Godown sahay yojana gujarat 2024: ગોડાઉન બનાવવા માટે 75,000 રૂપિયા સુધીની સહાય યોજના

WhatsApp Group Join Now

Godown sahay yojana gujarat 2024: મિત્રો ગુજરાત સરકાર દ્વારા બહુ જ સરસ મજાની યોજના ચલાવવામાં આવી રહી છે જેના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે જેના હેઠળ ખેડૂતોને પાક સંગ્રહ કરવા માટે ગોડાઉન માટેની રૂપિયા 75 હજાર ની સહાય આપવામાં આવે છે. આ યોજનાના થકી જે કોઈપણ ખેડૂત મિત્રો છે જેમને પાક મુકવા માટે ચોમાસાની અંદર અગવડ પડતી હોય છે અને ચોમાસામાં પલળવાના અને વાવાઝોડાના પ્રશ્નોના કારણે ઘણા બધા ખેડૂત મિત્રોના પાકનો બગાડ થતો હોય છે જે આવા પાક સંગ્રહ કરવા માટેના તેમની પાસે પૂરતા સાધનોના હોવા થી થાય છે.

તો ખેડૂત મિત્રો હવે પાક સંગ્રહના ગોડાઉન માટે સરકાર દ્વારા તમને રૂપિયા 75 હજાર સુધીની સહાય આપવામાં આવે છે જેના થકી ખેડૂતોનો પાક સુરક્ષિત અને સારી રીતે તે સંગ્રહ કરી શકે છે. તો મિત્રો આ યુરાની અંદર ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને ઓનલાઇન અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. તો મિત્રો આ યોજના માટે કઈ રીતે અરજી કરવી માટે શું પાત્રતા હોય છે તે અંગેની વિસ્તાર ચર્ચા આપણે આ પોસ્ટની અંદર કરીશું.

ગોડાઉન સહાય યોજના

ગુલામ સહાય યોજના એ ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી એક સહાય છે કે જે ખેતીવાડી વિભાગની અંદર યોજના આવેલી છે અને આ યોજનાની અંદર અરજી કરવા માટે તમારે ઓનલાઇન ફોર્મ ભરવાના હોય છે અને ત્યારબાદ તમને મંજૂરી મળ્યા બાદ જે પ્રમાણે શરતો અને પણ માણતા નક્કી કરવામાં આવેલી છે તે આધારે તમારે ગોડાઉન સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે ત્યારબાદ સરકારી અધિકારી દ્વારા તપાસ કરી અને તમને ગોડાઉનમાં જે મળવા પાત્ર થાય છે તે તમારા બેન્ક એકાઉન્ટ ના ખાતાની અંદર સીધા નાખી દેવામાં આવશે.

ગોડાઉન સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

આ યોજનાએ દરેક પ્રકારના ખેડૂત લાભ લઈ શકે છે અને અરજી કરી શકે છે. આ યોજનાની અંદર તમને ગોડાઉન એટલે કે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં ₹75,000 અથવા તો કુલ ખર્ચના 50% જે બંનેમાંથી ઓછું હશે તે મળવાપાત્ર થશે.

યોજના ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવાના 18 જૂન 2024 થી ચાલુ થઈ ગયા છે અને 24 જૂન 2024 સુધી ઓનલાઇન ફોર્મ ભરાવાના ચાલુ રહેશે.

ગોડાઉન સહાય યોજનામાં પાત્રતા અને શરતો

ગોડાઉન સહાય યોજના ની અંદર તમારે ગોડાઉનમાં અરજી કરવા માટે અને ગોડાઉન બનાવવા માટે કેટલીક શરતો અને પાત્રતા ધરાવતા હોવા જોઈએ. જે નીચે પ્રમાણે છે.

  • આ યોજનાએ ગુજરાતના ખેડૂતો માટે જ છે
  • આ યોજનાની અંદર લાભ લેવા માટે તમારે નામે જમીન હોવી જોઈએ
  • પાક સંગ્રહ સ્ટ્રક્ચર ઓછામાં ઓછું 330 ચોરસ ફુટ ના વિસ્તારમાં બનાવવાનું રહેશે
  • સ્ટ્રક્ચરના છતની મધ્ય ઊંચાઈ 12 ફૂટ રાખવી
  • ફાઉન્ડેશન જમીનથી બે ફૂટ ઊંડાઈ થી વધુ ઓછામાં ઓછું બે ફૂટ ઊંચાઈ
  • લાભાર્થી તેના સ્વખર્ચે આરસીસી ધરાવતી છત કરી શકે છે

આ પ્રમાણે યોજનાની અંદર લાભ લેવા માટે અને પાક સંગ્રહનો સ્ટ્રક્ચર બનાવવા માટે તેમના દર્શાવેલા માપથી વધુ હશે તો ચાલશે પણ તેનાથી ઓછું હોવું જોઈએ નહીં તો જ તમને યોજનાની અંદર લાભ મળશે.

Read More:- Kunwar Bai Nu Mameru Yojna: કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત દીકરીઓના લગ્ન સમયે મળશે સહાય

પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન માટેની અરજી કઈ રીતે કરવી

આજની અંદર અરજી કરવી બહુ સરળ છે યોજનામાં અરજી ઓનલાઇન કરવાની રહેશે નીચે દર્શાવેલા પગલાઓ પ્રમાણે.

  •  અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ આઈ પોર્ટલ ની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું છે.
  • આઇ ખેડુત પોર્ટલ ના હોમ પેજ ઉપર જશો એટલે તમને વિવિધ યોજનાઓમાં અરજી કરો તે પ્રકારનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સામે અલગ અલગ ખાતાઓની યોજનાઓ દેખાશે તેની અંદર તમારે ખેતીવાડી યોજનાઓ માટે ક્લિક કરો.
  • ત્યારબાદ ખેતીવાડી ની અંદર જે જે યોજનાઓ ચાલુ છે તેનું લીસ્ટ તમારી સામે આવી જશે તમારે તેની અંદર પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન કરીને આ યોજના હશે તેની ઉપર ક્લિક કરો.
  • ત્યારબાદ આ યોજના માટેની સમગ્ર માહિતી તમારી સામે આવી જશે અને તેની સામે અરજી કરો નો ઓપ્શન આવશે ત્યાં ક્લિક કરો.
  • ત્યારબાદ જો તમે રજીસ્ટ્રેશન ના કરાવતા હોય તો ના પર ક્લિક કરી અને આગળ વધો અને નવી અરજી કરો પર ક્લિક કરો
  • ત્યારબાદ તમારી સામે ફોર્મ ખૂલી જશે જે તમારે સંપૂર્ણ ભરી અને સેવ કરવાનું રહેશે સેવ કર્યા બાદ તમારે તે ફોર્મ ને કન્ફર્મ કરી દેવાનું રહેશે.
  • ત્યારબાદ તમારી અરજી સફળતાપૂર્વક થઈ ગઈ છે અને તમે તેની પ્રિન્ટ કાઢી શકો છો.

તો આ રીતે મિત્રો આ યોજનાની અંદર અરજી કરવી બહુ સરળ છે જો તમે પાત્રતા ધરાવતા હો અને ખેડૂતો તો તમે આ ગોડાઉન માટેની સહાય મેળવી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment