Matsya Palan Yojana 2024: માછીમાર સહાય યોજનાની પાત્રતા, લાભ અને અરજીની પ્રક્રીયા જાણો

WhatsApp Group Join Now

Matsya Palan Yojana 2024: ગુજરાત સરકાર અને ભારત સરકાર, મત્સ્યોદ્યોગના વિકાસ માટે ઘણી બધી વિવિધ યોજનાઓ લોંચ કરેલ છે જેને આપણે મત્સ્ય પાલન યોજના તરીકે પણ ઓળખીએ છીએ. ગુજરાત સરકાર દ્વારા માછીમાર સહાય યોજનામાં આવતી તમામ ઘટકો માટે હવે તમે આઈ ખેડુત પોર્ટ્લ પર જોઈ શકો છો અને આ તમામ ઘટકો માટે સહાય યોજનાનું ફોર્મ પણ ભરી શકો છો. તો તેની સંપુર્ણ વિગતો આજે આપણે આ લેખના માધ્યમથી મેળવિશું.

માછીમાર સહાય યોજના 2024 Matsya Palan Yojana 2024

મિત્રો ગુજરાત સરકાર દ્વારા Matsya Palan Yojana 2024 ને વિવિધ ઘટકોમાં વિભાજીત કરેલ છે જેમાં તમે માછલીના ઉછેર વધારવા માટે સહાય, તેની ગુણવતા અને બજાર સુધી પહોચે તે માટેની સહાય, તેમજ માછુઆરો આધુનિક સાધનોના ઉપયોગથી પોતાના ઉત્પાદનમાં વધારો કરે તે માટે વિવિધ ઘટકો મુજબ તમે ઓનાલાઈન અરજી કરી શકો છો. તો આ ઘટકોની યાદી નિચે મુજબ છે.

  • નવા ઉછેર તળાવનું બાંધકામ અને નવા ગ્રો-આઉટ તળાવો
  • લાઈવ ફિશ વેન્ડીંગ સેન્ટર
  • રેફ્રિજરેટર વાહનો અને ઇન્સ્યુલેટેડ આઇસ બોક્સ
  • જળાશયોમાં ફિંગરલિંગ સ્ટોકિંગ
  • બાયોફ્લોક સિસ્ટમ્સ અને આરએએસ (રિસર્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ્સ)
  • બોટ-નેટ અને પગડીયા કીટ
  • એકાધિકારવાદીઓ માટે માછલીના બીજના સંગ્રહ પર છૂટછાટ
  • મહિલાઓને માછલી વેચાણ સાધન સહાય

માછીમાર સહાય યોજનાની પાત્રતા

જે ખેડુત ભાઈઓ મત્સ્ય પાલનના વયવ્સાય સાથે જોડાયેલ છે તેઓ ગુજરાત સરકારના સત્તાવાર પોર્ટલ આઈ ખેડુત પર જઈને દરેક ઘટકો માટે યોજનાની પાત્રતા તપાસી શકે છે. તેમજ અહીં તમે જરુરી ડોક્યુમેંટ ની વિગતો પણ મેળવી શકશો જેથી તમને ઓનલાઈન અરજી કરવામાં સરળતા રહે.

મત્સ્ય પાલન યોજના માટે ઓનાલાઈન અરજી કેવી રીતે કરવી?

જે ખેડુત ભાઈઓ મત્સ્ય પાલન યોજનમાં ઓનલાઈન અરજી કરવા માંગે છે તેઓએ સૌ પ્રથમ આઈ ખેડુત પોર્ટ્લ https://ikhedut.gujarat.gov.in ની મુલાકાત લેવાની રહેશે.

  • આઈ ખેડુત પોર્ટલના હોમપેજ પર “યોજનાઓ” વિકલ્પ દેખાશે જેના પર ક્લિક કરો
  • હવે તમારે મત્સ્ય પાલનની યોજનાઓ માટે અરજી કરો સામે “અહીં ક્લિક કરો” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારી સામે માછીમાર સહાય યોજનાના વિવિધ ઘટકો જે અમે ઉપર મુજબ દર્શાવેલ છે તેમાંથી તમારે જે ઘટક માટે અરજી કરવી છે તે પસંદ કરો.
  • ત્યારબાદ અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલ હોય તો લોગિન થાઓ નહિં તો રજીસ્ટ્રેશન પ્રક્રીયા પુર્ણ કરો.
  • હવે તમારી સામે યોજનાનું અરજી ફોર્મ ખુલશે જેમાં માંગ્યા મુજબની જરૂરી વિગતો દાખલ કરો.
  • છેલ્લે તમારા અરજી ફોર્મને સબમિટ કરો અને તમારો અરજી નંબર સેવ કરીને રાખો.

તો આવી રીતે તમે Matsya Palan Yojana 2024 માટે અરજી કરી શકો છો અને વધુ માહિતી માટે નજીકની મદદનીશ મત્સ્યોધોગ નિયામકની કચેરીનો સંપર્ક કરી શકાય છે. તો તમે પણ આ યોજનાનો લાભ લઈને ગુજરાતને મત્સ્ય ઉત્પાદન અને નિકાસમાં અગ્રેસર બનાવી શકીએ છીએ. આભાર.

Read More: નમો શ્રી યોજના અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને મળશે 12000 ની આર્થીક સહાય

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment