નેનો યુરિયા સહાય યોજના 2024: ખેડૂત મિત્રો ખેતીની અંદર યુરિયાનો ઉપયોગ દરેક કરતા જ હોય છે. થોડા સમય પહેલાં જ શોધવામાં આવેલું નેનો યુરિયા કે જે પ્રવાહી સ્વરૂપમાં હોય છે અને તેનો છંટક તમે કેટલાક પાકોની અંદર કરી શકો છો. તો આ નેનો યુરિયાના છંટકાવવા માટેના પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા નેનો યુરિયા યોજના બહાર પાડવામાં આવેલી છે. જેની અંદર નેનો યુરિયાના છટકાવવા માટે સહાય આપવામાં આવે છે.
આ વર્ષની અંદર સમગ્ર ગુજરાતમાં બહુ જ સારો વરસાદ થયો છે જેના કારણે ખેડૂત દ્વારા અઢળક પાકનું વાવેતર કરવામાં આવેલું છે. કેટલાક ખેડૂતો ઉત્પાદન અને મેળવવા માટે યુરિયા ખાતરનો ઉપયોગ બહુ જ પ્રમાણમાં કરતા હોય છે. જેના કારણે જમીન ને દાણેદાર યુરિયાના ખાતરના લીધે સ્વાસ્થ્ય પર અને પર્યાવરણ ઉપર અસર પડતી હોય છે.
નેનો યુરિયા સહાય યોજના 2024
દાણદાર યુરિયાનો ઉપયોગ કરતા ખેડૂતો માટે કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે નેનો યુરીયા ની 500 ml ની બોટલ એ 45 કિલોગ્રામ દાણીદાર યુરિયાની સમાન હોય છે તેથી દાણેદાર યુરિયા ખેતરમાં નાખવામાં આવે ત્યારે માત્ર 20 થી 30 ટકા ખાતરનું જ નાઇટ્રોજન સ્વરૂપમાં ઉપયોગ થાય છે. અને નેનો યુરિયા તેની સામે ૯૦ ટકા જેટલો અસર અને કાર્યક્ષમતા ધરાવે છે.
નેનો યુરિયા સહાય યોજના 2024 ના ફાયદા
આ વર્ષની અંદર ખેડૂતોને કૃષિ મંત્રી દ્વારા અને મુખ્યમંત્રીના નેતૃત્વની હેઠળ ગુજરાત સરકાર દ્વારા એક નવીન યોજના કે જે નિર્ણયના પ્રોત્સાહન માટે અમલમાં મૂકવામાં આવેલી છે. જેની અંદર નેનો યુરિયાની ખરીદી ઉપર ખેડૂતોને પ્રતિ હેક્ટરે વધુમાં વધુ 750 ની મર્યાદામાં સીધી ખરીદ કિંમત ઉપર સહાય આપવામાં આવશે. હાલમાં જ ચાલી રહેલુ વર્ષ 2024 25 ની અંદર 45 લાખ જેટલી નેનો યુરીયાની બોટલ ઉપર સહાય આપવામાં આવશે. આ નેનો યુરિયાની પ્રોત્સાહન કરવા માટેની યોજનામાં 45 કરોડ જેટલી જોગવાઈ કરવામાં આવેલી છે.
આ નેનો યુરિયાની બોટલ એ તમને નજીકના ખાતર ડેપો, સહકારી મંડળીઓ, એગ્રી બિઝનેસ સેન્ટર, ખાતર ની દુકાન ઉપરથી સરળતાથી ઉપલબ્ધ થઈ રહેશે. યુરિયાની બોટલ એ બહુ જ નાની હોવાના કારણે બજારમાં ખેડૂત જાય ત્યારે તે એક થેલીની અંદર બે થી પાંચ બોટલો સરળતાથી લાવી શકે છે.
ગુજરાત સરકાર દ્વારા નેનો યુરિયાની સહાય યોજના ને બહુ જ જલ્દી અમલમાં મૂકવામાં આવવાની છે અને આ યોજનાની અંદર સમયની અંદર ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે. ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂઆત થશે ત્યારે અમે તમને આર્ટીકલ દ્વારા લેખ લખી અને જણાવશું.
Read More:
- સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજના 2024-25
- ફાર્મ સુધારણા યોજના 2024: આઈ ખેડુતની આ યોજનામાં ખેડુતોને ફાર્મ માટે મળશે 20000 ની સહાય