ખેડૂત મિત્રો માટે યોજના જે સરકાર દ્વારા ખેડૂતોને માટે અધ્યતન ટેકનોલોજી ડ્રોનથી છંટકાવ માટે સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે જેની અંદર હાલમાં અરજી કરવાની ચાલુ છે. ડ્રોન ના વિમાન દ્વારા દવા છંટકાવવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. કૃષિ ક્ષેત્રની અંદર પાક સંરક્ષણ માટે લોન છંટકાવવામાં સબસીડી યોજના સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. આ યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું અને યોજના માં અરજી કેવી રીતે કરવી વિગતવાર ચર્ચા કરીએ.
ડ્રોનથી છંટકાવ માટે સહાય યોજના: કૃષિ વિમાન યોજના
સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે નક્કી કરવામાં આવી છે જેના માટે ભારતની કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતોને સારામાં સારો પાક મળી રહે અને ઉત્પાદનમાં વધારો થાય તે અંગેના પ્રયાસો સરકાર દ્વારા અવારનવાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ ડોન થી છંટકાવ માટેના સહાય માટે જે ખેડૂતો જૂની પદ્ધતિથી દવાનો છંટકાવ કરી રહ્યા છે તે આ યોજનાનો લાભ મેળવી અને યોજનામાં સહાય આપવામાં આવે છે જેથી તેમને દવાનો છંટકાવ પણ વ્યવસ્થિત રીતે થઈ શકે અને તેમને આ ના માટે થતા ખર્ચમાં પણ સરકાર દ્વારા સહાય આપવામાં આવે.
ડ્રોનથી છંટકાવ માટે સહાય યોજનાના ફાયદા
આપણે આમ તો કોઈ પણ પ્રકારની દવા કે લિક્વિડ ફર્ટિલાઇઝરો બેટરી દ્વારા ચાલતા પંપ થી અથવા તો બીજી રીતથી આપણે આપતા હોઈએ છીએ અને તેનો છંટકાવ કરતા હોઈએ છીએ પરંતુ ડ્રોન દ્વારા થતા છંટકાવનાર કેટલાક ફાયદાઓ વિશે ચર્ચા કરીએ.
- સૌપ્રથમ તો ફાયદો એ છે કે ડ્રોન દ્વારા છંટકાવવા કરવાથી સમયનો ઘણો બધો બચાવ થાય છે.
- ડ્રોન દ્વારા છંટકાવ કરવાથી પાકનો કેટલો ભાગ કે જેના ઉપર આપણે જમીન પર ફરવાથી કેટલાક છોડોને નુકસાન પહોંચતું હોય છે તે પહોંચતું નથી અને તેનો પણ ફાયદો થતો હોય છે.
- ડ્રોન દ્વારા જ્યારે આપણે કોઈપણ દવા કે ફર્ટિલાઇઝર નો છંટકાવ કરીએ છીએ ત્યારે સારી રીતે ઉપરથી વરસાદની જેમાં સંપૂર્ણ છોડ ઉપર સ્પ્રે થાય છે તેની સમગ્ર છોડને તે છંટકાવતી થતો ફાયદો મળી રહે છે.
- ડ્રોન દ્વારા જ્યારે આપણે છંટકાવ કરીએ છીએ ત્યારે બીજી કોઈપણ પદ્ધતિ કરતા પાણીની ઓછી જરૂર પડે છે તેથી પાણીનો બગાડ પણ અટકે છે.
- આ રીતે ડ્રોનથી થતા ફાયદાઓ ઘણા બધા છે જે થી ડ્રોન ઉપયોગ એ બહુ જ સારો અને સરળ ગણવામાં આવે છે.
Read More: મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજના: દિકરીઓને મળશે 6 લાખ સુધીની સહાય, આજે જ કરો અરજી
ડ્રોનથી છંટકાવ માટે સહાયની વિગત
ડ્રોન દ્વારા છંટકાવ કરવા માટે સરકાર દ્વારા સહાય કરવામાં આવી રહી છે જેની અંદર ખેડૂતોને પ્રતિ એકર ₹500 ની સહાય આપવામાં આવે છે. બધી એક દીઠા વધુમાં વધુ 500 રૂપિયા અથવા તો ખર્ચના 90% જે બંનેમાંથી ઓછું હશે તે મળવા પાત્ર રહેશે. ખેડૂતોને ખાતા દીઠ પાંચ એકર અથવા તો પાંચ છંટકાવન ની મર્યાદા ની અંદર સહાય મળવા પાત્ર રહેશે. તેથી પાંચ એકર સુધીના ખેતરની અંદર ખેડૂતો આજના નો સરળતાથી લાભ મેળવી શકે છે. આ યોજનામાં લાભ લેવા માટે તમારે અરજી કરવાની રહેશે.
ડ્રોન છંટકાવ સહાય માટે આઈ ખેડુત પર અરજી કરો
આજના ની અંદર તમારે સહાય લાભ મેળવવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની રીત નીચે પ્રમાણે દર્શાવેલી છે. હાલમાં આ અરજી સંપૂર્ણ રીતે ખુલ્લી મુકવામાં આવેલી છે તેમાં તમે અત્યારે અરજી કરી શકો છો.
- યોજનાની અંદર લાભ લેવા માટે સૌપ્રથમ તમારે આઈ પોર્ટલની ઓફિસ પર જઈ અને વિવિધ યોજનાઓમાં અરજી કરો પર ક્લિક કર્યા બાદ તમારે ખેતીવાડીની યોજનાઓમાં જવાનું રહેશે.
- તો હાલમાં ખેતીવાડીની યોજનામાં એક જ આ યોજના ચાલુ છે જેની ઉપર તમારે ક્લિક કર્યા બાદ અરજી કરો ના બટન પર ક્લિક કરી અને નવી અરજી કરો પર જાવ.
- ત્યારબાદ તમારી સામે ખુલેલા ફોર્મ ની અંદર તમારી સંપૂર્ણ માહિતી ભરી અને તે ફોર્મ સેવ કર્યા બાદ અરજીને કન્ફર્મ કરી અને તેની પ્રિન્ટ આઉટ કઢાવી લેવાની રહેશે.
- આ રીતે તમારે આ યોજનાની અંદર ઓનલાઇન અરજી થઈ જશે તમને ઉપર જણાવેલા માહિતી અનુસાર લાભ મળવા પાત્ર રહેશે.
ખેડૂત મિત્રો તમે પણ આ યોજનાનો લાભ મેળવી અને ડ્રોન દ્વારા તમારા ખેતરની અંદર દવાનો છંટકાવવા કરાવી શકો છો અને અધતન ટેકનોલોજી દ્વારા આ પ્રકારનો લાભ મેળવી અને તમે પણ તમારા પાક ના બમણું ઉત્પાદન મેળવો.
Read More: Dairy Farming Loan 2024: ડેરી ફાર્મ પર મેળવો 12 લાખ સુધીની લોન, અહિથી જાણો અરજી રીત
I want DRON FOR AGRUCULTURE PURPOSE PLEASE GIVE ME GUIDANCE