Health Insurance Scheme : પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના વિશે તો તમે સાંભળ્યું જ હશે, આ યોજનાની અમલીકરણ ભારત દેશના વડપ્રધાન નરેન્દ્ર મોદી એ 29 ઓક્ટોબરના રોજ કર્યું છે, સાથે સાથે આ યોજનાની કેટલીક માહિતી પણ આપવામાં આવી હતી. ચાલો આ વિશે થોડી વિગતવાર વાત કરીએ.
તમને જણાવી દઈએ કે આ યોજના દુનિયાની સૌથી મોટી આરોગ્ય યોજના છે. આ યોજના દ્વારા દેશના 12.34 કરોડ પરિવારોના 55 કરોડ નાગરિકોને 5 લાખ સુધીનું આરોગ્ય કવચ આપવામાં આવે છે.
આ ઉપરાંત ખાસ જણાવી દઈએ કે આ યોજના દેશના 33 રાજ્યોમાં અમલમાં મૂકવામાં આવી છે, હાલ આ યોજના દિલ્હી, ઓડિશા અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં અમલમાં અમુકાવામાં નથી આવી. ખુશીની વાત એ છે કે આ યોજના ગુજરાતના નાગરિકો માટે ઉપલબ્ધ છે, ચાલો હવે આ યોજનાના ફાયદા વિશે માહિતી મેળવીએ.
આ યોજનાના ફાયદા | Health Insurance Scheme
- જે નાગરિકો આ યોજનાનો લાભ મેળવે છે તે નાગરિકોને હોસ્પિટલમાં પાંચ લાખ સુધીની મફત સારવાર મળે છે.
- આ યોજનાનો લાભ દેશના લગભગ છ કરોડ લોકોને મળશે.
- દેશના 33 રાજ્યો સહિત કેન્દ્ર શાસિત પ્રદેશોને આ યોજનાનો લાભ મળશે.
યોજનાનો લાભ કોણ મેળવી શકે છે ?
આ યોજનાનો લાભ 70 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારત દેશના નાગરિકો મેળવી શકે છે સૌથી જરૂરી વાત એ છે નાગરિક પોતાની ઉંમર આધારકાર્ડ થી જ સાબિત કરી શકશે.
નવી શરૂઆત
એટલું જ નહીં પરંતુ નરેન્દ્ર મોદી દ્વારા એક નવું પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે, આ પોર્ટલનું નામ U-WIN રાખવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આ પોર્ટલ ગર્ભવતી મહિલાઓ અને 17 વર્ષ સુધીના બાળકોના રસીકરણનો કાયમી ડિજિટલ રેકોર્ડ રાખવાનું કામ કરશે અને જે નાગરિકો આ પોર્ટલ પર નોંધણી કરાવે છે તેઓને એસએમએસ દ્વારા રસીકરણ ની જાણ પણ કરવામાં આવશે.
જો તમારા મિત્રોને આ યોજના કે પોર્ટલ વિશે માહિતી ના હોય તો તેઓને આ આર્ટિકલ જરૂર શેર કરજો, આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય અને આવી જ રીતે કામના સમાચારની માહિતી મેળવવા ઈચ્છતા હોય તો અમારી સાથે જોડાયા રહેજો, ધન્યવાદ.
Read More: SBI Credit Card New Rules: એસબીઆઇ ક્રેડિટ કાર્ડ ધારકોને મોટો ઝટકો, ચાર્જ માં વધારો કર્યો