Jilla Panchayat Bharti: જિલ્લા પંચાયત ખાતે અકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતી

WhatsApp Group Join Now

Jilla Panchayat Bharti: મિત્રો આજે આપણે સરસ ભરતીની વાત કરવાના છીએ જેની અંદર જિલ્લા પંચાયત ખાતે અકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતી જાહેર કરવામાં આવેલી છે. આ ભરતી એ જિલ્લા પંચાયત જામનગર દ્વારા જાહેર કરવામાં આવેલી છે.

એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ની ભરતી જિલ્લા આરોગ્ય સોસાયટી જિલ્લા પંચાયત જામનગર દ્વારા ખાલી જગ્યાઓને ભરવા માટે જે ઉમેદવારો લાયકાત ધરાવે છે તેમના પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

આ ભરતી ની અગત્યની તારીખો ભરતીની ઓનલાઇન અરજી કરવા માટે શું શું લાયકાતો છે તે વિશેની સંપૂર્ણ માહિતી આલેખ ની અંદર આપણે વિગતવાર મેળવીશું.

Jilla Panchayat Bharti

આ ભરતી વિશેની શૈક્ષણિક લાયકાત વિશે આપણે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતમાં કોમર્સમાં સ્નાતક પાસ કરેલો જરૂરી અને માન્ય કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ પાસ કરેલો હોવો જરૂરી છે તથા એક વર્ષનો અનુભવ પણ જરૂરી છે.

અગત્યની તારીખ તથા વય મર્યાદા

એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની આ ભરતી માટે અરજીઓ કરવા માટેની છેલ્લી તારીખે 2 સપ્ટેમ્બર 2024 છે જે દરમિયાન તમારે લાયકાત ધરાવતા હોવ તો ઓનલાઇન અરજી કરી દેવાની રહેશે.

ઉપર દર્શાવેલ અરજી કરવાની છેલ્લી તારીખ ને ધ્યાનમાં લઇ અને વધુમાં વધુ 40 વર્ષ ની હોવી જોઈએ.

માસિક પગાર ધોરણ અને જગ્યાઓ

આ ભરતી ની અંદર કરાર આધાર રીતે ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે જેની અંદર માસિક પગારે ફિક્સ રૂપિયા 20,000 મળવા પાત્ર રહેશે.

ડેટા એન્ટ્રી ઓપરેટર ની આ ભરતીની કુલ જગ્યાઓ ત્રણ જેવી બહાર પાડવામાં આવેલી છે. સિલેક્શન પ્રોસેસ ની અંદર ઉમેદવારને લેખિત પરીક્ષા તથા પ્રેક્ટીકલ ટેસ્ટ આપવાનો રહેશે.

ભરતીમાં અરજી પ્રક્રિયા

આ ભરતીની અરજી તમારે ઓનલાઇન કરવાની રહેશે તમારે ઓનલાઇન ફોર્મ ઉપર જણાવેલી તારીખ અને પહેલા ભરી દેવાનું રહેશે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે આરોગ્ય સાથે arogysathi.gujarat.gov.in વેબસાઈટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment