Minor Pan Card Apply 2024-25 : સામાન્ય રીતે લોકોનું માનવું હોય છે કે પાનકાર્ડ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓનું જ બને છે, પરંતુ આ સાચું નથી 18 વર્ષથી નાના બાળકોનું પણ પાનકાર્ડ બને છે. આ નાના બાળાઓના પાનકાર્ડ ને માયનોર પાનકાર્ડ કહે છે, આ માયનોર પાનકાર્ડ એ સામાન્ય પાનકાર્ડ કરતા થોડું અલગ હોય છે. માયનોર પાનકાર્ડમાં બાળકનો ફોટો કે સાઈન નો સમાવેશ થતો નથી.
બાળકનું પાનકાર્ડ બનાવવા માટે ડરવાની વાત નથી કેમ કે આવક વેરા વિભાગના ધારા 160 પ્રમાણે તમે 18 વર્ષથી નાના બાળકનું પાનકાર્ડ પણ બનાવી શકો છે અને તેનો ઉપયોગ કરી શકો છો.
માયનોર પાનકાર્ડ ના ઉપયોગો
બાળકના માયનોર પાનકાર્ડના ઉપયોગથી વડીલો કોઈ પણ સ્કીમમાં બાળકને નોમિની બનાવી શકે છે.
જો બાળકને પોતાની કોઈ આવક છે તો માયનોર પાનકાર્ડ ખૂબ ઉપયોગી દસ્તાવેજ છે.
બાળકનું પાનકાર્ડ બનાવવા માટે આ રીતે અરજી કરો | Minor Pan Card Apply 2024-25
- સૌ પ્રથમ તમારે ગૂગલ પર NSDL સર્ચ કરવાનું છે.
- હવે તમારે Online PAN application વીકલ્પ પસંદ કરવાનો છે.
- ત્યારબાદ New PAN- Indian Citizen (Form 49A) વિકલ્પ પસંદ કરો.
- અને હવે કેટેગરીમાં Individual સિલેક્ટ કરો.
- ફોર્મમાં પૂછેલિ વિગતો ભરો અને કેંપચા કોડ દાખલ કર્યા બાદ સબમિટ કરો.
- હવે તમને ટોકન નંબર મળી જશે.
- હવે તમારે Continue with PAN Application Form પર ક્લિક કરવાનું છે.
- ત્યારબાદ Forward application documents physically વિકલ્પ પસંદ કરો.
- હવે તમારે આધારકાર્ડના છેલ્લા ચાર આંકડા દાખલ કરવાના થશે.
- આગળ વધશો એટલે કેટલીક વિગતો અને ડોક્યુમેન્ટ સબમિટ કરવાના થશે.
- છેલ્લે બધી જ પ્રક્રિયા થઈ ગયા બાદ સબમિટ કરી શકો છો, અરજી ફી તરીકે તમારે 107 રૂપિયા ચૂકવવાના રહેશે.
તમારી આ અરજીનું વેરિફિકેશન કરવામાં આવશે, બધી જ પ્રક્રિયા પૂર્ણ થતાં 10-15 દિવસ લાગી શકે છે ત્યારબાદ તમે પાનકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
આમ તમે બાળકનું પણ પાનકાર્ડ બનાવી શકો છો પરંતુ ધ્યાન રહે છે બાળક 18 વર્ષ થાય એટલે આ પાનકાર્ડ અપડેટ કરાવવુ પડે છે.
આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગી સાબિત થઈ હશે, જો તમારા કોઈ પરિવાર કે મિત્રોમાં કોઈ બાળકનું પાનકાર્ડ બનાવવું છે તો તેને આ માહિતી જરૂર શેર કરજો, તેમજ આવી રીતે કામના સમાચાર મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.