રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મધ્યાન ભોજન અને એક યોજના બહાર પાડવામાં આવેલી હતી અને અત્યાર સુધી તેની અંદર ઘણા બધા બાળકોના લાભ મળતો હતો અને તે યોજનામાં બાળકોને બપોરનું ભોજન તથા અઠવાડીક નાસ્તો આપવામાં આવતો હતો.
રાજ્ય સરકાર દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે જે પરિપત્ર ની અંદર નાસ્તા માટેનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી અને ભોજન નું નવું મેન્યું નો પરિપત્ર જાહેર કરવામાં આવેલું છે. એટલે કે હવેથી મધ્યાન ભોજન ની અંદર જે વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવતો હતો તે નાસ્તો હવે મળશે નહીં.
વિદ્યાર્થીઓને બપોરના ભોજન નું મેનુ બદલાશે
રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવેલો છે. આ નિર્ણયના આધારિત શિક્ષણ વિભાગના ઠરાવ માં જણાવ્યા અનુસાર આ નિયમ એ એક સપ્ટેમ્બર 2024 થી અમલમાં મૂકી દેવામાં આવશે અને નવું મેનું ની અમલ કરવામાં આવશે. તમામ જિલ્લાઓના કલેક્ટરશ્રીઓને વિનંતી કરવામાં આવેલી છે કે સુનિશ્ચિત રીતે ગુણવત્તા યુક્ત બપોરનું ભોજન ના દરેક શાળાની અંદર વિદ્યાર્થીઓને મળી રહે.
નાસ્તા અને ભોજન બંનેની કેલેરી મળી રહે એવું બપોર ના ભોજન નું નવું મેનુ
સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયના અનુસાર તેમનું જણાવવામાં આવેલું છે કે વિદ્યાર્થીઓને જે નાસ્તો અને ભોજન ની અંદર તમામ કેલરીઓ મળતી હતી તે તેમણે મર્જ કરી અને નવા મેનુ ની અંદર જે ભોજન ઉમેરવામાં આવેલું છે તે તેમને મળી રહે તેઓ પ્રયાસ કરવામાં આવેલો છે. તથા બાળકોનો અને દરેક કર્મચારીનો સમય પણ બચી જાય તથા તેમને પૌષ્ટિક અને કેલેરી વાળું ભોજન બપોરના સમયે પણ મળી રહે.
આ મધ્યાન ભોજનની યોજના દ્વારા જે ભણતા વિદ્યાર્થીઓ છે તેમને સારી રીતે સારો ગુણવત્તા વાળો ભોજન મળી રહે અને તેમને ઉચ્ચ કેલેરી મળી શકે છે. જેના કારણે જે ગરીબ વિદ્યાર્થીઓ છે તેમને સારા પ્રમાણની અંદર ખોરાક પૌષ્ટિક મળી રહેતો હોય છે.