પાલક માતા પિતા યોજનામાં સરકાર આપી રહી છે 3000 ની સહાય

WhatsApp Group Join Now

પાલક માતા પિતા યોજના કે જે ગુજરાત સરકાર દ્વારા બહુ જ સારી યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજનાના થકી જે અનાથ બાળકો માટે સહાય પૂરી પડી રહે છે અને તેમને સરકાર દ્વારા જે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે તે સહાય દ્વારા તે તેમનો અભ્યાસ અને જરૂરિયાતો પૂરી કરી શકે છે.

પાલક માતા પિતા યોજના 2024

પાલક માતા પિતા સહાય યોજના એ સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી યોજના છે. જે યોજના એ નિયમક સમાજ સુરક્ષા ની અંદર આવતી એક યોજના છે.

 આ યોજના અંગેની માહિતી પાલક માતા પિતા સહાય યોજના માં તમે અરજી કઈ રીતે કરી શકો છો. અને આ યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર છે. તથા યોજના માટે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડી શકે છે. તે અંગેની વિસ્તારીત માહિતી આપણે આ લેખની અંદર મેળવીએ.

પાલક માતા પિતા યોજના નો હેતુ અને પાત્રતા

આ યોજનાની અંદર ઉપર જણાવવાનું છે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજના છે યોજનાનો મુખ્ય હેતુ એ અનાથ બાળકોને આર્થિક રીતે સહાય પૂરો પાડવાનો છે.

અનાથ બાળકોને જે કોઈપણ સગા તેમની સંભાળ રાખતા હોય છે તેમને આ યોજના થકી સહાય આપવામાં આવે છે. સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. તે સહાય માસિક 3000 રૂપિયા ની સહાય આપવામાં આવતી હોય છે.

 ગુજરાત રાજ્યની અંદર જે 18 વર્ષ સુધીના તથ તમામ બાળકો છે તમામ અનાથ બાળકોને કે જેમના માતા પિતા યાદ નથી. અથવા તો જેમના પિતાનું અવસાન થઈ ગયું છે અને તેમની માતાના લગ્ન એ પુના લગ્ન કરવામાં આવેલા છે તેવા નિરાધાર અથવા અનાજ બાળકોને સાર સંભાળ માટે જે સગા સંભાળ લે છે તેમને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.

પાલક માતા પિતા યોજના માં અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • બાળકનો જન્મ નો દાખલો અથવા તો શાળા છોડનું પ્રમાણપત્ર પૈકી કોઈપણ એક
  • બાળકના માતા પિતાના મરણ નો દાખલો
  • બાળકના પિતા નું મરણ થયેલું અને તેમની માતાનું જો પુના લગ્ન કરેલો હોય તે અંગેનું સોગંદનામુ
  •  પુનહ લગ્ન કરેલ નો પુરાવો
  • આવક ના દાખલા ની નકલ
  • બાળકના જે પાલક છે તેમના સંયુક્ત બેક ખાતાની નકલ
  • બાળકનું આધાર કાર્ડ
  • પાલક નું આધારકાર્ડ ની નકલ
  • બાળક જે ધોરણમાં અભ્યાસ કરતું હોય તે અંગેના પ્રમાણપત્રની નકલ

આ યોજનામાં અરજી કરવા માટે ઉપર જણાવેલા તમામ ડોક્યુમેન્ટ ની જરૂર રહે છે.

પાલક માતા પિતા યોજના માં અરજી કરો

આ યોજનાની અંદર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવા માટે તમારે એ સમાજ કલ્યાણ ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. સમાજ કલ્યાણ ની વેબસાઈટ ઉપર તમારું રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમે તમારી આઇડી અને પાસવર્ડ દ્વારા લોગીન કરી શકો છો અને રજીસ્ટ્રેશન કરેલું ના હોય તો તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે લોગીન કરવાનું રહેશે લોગીન કર્યા બાદ તમારી સામે અલગ અલગ પ્રકારની યોજનાઓ આવી જશે. નિયામક સમાજ સુરક્ષા ના વિભાગ ની અંદર તમને પાલક માતા પિતા યોજના જોવા મળી રહે છે તે યોજના ઉપર ક્લિક કર્યા બાદ તે યોજના ની સંપૂર્ણ વિગતવાર માહિતી તમારી સામે આવી જશે. આ માહિતીને તમે સાંભળવા વાંચી અને જરૂરી દસ્તાવેજોની અપલોડ કરી અને ઓનલાઇન અરજી કરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment