Micro Credit Finance Yojana: સરકાર દ્વારા અવારનવાર અલગ અલગ પ્રકારના વ્યવસાયો અને ધંધાઓ કરવા માટે કિરણ આપવામાં આવતા હોય છે. તો આપણે આજે એ જ પ્રકારના એક નાના વ્યવસાયો અને ધંધાઓ કરવા માટે સરકાર દ્વારા યોજના શરૂ કરવામાં આવેલી છે જેની અંદર હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે તો તે યોજના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ.
માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના 2024 Micro Credit Finance Yojana 2024
સરકાર દ્વારા આ પ્રકારની યોજના બહાર પાડવામાં આવેલી છે જેનું નામ છે માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના જેની અંદર નાના ધંધા અને વ્યવસાય માટે લોન આપવામાં આવી રહી છે સરકાર દ્વારા. આ સમગ્ર યોજના એ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર ખુલ્લી મુકવામાં આવેલી છે. યોજનાએ ગુજરાત સફાઈ કામદાર અને વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા અમલમાં મુકવામાં આવેલી છે.
માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજનાનો હેતુ
માઈક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજનાના હેતુ એ જે યોજના ની અંદર પાત્રો ધરાવે છે તે બધા લોકોને રોજગાર પૂરો પાડવાનો છે.
- માઇક્રોપેડિક ફાઇનાન્સ યોજના હેઠળ ધંધા શરૂ કરવા માટે ધિરાણ
- જુદા જુદા ધંધા અને વ્યવસ્થાઓ માટે ધિરાણ જેવા કે
- મંડપ ડેકોરેશન, કમ્પ્યુટર, ઈલેક્ટ્રીક ની દુકાન
- પશુપાલન, કરિયાણાની દુકાન, વાસ કામ
- મોબાઈલ રીપેરીંગ, દરજીકામ, સુથારી ગામ
આ પ્રકારના અલગ અલગ ધંધાઓ અને નાના વ્યવસથાઓની સ્થાપવા માટે આ યોજના ની અંદર તમને ધિરાણ આપવામાં આવશે.
માઈક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજનામાં મળતી સહાય
આપણે ઉપર વાત કરી તે પ્રમાણે યોજનાની અંદર ધિરાણ આપવામાં આવે છે આ ધિરાણ એ સફાઈ કામદાર ના જે આશ્રિત પુરુષ છે તેમને આ ધિરાણ આપવામાં આવે છે.
તેમને વ્યક્તિગત રીતે નિગમ દ્વારા એક લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે એટલે કે ધિરાણ આપવામાં આવી રહ્યું છે. આ ધિરાણનો પાંચ ટકા વ્યાજ દર રાખવામાં આવેલું છે. સફાઈ કામદાર પુરુષોના માટે જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. જે યોજના ની અંદર લાભ મેળવવા માટે અરજદારની ઉંમરે ૧૮ થી ૫૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ.
યોજનામાં અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ Micro Credit Finance Yojana
- અરજદારનું આધારકાર્ડ
- અરજદાર નું રેશનકાર્ડ
- ચૂંટણી ઓળખાણ પત્ર
- અરજદારની કુલ વાર્ષિક આવક નો દાખલો
- સફાઈ કામદાર આશ્રિત નું પ્રમાણપત્ર
- રહેઠાણનો પુરાવો
- બીપીએલ નું પ્રમાણપત્ર
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ ચેક
- અગાઉ માં આ યોજનાની અંદર લાભ નથી લીધેલો તે અંગેનું બાહેધરી પત્ર
માઈક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજનામાં અરજી કેવી રીતે કરશો
આ યોજનાએ ઈ સમાજ કલ્યાણ ને વેબસાઈટ ઉપર ફોર્મ ભરી શકાશે. હાલમાં આ યોજનાની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે. જો તમે પણ પાત્રતા ધરાવતા હોય તો આ યોજના માં ફોર્મ ભરવા માટે ઈ સમાજ કલ્યાણ ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને તમે ફોર્મ ભરી શકો છો. યોજનામાં તમે ફોર્મ નજીકના ઓનલાઇન સાઇબર કેફેમાં જઈને તમે કરાવી શકો છો અથવા સીએસસી સેન્ટરમાં જઈને પણ તમે આ યોજનાની અંદર ફોર્મ ભરાવી શકો છો.
I like government system