મિત્રો આજે બહુ જ સરસ યોજના વિશે આપણે વાત કરવાના છીએ જેની અંદર ખેડૂતોને સાધના માટે સહાય આપવામાં આવે છે. ખેડૂતો માટે આવા નવા નવા નવી નવી યોજનાઓ આવતી રહેતી હોય છે તેની અંદર ફરી એક નવી યોજના આવી છે જેની અંદર ખેડૂતોને સાધનો ખરીદવા માટે રૂપિયા 50 હજાર સુધીની સહાય આપવામાં આવતી હોય છે.
ખેડૂતોને કયા કયા સાધનો ખરીદ ઉપર સહાય મળશે અને કેટલી અને કઈપાત્રતાઓને આધારે આ યોજનાની અંદર ખેડૂતોને લાભ મળે છે તે અંગેની સવિસ્તાર માહિતી આપણે આ લેખની અંદર મેળવીશું.
સાધન સહાય યોજના
સાધન સહાય યોજના એટલે કે ખેડૂતોને ખેતી માટે કેટલાક સાધનો ઉપર સહાય આપવામાં આવી રહી છે જે યોજનાનું નામ છે લણનીના સાધનો જેની અંદર પાંચ જેટલા સાધનો ઉપર સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવતી હોય છે.
લણણી સાધન સહાય યોજના 2024
આ યોજનાના થકી ઉપર દર્શાવ્યા પ્રમાણે પાંચ જેટલા સાધનોની અંદર અલગ અલગ પ્રમાણેની રકમ એમ કુલ મળી અને 50,000 રૂપિયા જેટલી સહાય ખેડૂતોને આપવામાં આવતી હોય છે. આ યોજનાનો તમે આજીવન એક જ વખત લાભ મેળવી શકો છો. યોજનાની અંદર નીચે પ્રમાણે દર્શાવેલા પાંચ પ્રકારના સાધનો ઉપર અલગ અલગ દર્શાવેલા પ્રમાણે સહાય આપવામાં આવતી હોય છે.
લણણીના સાધનો પર સહાય
ખેડૂતો માટે પાંચ પ્રકારના સાધનોની અંદર સહાય આપવામાં આવે છે જેની અંદર પ્રથમ હાથથી ચાલતા ઓઇલ ફાર્મ કટર કે જેની અંદર રૂપિયા 2500 ની મર્યાદા ની અંદર સાહેબ આપવામાં આવશે 2. પ્રોટેકટીવ વાયરમેસ જેની રૂપિયા 20,000 ની મર્યાદામાં તથા ત્રણ મોટરાઈઝ સીઝલ જેની અંદર રૂપિયા પંદર હજાર, ચોથા નંબરમાં એલ્યુમિનિયમ પોર્ટેબલ લેડર પોલ્સ જે રૂપિયા પાંચ હજાર અને ચાફ કટર પચાસ હજાર ની મર્યાદા ની અંદર સહાય આપવામાં આવતી હોય છે.
આ યોજના એ નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ દ્વારા આ યોજના માં ગાઈડ લાઈન મુજબ ઓઇલ પામ નું વાવેતર જે ખેડૂત મિત્રો કરતા હોય છે તેમના માટે છે અને આ પ્રકારના ખેડૂતોને આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર રહે છે.
યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- જાતિનો દાખલો
- જો દિવ્યાંગો તો દિવ્યાંગનું પ્રમાણપત્ર
- સાતબાર અને આઠ અ ના ઉતારાઓ
- આધાર કાર્ડ ની ઝેરોક્ષ
- બેંક ખાતાના પાસબુક ની નકલ
- સંમતિ પત્રક ખાતેદાર હોય તો
યોજનામાં અરજી આ રીતે કરો
આ યોજનાની અંદર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની શરૂઆત 18 ઓગસ્ટ 2024 થી વેબસાઈટ પર શરૂ કરી દેવામાં આવેલી છે. અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2024 છે.
ઓનલાઇન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે આઈ પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને બાગાયત વિભાગની યોજનાઓમાં જવાનું રહેશે. બગાડ વિભાગની યોજનાઓ ની અંદર તમને લણની ના સાધનો ના ઘટક પર જઈ અને ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કર્યા બાદ તમારી સામે સંપૂર્ણ માહિતી આવશે તે માહિતી અને ડોક્યુમેન્ટ તથા પાત્રતા જોઈ અને તમે અરજી કરો પર ક્લિક કરી અને અરજી કરી શકો છો. અરજી ફોર્મ ભર્યા બાદ તમે તેને કન્ફર્મ કરી અને એની પ્રિન્ટ આઉટ મેળવી લો. આ રીતે તમે ઓનલાઇન સરળ રીતે અરજી કરી શકો છો.