Central Bank Recruitment 2024: સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં પરીક્ષા વગર સીધી ભરતી, આજે જ કરો ઓનલાઈન અરજી

WhatsApp Group Join Now

Central Bank Recruitment 2024: સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા (CBI) દ્વારા બીસી સુપરવાઇઝરની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જો તમે બેન્કિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છા ધરાવતા હોવ તો તમારા માટે આ તક ઉત્તમ ગણી શકાય છે. તેમજ જો તમારી પાસે જરૂરી લાયકાત અને કુશળતા છે, તો તમે આ ભરતીમાં જલ્દીથી ઓનલાઈન અરજી કરી શકો છો. જેના પહેલા તમારે ભરતીની તમામ વિગતો જાણી લેવી જરુરી છે.

Central Bank Recruitment 2024

પોસ્ટCentral Bank Recruitment 2024
જગ્યાબીસી સુપરવાઇઝર
લાયકાતસ્નાતક અથવા અનુસ્નાતક ડિગ્રી (MSC IT, BE IT, MBA, અથવા MCA ને પ્રાધાન્ય)
વય મર્યાદા21 થી 45 વર્ષ (સેવાનિવૃત્ત બેન્ક કર્મચારી માટે 64 વર્ષ)
અરજી પ્રક્રીયાઓફલાઈન
છેલ્લી તારીખ10 ઓગસ્ટ 2024
સત્તાવાર સાઈટCentralbankofindia.co.in

જે ઉમેદવારો જરૂરી લાયકાત ધરાવે છે તેમના માટે આ ભરતી ઉત્તમ તક કહી સકાય છે કેમ કે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા તેના કર્મચારીઓને સ્પર્ધાત્મક પગાર અને વિવિધ લાભો જેવા કે મેડિકલ સુવિધા, પેન્શન યોજના, અને વધુ પ્રદાન કરે છે.

અરજી કરવા માટે જરુરી શૈક્ષણિક લાયકાત

સેન્ટ્રલ બેંકની બીસી સુપરવાઇઝરની જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો સ્નાતક અથવા અનુસ્નાતક ડિગ્રી ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે, પરંતુ તેમાં MSC IT, BE IT, MBA, અથવા MCA ની ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

આ ભરતી માટે વયમર્યાદા 21 થી 45 વર્ષ સુધીની રાખવામાં આવી છે પરંતુ સેવાનિવૃત્ત બેન્ક કર્મચારી માટે 64 વર્ષ સુધીની ઉમર મર્યાદા રાખવામાં આવેલ છે. વધુ શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી માટે તમે ઓફિશીયલ નોટીફિકેશન વાંચી શકો છો.

કેવી રીતે અરજી કરવી?

  • સૌ પ્રથમ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ centralbankofindia.co.in ની મુલાકાત લો.
  • ત્યારબાદ ‘કરિયર’ વિભાગમાં જાઓ અને ‘વર્તમાન ખાલી જગ્યાઓ’ પર ક્લિક કરો.
  • હવે તમે બીસી સુપરવાઇઝરની જગ્યા માટેની જાહેરાત શોધો અને તેને ધ્યાનથી વાંચો.
  • ત્યારબાદ જાહેરાતમાં આપેલી સૂચનાઓ અનુસાર ઓફલાઇન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો સાથે તમારા ફોર્મને સબમિટ કરો.

તો જે મિત્રો આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધરાવે છે તેઓ આ સુવર્ણ તકનો લાભ લો અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે તમારી બેન્કિંગ કારકિર્દીની શરૂઆત કરો, આભાર.

Read More: Ration Card List 2024: તમારા ગામની ઓગસ્ટ મહિનાની રેશન કાર્ડ યાદી ડાઉનલોડ કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment