હોટલમાં રૂમ બુક કરો તો માસ્કડ આધાર કાર્ડનો જ ઉપયોગ કરજો, પ્રાઈવેસી જળવાઈ રહેશે – Masked Aadhaar download online

WhatsApp Group Join Now

Masked Aadhaar download online: ઘણી વાર આપણે હોટલમાં રૂમ બુક કરીએ ત્યારે આપણે આપણું આધાર કાર્ડ આપવું પડે છે અને આપણે પણ કઈ વિચાર્યા વગર આપણું આધાર કાર્ડ આપી દેતા હોય છે, આ સામાન્ય આધાર કાર્ડમાં આપણી ઘણી પર્સનલ માહિતી હોય છે જેનો દૂર ઉપયોગ થવાનો ભય રહે છે પરંતુ જો તમે સામાન્ય આધાર કાર્ડની જગ્યાએ માસ્કડ આધાર કાર્ડનો ઉપયોગ કરશો તો પર્સનલ માહિતીની પ્રાઈવેસી જળવાઈ રહે છે.

માસ્કડ આધાર કાર્ડ શું છે ?

માસ્કડ આધાર કાર્ડ કેવી રીતે મેળવવું તે પહેલાં એ જાણી લઈએ કે માસ્કડ આધાર કાર્ડ છે શું… સામાન્ય આધાર કાર્ડ તો તમે બધાએ જોયું જ હશે, સામાન્ય આધાર કાર્ડમાં 12 અંકનો આધાર નંબર હોય છે જેમાં તમામ 12 આંકડા જોઈ શકાય છે પરંતુ માસ્કડ આધાર કાર્ડમાં આધાર નંબર 12 અંકનો તો હોય છે પરંતુ 12 આંકડા જોઈ શકતા નથી, આ માસ્કડ આધાર કાર્ડમાં આધાર નંબરના પહેલા 8 આંકડા “X” સ્વરૂપે લખેલા હોય છે અને ફક્ત છેલ્લા ચાર આંકડા જ જોઈ શકાય છે.

માસ્કડ આધારકાર્ડ ડાઉનલોડ કરવાની રીત | Masked Aadhaar download online

અહીં મજાની વાત તો એ છે કે હાલ માસ્કડ આધારકાર્ડ કાઢવા માટે કોઈ પણ પ્રકારની ફી વસૂલવામાં આવતી નથી, ઘરે બેઠા મફતમાં જ માસ્કડ આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો છો, આ માટે તમારે નીચેના સ્ટેપ ફોલો કરવા પડશે.

  • માસ્કડ આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારે UIDAI ની સતાવાર વેબસાઈટ www.uidai.gov.in ખોલવાની રહેશે.
  • અહી તમારે My Aadhaar Section વિભાગમાં જવાનું છે.
  • અહી તમને Get Aadhaar નામનો વિકલ્પ દેખાશે, ત્યાં Download Aadhaar નામના ઓપ્શન પર ક્લિક કરવાનું છે.
  • હવે આધાર નંબર દાખલ કરવાનું ઓપ્શન આવશે, તેમાં તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો.
  • હવે કેપચા કોડ દાખલ કરી આગળ વધો.
  • હવે તમારા આધારકાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તે નંબર પર ઓટીપી આવશે, આ ઓટીપી દાખલ કરી આગળ વધો.
  • હવે તમને Download Aadhaar નું ઓપ્શન આપવામાં આવશે, તેના પર ક્લિક કરો.
  • હવે Do you want Masked Aadhaar લખેલું દેખાશે, તેની સામે ટિક કરો અને માસ્કડ આધારકાર્ડ પર ક્લિક કરશો એટલે તમારું માસ્કડ આધારકાર્ડ ડાઉનલોડ થઇ જશે.
  • હવે આ આધારકાર્ડ ની પ્રિન્ટ કાઢી ને તેનો ઉપયોગ કરી શકો છો.

માસ્કડ આધારકાર્ડ માં ફાયદાઓ

આજકાલ લગભગ દરેક જગ્યાએ આધાર કાર્ડ ની જરૂર પડતી હોય છે એવામાં કોઈ અજાણી વ્યક્તિને આધાર આપવું પડે છે, આવી જગ્યાએ જો સામાન્ય આધારકાર્ડ ને બદલે માસ્કડ આધારકાર્ડ આપીએ તો આધારકાર્ડ ધારકની પ્રાઈવેસી જળવાઈ રહે છે અને તેનો દૂર ઉપયોગ થવાનો ભય રહેતો નથી.

તો જો તમારો કોઈ મિત્ર કોઈ પણ જગ્યાએ વિચાર્યા વગર આધાર કાર્ડ આપી દે છે તો તેને આ લેખ જરૂર શેર કરજો, ખાસ તમારા પરિવાર સભ્યોને તો જરૂર શેર કરજો ઉપરાંત આવી જ મહત્વની જાણકારી માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment