Girnar parikrama 2024 start date : ગીરનાર પર્વત ગુજરાતનો સૌથી ઉંચો પર્વત છે એ તો તમને ખબર જ હશે અને દર વર્ષે ગિરનાર પરિક્રમાનું આયોજન પણ કરવામાં આવે છે. તેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગિરનાર પરિક્રમા નું આયોજન કરવામાં આવ્યું છે અને તે માટે હવે થોડાક દિવસો જ બાકી રહ્યા છે, તો ચાલો આ વર્ષે ગિરનાર પરિક્રમાની તારીખ તેમજ આ પરિક્રમા વિશે કેટલીક રસપ્રદ વાતો જાણીએ.
ગિરનાર પરિક્રમા શરૂ થવાની તારીખ | Girnar parikrama 2024 start date
ધાર્મીક દૃષ્ટિએ ગિરનાર પરિક્રમાનું ખૂબ જ મહત્વ રહેલું છે તેથી દર વર્ષે શ્રદ્ધાળુ ખાસ કરીને સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુ ગિરનારની લીલી પરિક્રમાની રાહ જોઈને બેઠા હોય છે, દર વર્ષે લીલી પરિક્રમાનું આયોજન કારતક સુદ અગિયારસના દિવસે થાય છે અને આ વર્ષે કારતક સુદ અગિયારસ 12 નવેમ્બરના રોજ છે તેથી આ વર્ષે ગિરનાર લીલી પરિક્રમાનું આયોજનની શરૂઆત 12 નવેમ્બરના રોજ થશે.
આ ઉપરાંત વધુમાં તમને જણાવી દઈએ કે આ પરિક્રમા ચાર થી પાંચ દિવસ ચાલે છે.
ગિરનાર જવાનો યોગ્ય સમય
જો તમે ગિરનાર પર્વત પર પ્રવાસ જવાનું વિચારી રહ્યા છો તો ગિરનાર જવાનો બેસ્ટ સમય નવેમ્બર મહિનાથી ફેબ્રુઆરી મહિના સુધીનો હોય છે કારણ કે આ સમય શિયાળાનો સમય હોય છે અને શિયાળાના સમયમાં વાતાવરણ ખુશનુમા હોય છે.
ગિરનાર વિશે કેટલીક રસપ્રદ બાબતો
- ગિરનાર પર્વત પર 9,999 પગથિયાં છે.
- ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે.
- ગિરનાર પર્વતની ઊંચાઈ 914 મીટર છે.
- ગિરનાર પર્વતને ઘણા લોકો રૈવતક કે ગિરિનગર પણ કહે છે.
- ગિરનાર પર્વત જૂનાગઢ જિલ્લામાં આવેલ છે.
- ગિરનાર એ જૈન ધર્મના બાવીસમાં તીર્થંકર નેમિનાથનું નિર્વાણ સ્થાન છે.
- ગિરનાર પર અશોકના શીલા લેખ પણ આવેલ છે.
આ ઉપરાંત પણ ગિરનાર તેમજ જૂનાગઢ જિલ્લાનો ઇતિહાસ રસપ્રદ તેમજ અણમોલ છે, આ વિશેની માહિતી આપતા આપતા આ લેખ ખૂબ જ લાંબો બની જશે તેથી જો તમારે ગિરનાર વિશે વધારે જાણકારી મેળવવી હોય તો તમે યૂ ટ્યૂબ કે ગૂગલ પર સર્ચ કરી શકો છો.
આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે, જો તમારા કોઈ મિત્ર ગિરનારની આ લીલી પરિક્રમા જવાનું વિચારી રહ્યા છે તો તેને આ લેખ જરૂર શેર કરજો તેમજ આવી રીતે કામના સમાચારની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહેજો, ધન્યવાદ.