PM Matrutva Vandana Yojana: કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના કલ્યાણ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના (PMMVY) એક મહત્વપૂર્ણ મહિલાઓ માટે એક ખાસ યોજના છે. આ યોજના અંતર્ગત ઘરે બેઠેલી મહિલાઓને તેમના બાળકના ઉછેર માટે ₹11,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. તો આજે આપણે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો તેના વિશે જાણીશું.
PM માતૃત્વ વંદના યોજના PM Matrutva Vandana Yojana
આ યોજના કેન્દ્ર સરકારની મહિલાઓની મહત્વાકાંક્ષી યોજનાઓમાંની એક છે. આ યોજનાનો ઉદ્દેશ્ય માતા અને બાળકના સ્વાસ્થ્યની સુધારણા કરવાનો અને માતાને બાળકના જન્મ અને ઉછેર દરમિયાન પૂરતો આરામ મળે તે સુનિશ્ચિત કરવાનો છે. યોજના હેઠળ મળતી આર્થિક સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. જેની વિગતો આપણે અહિથી જોઈશું.
યોજનાનો લાભ કોણ લઈ શકે?
- પ્રથમ બાળકના જન્મ સમયે મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.
- 19 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓ આ યોજનાને પાત્ર છે.
- આ યોજનાનો લાભ ફક્ત એક જ બાળક માટે મળવાપાત્ર છે.
જરૂરી દસ્તાવેજો:
- ઈ-શ્રમ કાર્ડ
- આયુષ્માન કાર્ડ
- મનરેગા જોબ કાર્ડ
- પીએમ કિસાન સન્માન નિધિ યોજના પ્રમાણપત્ર
- વિકલાંગ પ્રમાણપત્ર (જો હોય તો)
- જાતિ પ્રમાણપત્ર
- રેશન કાર્ડ
- BPL પ્રમાણપત્ર (જો હોય તો)
- ₹8 લાખથી ઓછી વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
PM માતૃત્વ વંદના યોજના માટે અરજી પ્રક્રિયા PM Matrutva Vandana Yojana Apply
PM માતૃત્વ વંદના યોજના માટે લાભાર્થી ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. જેના માટે તેઓ https://pmmvy.wcd.gov.in/ વેબસાઈટની મદદ લઈ શકે છે. તેમજ ઓફલાઈન અરજી કરવા માટે લાભાર્થી તો નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા આશા વર્કરની મદદ લઈ શકાય છે. જેમાં અરજી ફોર્મ સાથે લાભાર્થી જરૂરી દસ્તાવેજો વિભાગીય કચેરીમાં જમા કરાવવાના રહેશે. આ યોજનાનો લાભ 100% લાભાર્થીઓને આપવામાં આવે છે.
આ યોજના મહિલાઓને આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં અને માતા-બાળકના સ્વાસ્થ્યની સુધારણામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વધુ માહિતી માટે નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી કચેરીનો સંપર્ક કરો.