NABARD Grade A Recruitment 2024: એગ્રીકલ્ચર બેંકમાં આવી ભરતી, આજથી અરજી ફોર્મ ભરવાનું શરુ

WhatsApp Group Join Now

NABARD Grade A Recruitment 2024: મિત્રો સરસ ભરતી વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જે ભરતી NABARD દ્વારા બહાર પાડવામાં આવેલી છે એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર ડેવલોપમેન્ટ દ્વારા આ ભરતી ને બહાર પાડવામાં આવેલી છે કે જે ભરતીએ આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ વન ની ભરતી છે.

નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર ડેવલોપમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતી કે જેની અંદર ગ્રેડ એ માં રજીસ્ટન્ટ મેનેજરની ભરતી પાડવામાં આવેલી છે તો તે ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર મેળવીશું અને તેના માટે શું લાયકાતો છે તેની જાણકારી મેળવી.

NABARD Grade A Recruitment 2024:

આ ભરતી ની અંદર આજથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે એટલે કે 27 જુલાઈ 2024 ના રોજ થી ભરતીમાં ફોર્મ ભરી શકાશે તો જે કોઈપણ વિદ્યાર્થી આ ભરતી ની અંદર યોગ્યતા ધરાવતા હોય તે ઉમેદવારો આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે. આ ભરતી એ અલગ અલગ જગ્યા ઉપર પાડવામાં આવેલી છે. જેની અંદર કુલ 102 જેટલી ભરતીઓ બહાર પાડવામાં આવેલી છે.

ભરતી માટેની અગત્યની તારીખો:

  • ઓનલાઇન ફોર્મ ભરવાનું અને પેમેન્ટ ની તારીખ: 27 જુલાઈ 2024
  • પેમેન્ટ અને ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 15 ઓગસ્ટ 2024
  • પ્રિલીમ ઓનલાઇન એક્ઝામિનેશન તારીખ: 1 સપ્ટેમ્બર 2024

શૈક્ષણિક લાયકાત અને ઉંમર: 

શૈક્ષણિક લાયકાતો અને ઉંમર એ તારીખ 1 જુલાઈ 2024 ના દિવસ સુધીની ગણવામાં આવશે. એટલે કે એ તારીખ સુધી તમારો જે કોઈ પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પૂર્ણ થયેલો હોવો જોઈએ અથવા જે ઉંમર થતી હોય અને જે ઉંમરની જરૂર હોય તે આ દિવસ સુધીની ગણવામાં આવશે.

કમ્પ્યુટર એન્જિનિયર માંથી જો તમે અરજી કરી રહ્યા છો તો તેના માટે તમારે બીઇ અને બી ટેકની ચાર વર્ષની ડિગ્રી તમારે કોમ્પ્યુટર એન્જિનિયર માં કરેલી હોવી જોઈએ. જેની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ડેટા સાયન્સ જેવા ડિગ્રીઓ તમારે માન્ય યુનિવર્સિટી માં પાસ કરેલ હોવા જોઈએ. 60 માર્કસ થી વધુ હોવા જરૂરી છે.

સિવિલ એન્જિનિયરિંગ માંથી જો તમે અરજી કરો છો તો તેની અંદર તમારે 55 માર્ક્સ જેટલા હોવા જરૂરી છે. આ રીતે અલગ એજ્યુકેશન ક્વોલિફિકેશનના આધારે તમારે એ પ્રમાણેના માર્ક્સ જોવા જરૂરી છે.

ઉપર દર્શાવેલી તારીખ 1 જુલાઈ 2024 ના આધારે તમારી ઉંમર એ 21 થી 30 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. જો તમારો જન્મ બે જુલાઈ 1994 ના પહેલા થયેલ છે તો તમે લાયકાત ધરાવતા નથી. અનામતના આધારે ઉંમરમાં અમુક કેટેગરીમાં છૂટછાટ આપવામાં આવે છે.

NABARD ભરતી માં અરજી કરવાની રીત

આ ભરતી ની અંદર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે આ ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલી છે. ની અંદર ફોર્મ ભરવા માટે તમારે નાબાર્ડ ની ઓફિશિયલ વેબસાઈટ www.nabard.org  પર જવાનું રહેશે. તેના પર જઈને તમે આ ભરતીની અંદર ઓનલાઇન અરજી કરી શકો છો તથા તેની અંદર ભરતી વિશેની વધુમાં સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment