Pashu dhan bima yojana 2024-25: ગુજરાતના પશુપાલકો માટે ખાસ યોજના, આટલા મોટા લાભો મળશે

WhatsApp Group Join Now

pashu dhan bima yojana 2024-25 : ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના પશુપાલકો માટે એક ખાસ યોજના અમલમાં મૂકી છે, ગુજરાતના પશુપાલકોને ખબર જ હશે કે જ્યારે અચાનક દુધાળા પશુનું મૃત્યુ થાય છે ત્યારે દૂધનો વ્યવસાય બંધ કરવો પડે છે અને નવું પશુ ખરીદવા માટે પણ હાજરીથી બે લાખ સુધીનો ખર્ચ કરવો પડે છે. આ સમસ્યાના નિવારણ અને પશુપાલકોનો વ્યવસાય સતત ચાલુ રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેની માહિતી નીચે પ્રમાણે છે.

pashu dhan bima yojana 2024-25 | પશુધન વીમા સહાય યોજના

આ યોજના વિશે માહિતી આપતા મંત્રી શ્રી જણાવે છે કે જે પણ પશુ પાલકો આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છે તેઓ આઇ ખેડૂત પોર્ટલ પર તારીખ 14 નવેમ્બર 2024 થી ઓનલાઇન અરજી કરી શકશે અને અરજી પ્રક્રિયા એક મહિના સુધી શરૂ રહેશે.

આ યોજનાનો લાભ જણાવતા મંત્રી વધુમાં જણાવે છે કે આ યોજના દ્વારા ખેડૂત ફક્ત સો રૂપિયાનું પ્રીમિયમ (એક પશુ દીઠ) ભરીને પશુને વીમા દ્વારા સુરક્ષિત કરી શકે છે વિમાની વધારાની રકમ સરકાર દ્વારા સબસીડી રૂપે કંપનીને ચૂકવવામાં આવશે.

હવે આ યોજના ના લાભ વિશે વાત કરીએ તો આ યોજનાનો લાભ એક થી ત્રણ વેતર સુધીના પશુઓ માટે આ વીમા યોજનાનો લાભ મળે છે તેમજ વધુમાં વધુ ત્રણ પશુઓ માટે લાભ આપવામાં આવે છે.

યોજના અમલીકરણ નો પ્રથમ તબક્કો

આ યોજનાના અમલીકરણના પ્રથમ રાઉન્ડમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના લગભગ પચાસ હજાર પશુપાલકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે, કારણ કે આ વિસ્તારમાં પશુપાલકોની સંખ્યા વધારે છે અને આ વિસ્તારના પશુપાલકોને પશુપાલનનો વ્યવસાય કરવા માટે આર્થિક સહાયની જરૂરિયાત પણ છે.

ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું ?

આ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે સૌ પ્રથમ આઇ ખેડુત પોર્ટલ ઓપન કરવાનું થશે અહી તમને “યોજનાઓ” નામનો વિકલ્પ મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમને “પશુ પાલનની યોજનાઓ” વિકલ્પ દેખાશે જેના પર ક્લિક કરતા જ તમે આ પશુધન યોજનાની લિંક મળી જશે આ લીંક પર ક્લિક કરતા તમને આ યોજનાની મહત્વપૂર્ણ માહિતી તેમજ અરજી કરવા માટેની લીંક પણ મળી જશે.

તો મિત્રો જો તમે આ યોજનામાં અરજી કરવા ઈચ્છો છો તો આવતા એક મહિના સુધીમાં અરજી કરી દે જો તેમજ તમારા ધ્યાનમાં હોય તેવા પશુપાલકોને આ લેખ શેર કરી દે જો જેથી તેઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકે અને પશુ પાલનનો વ્યવસાય સતત ચાલુ રાખી શકે, આવી જ રીતે નવી નવી સરકારી યોજનાની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment