JMC Recruitment 2024: જે ઉમેદવારો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે અને સરકારી ભરતીની રાહ જોઈને બેઠા છે તેઓ માટે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. હાલ આ ભરતીની અરજી પ્રક્રિયા ચાલુ છે પણ અરજી કરતા પહેલા આ ભરતી વિષે સામાન્ય માહિતી મેળવી લઈએ.
ટોટલ 174 જગ્યાઓ પર ભરતી | JMC Recruitment 2024
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા અલગ અલગ પદો પર ટોટલ 174 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે, આ અલગ અલગ પદ પર કેટલી ખાલી જગ્યા છે તેની માહિતી નીચે પ્રમાણે છે.
- ચીફ ફાયર ઓફિસર પદ માટે 1 જગ્યા
- ડિવિઝનલ ફાયર ઓફિસર પદ માટે 3 જગ્યા
- સ્ટેશન ફાયર ઓફિસર પદ માટે 13 જગ્યા
- સબ ફાયર ઓફિસર પદ માટે 13 જગ્યા
- લીડીંગ ફાયરમેન પદ માટે 12 જગ્યા
- ડ્રાઈવર કમ પંપ ઓપરેટર(ફાયર) પદ માટે 49 જગ્યા
- ફાયરમેન પદ માટે 83 જગ્યા
અરજી કરવા માટે છેલ્લી તારીખ
જે ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છે છે તેઓને જણાવી દઈએ કે આ ભરતીમાં ફક્ત ઓનલાઇન મોડમાં જ અરજી સ્વીકારવામાં આવશે, આ માટે તમારે તારીખ 13/11/2024 સુધીમાં યોગ્ય વિગતો અને દસ્તાવેજ અપલોડ કરી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
સતાવાર જાહેરાત
ઉપર દર્શાવેલ દરેક પદ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત તેમજ ઉંમર મર્યાદા છે તેથી તે વિશેની વિગતવાર માહિતી તમારે સતાવાર જાહેરાત ડાઉનલોડ કરવી પડશે તે માટે તમારે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સતાવાર વેબસાઈટ junagadhmunicipal.org ઓપન કરવાની થશે અને આ વેબસાઈટ પરથી સતાવાર જાહેરાત મેળવી અને બધી માહિતી મેળવી લેવી.
આ રીતે ઓનલાઇન અરજી કરવી
- જે મિત્રો આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવા ઈચ્છે છે તેઓ એ સૌ પ્રથમ junagadhmunicipal.org વેબસાઈટ ઓપન કરવાની થશે.
- અહી તમને આ ભરતી માટેની જાહેરાત તેમજ ફોર્મ ભરાવાની લિંક પણ મળી જશે.
- ફોર્મમાં પૂછેલ વિગતો દાખલ કરવી તેમજ જરૂરી દસ્તવેજો અપલોડ કરવા.
- અરજી ફી ભરવાનું ના ભૂલાય.
- અરજી સબમિટ કરશો એટલે તમારું ઓનલાઇન ફોર્મ ભરાઈ જશે.
જો તમારો કોઈ મિત્ર સરકારી નોકરીની તૈયારી કરી રહ્યો છે અથવા સરકારી નોકરીની શોધમાં છે તો તેઓને આ લેખ જરૂર શેર કરજો, તેમજ આવી રીતે નવી નવી સરકારી નોકરીની સમયસર માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો.
ખાસ નોંધ : સતાવાર જાહેરાત માંથી સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ જ ઓનલાઇન ફોર્મ ભરવું.