ખેડૂત મિત્રો માટે બહુ જ સરસ મજાની યોજના કે જે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના કે જે યોજના એ કેન્દ્રીય સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલી યોજના છે આ યોજના 2015 ની અંદર બહાર પાડવામાં આવેલી છે. કે જે યોજના ની અંદર ખેડૂતોને સિંચાઈ ની સહાય પૂરી પાડવામાં આવે છે. તો આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ લેખની અંદર મેળવીશું અને યોજના માટેની પાત્રતાઓ અને શરતો શું છે તે પણ જાણીએ.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 2024
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ની અંદર ખેડૂતોના ખેતરો છે તેને માટે સિંચાઈની વ્યવસ્થા કરવા માટે કે જેની અંદર ડ્રીપ ઇરીગેશન તરત સ્પ્રિન્કલર ની તમામ પ્રકારની વસ્તુઓ માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. એટલે કે ખેડૂતોને આ સિંચાઈ માટેની વ્યવસ્થાને ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય પ્રકારનો હેતુ પણ એવો છે કે ખેડૂત પાણીની બચત કરી શકે અને પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે તથા તેમના ઉત્પાદનમાં પણ વધારો થાય. અને વધારાના ખર્ચા ની અંદર પણ ઘટાડો આવે.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના માટેની પાત્રતા
તો આ યોજના ની અંદર લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોને શું શું પાત્રતાઓ જરૂરી છે તે નીચે પ્રમાણે દર્શાવેલી છે.
- સૌપ્રથમ અરજદાર ખેડૂત એ ભારતનો નાગરિક હોવો જરૂરી છે.
- અરજુન આર એ ખેડૂતો હોવો જરૂરી છે અને તેની જોડે જમીન ખેતીલાયક હોવી જોઈએ.
- કોઈપણ જાતિ કેટેગરી ના ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે છે.
- યોજનાની અંદર જો તમે કોઈપણ જમીનને સાત વર્ષથી વધુ સમય સુધી વાવેતર કરતા હો અને તેમને તમે ભાડા પેટે જમી લીધેલી હોય તો તે સંજોગોમાં પણ યોજનાનો લાભ મળી શકે છે.
- ખેડૂતોના સમૂહ કે કોઈપણ ખેડૂતોની કંપની ગ્રુપો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
Read More: ખેડૂતોને સરકારી સહાયની સુગંધ: પીએમ કિસાનથી આગળ વધીને આ 4 યોજનાઓનો લાભ લો
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના ની અંદર તમારે અરજી કરવાની રહેશે જેની અંદર કેટલાક ડોક્યુમેન્ટની જરૂર રહેશે જે નીચે પ્રમાણે દર્શાવેલા છે.
- અરજદારનું આધારકાર્ડ
- ઓળખાણ કાર્ડ
- જમીનના બધા પ્રકારના ડોક્યુમેન્ટ
- જમીનનો નકશો
- બેંક ખાતાની પાસબુક ની પ્રથમ પાનાની ઝેરોક્ષ અને કેન્સલ ચેક
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- મોબાઈલ નંબર
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કયા સાધનો પર સબસીડી મળે છે
પ્રધાનમંત્રી ની કૃષિ સિંચાઈની આ યોજનાની અંદર અલગ અલગ પ્રકારની સામગ્રીઓ કે જે સિંચાઈ માટે કામ આવતી હોય તેવી સામગ્રીઓ માટે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે જેમાં ફુવારા એટલે કે સ્પિનકલર માટે નું સામાન, ડ્રીપ ઇરીગેશન સિસ્ટમ, પાઇપલાઇન, મોટર પંપ, ડીઝલ મોટર મશીન આ પ્રકારના અલગ અલગ સાધનો માટે ખેડૂતોને સહાય સબસીડી આપવામાં આવશે. અલગ અલગ રાજ્યોના પ્રમાણે અલગ અલગ ટકાવારી ના આધાર પર સબસીડી આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં અરજી
ખેડૂતોને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ની અંદર અરજી કરવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. આ સમગ્ર અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન રહેશે. આ યોજનામાં અરજી કરવા માટે તમારે સરકારની ઓફિશિયલ વેબસાઇટ
pmksy.gov.in પર જઈ અને તમારે ઉપર જણાવેલા સમગ્ર ડોક્યુમેન્ટ અપલોડ કરી અને આ યોજના ની અંદર માહિતી આપી તમારી અને અરજી કરવાની રહેશે.
તો મિત્રો આ રીતે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ની અંદર તમે પણ અરજી કરી અને લાભ મેળવી શકો છો.
Read More: વનબંધુ કલ્યાણ યોજના માટે નવું પોર્ટલ લોન્ચ, આજે જ કરો ઓનલાઈન અરજી