પોસ્ટ ઓફિસ પીપીએફ યોજના કે જે યોજનાની અંદર તમે પૈસા ઇન્વેસ્ટ કરી અને સેવિંગની સાથે સાથે સારા વ્યાજ દર સાથે તમે સારી એવી મોટી રકમ ભેગી કરી શકો છો. આ યોજનાની અંદર તમે વાર્ષિક 25000 રૂપિયા જમા કરીને પણ ખૂબ સારી રકમ તમારા પીપીએફ એકાઉન્ટની અંદર મેળવી શકો છો. યોજના વિશે આપણે વાત કરીએ અને એક જુલાઈને પછી શું વ્યાજદરો નક્કી કરવામાં આવેલા છે તે અંગેની ચર્ચા કરીએ.
પોસ્ટ ઓફિસ પીપીએફ યોજના
પોસ્ટ ઓફિસ પીપીએફ યોજના કે જેનું નામ છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ આ એક સરકાર માન્ય યોજના છે જેના થકી તમે બચતની સાથે સાથે વ્યાજ પણ મેળવી શકો છો. જે યોજના થકી તમને સારું એવું વળતર મળવા પાત્ર થાય છે. આ યોજનાની અંદર તમે 500 રૂપિયાના ઓછામાં ઓછા રોકાણથી લઈ અને મહત્તમ વાર્ષિક એક લાખની 50000 રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકો છો અને આ યોજનાનો લાભ મેળવી શકો છો. આયોજન લાભ એ લાંબા સમયગાળા સુધી જે પૈસાનો રોકાણ કરવા માગતા હોય તેમના માટે ફાયદાકારક છે.
PPF યોજના માટે ખાતું કઈ રીતે ખોલાવવું
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ની અંદર ખાતું ખોલાવવા માટે બહુ સરળ પ્રોસેસ છે. આ યોજનાની અંદર ખાતું ખોલાવવા માટે તમારે નજીકની પોસ્ટ ઓફિસ માં જવાનું રહેશે. પોસ્ટ ઓફિસ માં જઈ અને તમે કર્મચારીને આ ખાતા વિશે વાત કરી અને જે આધાર કાર્ડ અને પાનકાર્ડ જેવા જરૂરી ડોક્યુમેન્ટ છે અને બીજા કોઈ જરૂર ડોક્યુમેન્ટ પડે તે ડોક્યુમેન્ટ થી તમે બહુ જ સરળતાથી આ ખાતું ખોલાવી શકો છો.
Read: Banas Dairy Bharti 2024: બનાસ ડેરીમાં આવી ભરતી, ઓફિસરની વિવિધ જગ્યાઓ માટે આજે જ કરો અરજી
પોસ્ટ ઓફિસ પીપીએફ યોજનાના ફાયદા
પોસ્ટ ઓફિસની આ યોજનાની અંદર ઘણા બધા ફાયદાઓ છે જેની અંદર બચત થયેલા અને વ્યાજદર સુધીના ઘણા ફાયદાઓ છે જે નીચે દર્શાવેલ છે.
- આ પીપીએફ યોજનાની અંદર બહુ જ સારું વ્યાજ આ યોજનાની અંદર આપવામાં આવે છે જે બીજી બચાતા માટેની યોજનાઓ છે તેના કરતાં ખૂબ જ સારું છે.
- પીપીએફ યોજના થી તમને આવકવેરા અધિનિયમની કલમ 80C ને હેઠળ તમને કરથી છૂટ મળે છે.
- આ યોજનાની ઉપર તમે લોન મેળવવા માંગતા હો તો લોન પણ મેળવી શકો છો.
- આ યોજના એ સંપૂર્ણ સરકારી યોજના છે જેના લીધે તમારા પૈસા એ બિલકુલ સુરક્ષિત છે અને સરકારની ગેરંટી છે.
પીપીએફ એકાઉન્ટ વ્યાજદર
આ યોજનાની અંદર એક જુલાઈ 2024 થી નવા વ્યાજ દર બહાર પાડવામાં આવેલા છે જેની અંદર અત્યારે 7.1% નો વ્યાજ દર આ યોજનાની અંદર રાખવામાં આવેલો છે. આ યોજનાની અંદર તમે જેટલું લાંબા સમય સુધી રોકાણ કરશો તેટલો જ તમને વધારે ફાયદો થશે. મિત્રો આ રીતે આ યોજનાની અંદર તમે વધુ માહિતી તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને મેળવી શકો છો અને ત્યાં જઈને તમારો ખાતુ ખોલાવી અને રોકાણ શરૂ કરી શકો છો.