GSEB SSC Registration Form 2025 : ગુજરાતના ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક એટલે કે ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે, તો જો તમે ગુજરાતમાં ધોરણ 10 કે 12 ના વિદ્યાર્થી છો તો આ લેખ છેલ્લે સુધી જરૂર વાંચજો.
ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે બોર્ડની પરીક્ષા
ગુજરાતી સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખો માટે પરિપત્ર રજૂ કરવામાં આવ્યો છે, તેના વિશે આગળ વાત કરીશું પરંતુ આ પરિપત્રમાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાની સંભવિત તારીખ વિશે પણ વાત કરવામાં આવી છે, આ પરિપત્ર ની માહિતી મુજબ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીના અંતમાં યોજાય શકે છે.
નોંધવા જેવી બાબત છે કે આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા દર વર્ષ કરતા વહેલી યોજાવાની શકયતા છે, દર વર્ષે લગભગ માર્ચ મહિનામાં આ બોર્ડની પરીક્ષાઓ યોજાતી હોય છે.
આ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે
ગુજરાતી સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા ધોરણ 10 અને વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12 માટે બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ અંગે પરિપત્ર જાહેર કર્યો છે, આ પરિપત્ર ની માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓ 22/10/2024 થી 30/10/2024 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.
ઓનલાઇન ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓએ gseb.org વેબસાઈટ પર 30/10/2024 સુધીમાં સાચી વિગતો અને ડોક્યુમેન્ટ અપલોડ કરી ફોર્મ ભરવાનું રહેશે.
અરજી ફી માં પાંચ ટકાનો વધારો
આ વખતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષા ફોર્મ ફી માટે પાંચ ટકાનો વધારો કર્યો છે જ્યારે આ સિવાયના જેમકે રીપીટર વગેરે વિદ્યાર્થીઓ માટે પાંચ ટકાથી ઓછો અરજી ફી માં વધારો કર્યો છે અને અરજી ફી માટે નવું માળખું જાહેર કર્યું છે.
આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે, જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા વિદ્યાર્થી મિત્રોને આ માહિતી શેર કરજો તેમજ આવી રીતે કામના સમાચાર અને માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.