Dairy Farming Loan 2024: ડેરી ફાર્મ પર મેળવો 12 લાખ સુધીની લોન, અહિથી જાણો અરજી રીત

WhatsApp Group Join Now

Dairy Farming Loan 2024: મિત્રો સરસ યોજના વિશે વાત કરવાના છીએ જે યોજના એ ડેરી ફાર્મ લોન યોજના છે જેની અંદર કોઈપણ ગેરંટી વગર તમે પશુની ખરીદી કરી શકો છો અને તેની અંદર તમને લોન આપવામાં આવે છે તે લોન ₹7,00,000 સુધીની હોય છે. અને તેની સાથે જો તમે એક ખેડૂત છો અને તમારી પાસે પશુઓ પણ છે તો તેવા સંજોગોની અંદર ખેડૂતોને 12 લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર છે. તો આ યોજના છે જેની અંદર તમે ડેરી ફાર્મ બનાવી શકો છો તો યોજનાનો સંપૂર્ણ માહિતી આપણે આ લેખની અંદર મેળવીશું અને યોજના માટે જરૂરી દસ્તાવેજો અરજી પ્રક્રિયા વિશે જાણીએ.

ડેરી ફાર્મ લોન 2024 । Dairy Farming Loan 2024

આ યોજના ની અંદર તમે લોન મેળવી અને ડેરી ફાર્મ ઊભું કરી શકો છો તેની અંદર લોનની ઉપર ત્રણ ટકા જેટલું વ્યાજદર રાખવામાં આવેલું છે અને આ યોજના દ્વારા 90% સુધીની સબસીડી મળવા પાત્ર છે. ઉપર જણાવ્યા અનુસાર આ લોનની વધુમાં વધુ રકમ મદદ લાખ રૂપિયા સુધીમાં મેળવી શકાય છે. અને આ લોન તમે પાંચ વર્ષ સુધીના સમયગાળા માટે લઈ શકો છો. તમે આ યોજના દ્વારા ડેરી ફાર્મ ઊભું કરી અને સારું એવું મેનેજમેન્ટ સાથે ડેરી ફાર્મ ને આગળ વધારી અને તમે આર્થિક ફાયદો મેળવી શકો છો.

ડેરી ફોર્મ લોન યોજનાના હેતુઓ । Dairy Farming Loan 2024

દરેક યોજનાઓની અંદર સરકારનો હેતુ હોય છે અને સરકાર દ્વારા આ ડેરી ફાર્મ લોન ની યોજના હોય તો એ છે કે જે કોઈપણ ખેડૂત છે તે ડેરી ફાર્મ બનાવી અને આર્થિક રીતે સારી આવક મેળવી શકે અને પશુપાલનની ઉપર સારું ધ્યાન રાખી અને તે તેની અંદર સારું કામ કરી અને તેમાંથી તે સારી આવક મેળવી શકે. સમગ્ર ભારતનું પશુપાલન વ્યવસ્થાપન આગળ વધે. આ પ્રકારે ખેડૂતોના હિત માટે આ પ્રકારની યોજનાઓને અમલમાં મૂકવામાં આવતી હોય છે.

Read More: પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં ખેડુતોને સિંચાઈના સાધનોની ખરીદી પર મળશે સબસિડી

ડેરી ફાર્મ લોન યોજના માટે જરૂરી દસ્તાવેજો

આ યોજનાની અંદર તમારે લાભ મેળવવા માટે અરજી કરવાની રહેશે અને અરજી કરવા માટે તમારે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડશે જે નીચે પ્રમાણે દર્શાવેલા છે.

  • આધારકાર્ડ
  • અરજદારનું પાનકાર્ડ
  • ઓળખાણ કાર્ડ
  • દૂધ મંડળી કે ડેરી સહકારી મંડળી નું પ્રમાણપત્ર
  • પ્રમાણપત્ર સક્રિય સભાસદનું
  • ત્રિપક્ષીય કરાર પત્ર
  • ફોટાની જરૂર રહેશે પાસપોર્ટ સાઈઝના
  • બેંક ખાતા ની પ્રથમ પાનાની ઝેરોક્ષ અથવા કેન્સલ ચેક ની નકલ

ડેરી ફાર્મ લોન યોજના માટેની પાત્રતાઓ

ડેરી ફાર્મ લોન યોજના માં લાભ મેળવવા માટે તમારે કેટલીક પાત્રતા હોવી જરૂરી છે જે નીચે દર્શાવેલ છે.

  • અરજદાર જે અરજી કરનાર વ્યક્તિ છે તેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની અને વધુમાં વધુ 65 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.
  • અરજદાર એ પશુપાલન ના વ્યવસાય સાથે જોડાયેલ હોવા જરૂરી છે.
  • અરજી કરનાર પશુપાલક અરજદાર એ ગુજરાતનો વતન હોવો જરૂરી છે તેમણે લાભ પહેલો આપવામાં આવશે
  • અગાઉ આ પ્રકારની કોઈ પણ લોન લીધેલ ન હોવી જોઈએ.

ડેરી ફાર્મ લોન યોજનામાં અરજી

ડેરી ફાર્મ યોજના ની અંદર તમે ઓનલાઈન અરજી કરી શકો છો અથવા તો તમે બેંકમાંથી આ લોન સરળતાથી મેળવી શકો છો જે લોન ની અંદર ખેડૂતોને 90 ટકા સુધીની સબસીડી આપવામાં આવતી હોય છે જેની અંદર સંયોગી સંસ્થાઓ રાજ્ય સહકારી કૃષિ રાજ્ય સહકારી બેંકો અને ગ્રામીણ વિકાસ બેંકો માંથી લોન ખેડૂતોને આપવામાં આવતી હોય છે. તમે આ યોજનાની અંદર સાત લાખ રૂપિયા સુધી લોન વગર ગેરંટી એ તમે મેળવી શકો છો જે તમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પણ જઈ અને અરજી કરી શકો છો. તો મિત્રો આ પ્રકારે તમે બેંકમાં જઈ અને આ યોજનાની લાભ મેળવી અને લોન મેળવી શકો છો.

Read More: લીંબુની ખેતી માટે સહાય યોજનામાં આઈ ખેડુત પર ફોર્મ ભરવાનું શરૂ, આજે જ કરો અરજી

તો મિત્રો આ હતી ડેરી ફાર્મ લોન યોજના વિશે ની માહિતી જેની અંદર તમે પણ જો પાત્રતા ધરાવતા હો તો આ યોજનાની અંદર લાભ મેળવી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment