનું ઈ કેવાયસી નહીં કરાવે તેને વ્યાજબી ભાવની દુકાનો પરથી ચોખા અને ખાંડ મળતી બંધ થઈ જશે.

હવે ફક્ત આટલા દિવસ જ બાકી

જે પણ રાશનકાર્ડ ધારકો એ હજુ સુધી રાશન કાર્ડનું ઈ કેવાયસી નથી કરાવ્યું તે રાશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા રાશન કાર્ડનું ઈ કેવાયસી કરવા માટે 31/11/2024 સુધીનો સમય આપ્યો હતો પરંતુ પાછળથી આ તારીખ લંબાવીને ડિસેમ્બર મહિનાના અંત સુધી કરવામાં આવી છે, એટલે કે જે રાશનકાર્ડ ધારકોને રાશન કાર્ડનું ઈ કેવાયસી કરાવવુ છે તેઓ ડિસેમ્બર મહિનાના અંત સુધી રાશન કાર્ડનું ઈ કેવાયસી કરાવી શકશે.

આવી રીતે કરો રાશન કાર્ડનું ઈ કેવાયસી | Ration Card e-KYC Process

જો તમારે રાશન કાર્ડનું ઈ કેવાયસી કરાવવુ છે તો તમે તમારા નજીકના રાશન કાર્ડની દુકાને જઈ કરાવી શકો છો, આ માટે તમારે તમારું રાશન કાર્ડ, આધારકાર્ડ અને આધારકાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તે સાથે લઈ જવાનું રહેશે.

આ ઉપરાંત તમે ઘરે બેઠા માય રાશન નામની એપ્લિકેશનની મદદથી પણ રાશન કાર્ડનું ઈ કેવાયસી કરી શકો છો.

તો જો તમારા કોઈ મિત્રનું રાશન કાર્ડનું ઈ કેવાયસી બાકી હોય તો તેને આ લેખ શેર કરજો જેથી તેને ખબર પડે કે જો રાશન કાર્ડનું ઈ કેવાયસી નહીં કરાવે તો ચોખા અને ખાંડ મળતી બંધ થઈ જશે, તેમજ આવી જ રીતે નવા નવા સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

Read More: હોટલમાં રૂમ બુક કરો તો માસ્કડ આધાર કાર્ડનો જ ઉપયોગ કરજો, પ્રાઈવેસી જળવાઈ રહેશે – Masked Aadhaar download online

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment