Mahila samriddhi Yojana 2024: મહિલા સમૃદ્ધિ યોજનામાં ફોર્મ ભરવાનું શરૂ, જાણો અરજીની રીત

WhatsApp Group Join Now

Mahila samriddhi Yojana 2024: મિત્રો તો આજના યુગની આપણે વાત કરીએ તો મહિલાઓ પણ હવે ઘણા બધા પ્રકારના વ્યવસાયો અને રોજગાર સાથે જોડાયેલા હોય છે તો કેટલીક મહિલા આવેલી છે કે જેમને વ્યવસાયો ચાલુ કરવા માટે આર્થિક જરૂરિયાત ઊભી થાય છે ત્યારે આપણે આજે એવી યોજના વિશે વાત કરવાના છીએ જેની થકી મહિલાઓને વ્યવસાય કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે તો આ યોજનાનું નામ છે મહિલા સમૃદ્ધિ યોજના કે જેના થકી સરકાર દ્વારા મહિલાઓને વ્યવસાય માટે સહાય આપવામાં આવે છે. અને આ યોજનાની અંદર અત્યારે અરજી ફોર્મ ભરવાના ચાલુ છે તો મિત્રો આ વેરા વિશે આપણે સંપૂર્ણ માહિતી આ લેખની અંદર મેળવીશું.

મહિલા સમૃદ્ધિ યોજના 2024 Mahila samriddhi Yojana 2024

તો મિત્રો આ યોજના થકી મહિલાઓ નાના નાના વ્યવસાયો કરી શકે છે જેવા કે કરિયાણાની દુકાન, બ્યુટી પાર્લર, દરજીકામ અને ભરત કામ જેવા તે સિવાયના ઘણા બધા વ્યવસાયો છે કે જે મહિલાઓ કરી શકે છે. આવા નાના નાના વ્યવસાયો કરી અને મહિલાઓ પોતે રોજગાર મેળવી શકે અને તેઓ આર્થિક રીતે આત્મા નિર્ભર પણ બની શકે છે. તેવા હેતુઓ સાથે ગુજરાત સરકાર દ્વારા મહિલા સમૃદ્ધિ યોજના બહાર પાડવામાં આવેલી છે. કે જે યોજના થકી મહિલાઓને ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે.

મહિલા સમૃદ્ધિ સહાય

મહિલા સમૃદ્ધિ યોજના ની અંદર મહિલાઓને ધિરાણ એટલે કે લોન સ્વરૂપે સહાય આપવામાં આવે છે આ યોજનાની અંદર રૂપિયા એક લાખ સુધીનું લોન મહિલાઓને વ્યવસાય કરવા માટે આપવામાં આવે છે. વ્યવસાય માટે લોન આપવામાં આવે છે તેથી તેના ઉપર વ્યાજ પણ લગાવવામાં આવશે. તો આ યોજનાની અંદર લીધેલ લોન ઉપર વાર્ષિક 4% નું વ્યાજ દર લગાવવામાં આવશે.

Read More: Hydrogen Solar Panel: હવે હાઈડ્રોજન સોલર પેનલ લગાવીને બેટરી વિના રાતે પણ મફત વિજળીનો લાભ મેળવો

મહિલા સમૃદ્ધિ યોજના ના લાભ

આ યોજનાએ ગુજરાત સરકારના ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. તેથી આ યોજનાની અંદર જે કોઈપણ સફાઈ કામદાર છે અને સફાઈ કામદાર કરનારના બાળકો છે મહિલા તેમને આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર રહેશે. કોઈપણ કેટેગરીના સફાઈ કામદારો માટે આ યોજનાનો લાભ મળી શકશે. યોજના નો લાભ મેળવવા માટે મુખ્ય પાત્રતા કે તે સફાઈ કામદાર અથવા તો તેમના બાળકો હોવા જોઈએ.

મહિલા સમૃદ્ધિ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

આ યોજનાની અંદર અરજી કરવા માટે કેટલાક ડોક્યુમેન્ટ ની જરૂર પડશે જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.

  • અરજદાર નો આધારકાર્ડ
  • અરજદાર નું રેશનકાર્ડ
  • રહેઠાણના પુરાવા માટે કોઈપણ એક ડોક્યુમેન્ટ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • પાસબુક અથવા તો કેન્સલ ચેક ની નકલ
  • સફાઈ કામદાર છો તે અંગે નો દાખલો

મહિલા સમૃદ્ધિ યોજના ની અંદર અરજી

આ યોજનાની અંદર અરજી કરવા માટે તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. તે ઓનલાઇન અરજી કરવા માટે તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈ અને અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ તમારે અરજીની પ્રિન્ટ કઢાવી લેવાની રહેશે અને તે પ્રિન્ટની સાથે તમામ ડોક્યુમેન્ટ અટેચ કરવાના રહેશે. પછી તે અરજી અને ડોક્યુમેન્ટ તમારે 31 ઓગસ્ટ 2024 પહેલા તમારા જિલ્લામાં આવેલ સફાઈ કામદાર કચેરી વિકાસ નિગમ ની અંદર જમા કરાવવાના રહેશે.

Read More: AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલીકામાં સહાયક ફાયરમેનની જગ્યાઓ માટે ભરતી

તો મિત્રો આ યોજના ગુજરાતમાં રહેતા છે સફાઈ કામદાર છે તેમના માટે છે અને જે કોઈ પણ આ યોજના માટે લાભ લેવા માંગતા હોય તે યોજનાની અંદર ફોર્મ ભરી અને લાભ મેળવી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment